દુર્ગ-ઉધમપુર ટ્રેનમાં મુરૈના પૈસા ભીષણ આગ, AC કોચ A-1, A-2 ખાખ, જાનહાની નથી

News18 Gujarati
Updated: November 26, 2021, 5:48 PM IST
દુર્ગ-ઉધમપુર ટ્રેનમાં મુરૈના પૈસા ભીષણ આગ, AC કોચ A-1, A-2 ખાખ, જાનહાની નથી
ટ્રેનમાં લાગેલી આગની તસવીર

Madhya pradesh news: આગથી AC કોચ A-1, A-2 સંપૂર્ણ પણે (fire in AC coach) ખાખ થઈ ગઈ હતી. બંને કોચને ટ્રેનના (train) અલગ કરવામાં આવ્યા હતા. અન્ય કોચોમાં ધૂમાડો ઘૂસી જતાં અફરા તરફી મચી ગઈ છે.

  • Share this:
મુરૈનાઃ મુરૈના-ધોલપુર પાસે વૈષ્ણોદેવી (morena-dholpur train) જઈ રહેલી દુર્ગ-ઉધમપુર ટ્રેનમાં (durg udhampur express) આગ (fire in train) લાગી છે. આગથી AC કોચ A-1, A-2 સંપૂર્ણ પણે ખાખ થઈ ગઈ હતી. બંને કોચને ટ્રેનના અલગ કરવામાં આવ્યા હતા. અન્ય કોચોમાં ધૂમાડો ઘૂસી જતાં અફરા તરફી મચી ગઈ છે. 8 ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ કરવા માટે કોશિશ કરી રહ્યા છે. અને થોડા સમયમાં જ ટ્રેનને ગ્વાલિયર જવા માટે રવાના કારવમાં આવશે. ટ્રેન અત્યારે મુરૈના જિલ્લા હેતમપુર સ્ટેશન ઉપર ઊભી છે.

આ લખાઈ રહ્યું છે ત્યારે આ સમાચાર આવ્યા છે. આ સમાચાર સૌથી પહેલા News18 Gujarati ઉપર વાંચો. જેમ જેમ જાણકારી મળી રહી છે તેમ તેમ અપડેટ કરી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે 13 નવેમ્બરે નવી દિલ્હીથી ઝાંસી જઈ રહેલી તાજ એક્સપ્રેસમાં મોટી દુર્ઘટના પણ ટળી હતી. રેલવેના એસી કોચમાં આગ લાગી હતી. મળતી માહિતી પ્રમાણે આગ મામૂલી હતી.આ દરમિયાન કોઈ જાનહાની થઈ નથી. આગની જાણ થતાં જ વિભાગ સતર્ક થયો હતો. ત્યારબાદ તપાસ એજન્સીએ ગાડીને રોકવાનો નિર્ણય કર્યો હતો. આ જ પ્રકારે 8 એપ્રીલે પણ રોહતક રેલવે સ્ટેશન દિલ્હી જનારી મેમૂ ટ્રેનના ત્રણ કોચમાં પણ આગ લાગી હતી. આગના કારણે સી કોચ બળીને ખાખ થઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે મેમૂ ટ્રેન રોહતકથી દિલ્હી સાંજના સમયે 4.10 વાગ્યા રવાને થવાની હતી.

આ પણ વાંચોઃ-દાહોદઃ પ્રેમ સંબંધ રાખવાનો ઈન્કાર કરતા પ્રેમિકાની હત્યા, જંગલમાં લઈ જઈ સળગાવી, પ્રેમીની ધરપકડ

પરંતુ 2.10 ટ્રેનમાં અચાનક આગ લાગવાની સૂચના મળી હતી. ઘટનાની જાણ થતાં જ 10 મિનિટમાં ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. (ઘટના અંગે વધારે માહિતીની રાહ જોવાઈ રહી છે)
Published by: ankit patel
First published: November 26, 2021, 5:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading