મહારાષ્ટ્ર: પુણેની ફેશન સ્ટ્રીટ માર્કટમાં ભીષણ આગ, 500 દુકાન બળીને ખાખ

News18 Gujarati
Updated: March 27, 2021, 9:11 AM IST
મહારાષ્ટ્ર: પુણેની ફેશન સ્ટ્રીટ માર્કટમાં ભીષણ આગ, 500 દુકાન બળીને ખાખ
આગમાં 500 દુકાન બળીને ખાખ.

ફેશન સ્ટ્રીટ માર્કેટ(Fashion Street Market)માં લાગેલી આગમી જાનહાનીના કોઈ સમાચાર નથી. આક કેટલી ભયાનક છે તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે એકસાથે 500 દુકાન બળીને ખાખ થઈ ગઈ છે.

  • Share this:
પુણે: મહારાષ્ટ્ર(Maharashtra)ના પુણેના કેમ્પ વિસ્તાર સ્થિત ફેશન સ્ટ્રીટ માર્કેટ (Fashion Street Market)માં શુક્રવારે મોડી રાત્રે અચાનક આગ (Fire) લાગી ગઈ હતી. આગ એટલી ઝડપથી પ્રસરી કે કોઈ પગલાં ભરવામાં આવે તો પહેલા જ લગભગ તમામ દુકાન બળીને ખાખ થઈ ગઈ છે. ઘટનાની સૂચના મળ્યા બાદ ફાયર બ્રિગેડ (Fire brigade)નો સ્ટાફ દોડી ગયો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને પગલે કોઈ જાનહાનીના સમાચાર નથી. આગ કેટલી ભયાનક હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 500 દુકાન બળીને ખાખ થઈ ગઈ છે.

શુક્રવારે રાત્રે આશરે 11 વાગ્યે પોલીસને આગની જાણકારી મળી હતી. કેમ્પ હનુમાન ખાતે આવેલી ફેશન સ્ટ્રીટમાં આગ લાગી હતી. આગ લાગવાની જાણકારી મળ્યા બાદ ફાયર બ્રિગેડની 16 ગાડી ઘટના સ્થળે પર દોડી ગઈ હતી. પુણે કેન્ટોનમેન્ટ બોર્ડના સીઈઓ અમિત કુમારે જણાવ્યું કે, મોડી રાત્રે લાગેલી આગમાં આખી ફેશન સ્ટ્રીટ બળીને ખાખ થઈ ગઈ છે. ખૂબ મહેનત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

આ પણ વાંચો: ત્રણ લાખ રૂપિયામાં ખરીદો ઉત્તમ માઇલેજ આપતી ગાડીઓ, જાણો કારના ફીચર્સ વિશેપ્રાપ્ત વિગત પ્રમાણે ફેશન સ્ટ્રીમાં કપડાં અને જૂતાઓનું કામ થાય છે. આ બજારમાં 500થી વધારે સ્ટૉલ છે. કપડાં અને જૂતોઓનું માર્કેટ હોવાને પગલે આગ ખૂબ જ ઝડપતી પ્રસરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: 'તું મારી ફ્રેન્ડ સાથે કેમ બોલે છે,' યુવકને લોખંડની પાઇપથી માર માર્યો, કપડાં કાઢી વીડિયો ઉતાર્યોપુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઑફિસર પ્રશાંત રનપીસે જણાવ્યું હતું કે, "16 ફાયર ટેન્ટર અને બે વૉટર ટેન્કર ઘટના સ્થળે હાજર હતા. રાત્રે 1:06 વાગ્યે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જે બાદમાં કૂલિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 10 ફાયર ઓફિસર સહિત 60 લોકોનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવાયો હતો."ઉલ્લેખનીય છે કે એમજી રોડ પર આવેલી ફેશન સ્ટ્રીક વિન્ડો શૉપિંગ માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. આવી જ એક ફેશન સ્ટ્રીટ માર્કેટ મુંબઈમાં પણ આવેલી છે. પુણેની ફેશન સ્ટ્રીટ માર્કેટમાંથી લોકો કપડાં, જૂતા, ચશ્મા અને ઘર-વપરાશની નાની નાની વસ્તુઓ ખરીદતા હોય છે.
Published by: Vinod Zankhaliya
First published: March 27, 2021, 9:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading