મુંબઈમાં મોલની અંદર આવેલી સનરાઇઝ હૉસ્પિટલમાં લાગી આગ, 10 લોકોનાં મોત

News18 Gujarati
Updated: March 26, 2021, 1:26 PM IST
મુંબઈમાં મોલની અંદર આવેલી સનરાઇઝ હૉસ્પિટલમાં લાગી આગ, 10 લોકોનાં મોત
જે સમયે હૉસ્પિટલમાં આગ લાગી ત્યારે 70થી વધારે દર્દી ત્યાં સારવાર લઈ રહ્યા હતા

જે સમયે હૉસ્પિટલમાં આગ લાગી ત્યારે 70થી વધારે દર્દી ત્યાં સારવાર લઈ રહ્યા હતા

  • Share this:
મુંબઈ. મુંબઈ (Mumbai)ની સનરાઇઝ હૉસ્પિટલ (Hospital)માં ગત રાત્રે આગ (Fire) લાગી ગઈ, જેના કારણે 10 લોકોનાં મોત થયા છે. પહેલા અહેવાલ આવી રહ્યા હતા કે આગ ભાંડુપ વિસ્તારમાં સ્થિત ડ્રીમ મોલમાં લાગી છે. ઘટનાસ્થળે પહોંચેલી બચાવ ટીમે જોયું કે આગ મોલના ત્રીજા માળે આવેલી સનરાઇઝ હૉસ્પિટલમાં લાગી હતી. જે સમયે હૉસ્પિટલમાં આગ લાગી, તે સમયે ત્યાં 70થી વધુ દર્દી સારવાર લઈ રહ્યા હતા. નોંધનીય છે કે અહીં દાખલ મોટાભાગના દર્દી કોરોનાથી સંક્રમિત છે. બીએમસીએ તપાસના આદેશ આપ્યા છે કે મોલની ઉપર હૉસ્પિટલ કેવી રીતે બનાવવામાં આવી અને આ ઘટના પાછળ કોણ જવાબદાર છે.

મળતી જાણકારી મુજબ, મુંબઈના ભાંડુપ વિસ્તારમાં સ્થિત ડ્રીમ મોલમાં ગુરુવાર મોડી રાત્રે આગ લાગવાની સૂચના મળી. ત્યારબાદ આગ પર કાબૂ મેળવવા માટે 20થી વધારે ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી. ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ જાણવા મળ્યું કે મોલના ત્રીજા માળે એક હૉસ્પિટલમાં આગ લાગી છે. ફાયરબ્રિગેડના કર્મચારીઓએ ઘણી મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો. આ દરમિયાન હૉસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો, ALERT! ઊલટી, બેચેની અને પેટનો દુખાવો...કોરોનાના નવા સ્ટ્રેનના છે લક્ષણોફાયરબ્રિગેડના કર્મચારી એ વાત જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આગ કેવી રીતે લાગી. તેની સાથે જ હૉસ્પિટલની અંદર હજુ પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે કે બીજા કોઈ દર્દી ફસાયેલા તો નથી ને. ઘટના વિશે જાણકારી આપતા ડીસીપી પ્રશાંત કદમે જણાવ્યું કે ઘટનાની જાણકારી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલી બચાવ ટીમે લગભગ 90થી 95 ટકા દર્દીઓને બચાવી લીધી પરંતુ બે લોકોનાં મોત થયા છે. તેઓએ કહ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે.

આ પણ વાંચો, સાસુ બનીને પુત્રવધૂએ 16 વર્ષ સુધી લીધું પેન્શન, એક નાની ચૂકથી ખુલી ગઈ પોલ

ઘટના વિશે વાત કરતાં મુંબઈના મેયરે જણાવ્યું કે, મેં પહેલીવાર મોલની અંદર હૉસ્પિટલ જોઈ છે. બીએમસીએ તપાસના આદેશ આપી દીધા છે કે મોલની ઉપર હૉસ્પિટલ કેવી રીતે બની અને આ ઘટના પાછળ કોણ જવાબદાર છે. દોષિતોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
Published by: Mrunal Bhojak
First published: March 26, 2021, 7:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading