જામનગર બાદ દિલ્હીમાં પણ આવ્યો Omicronનો પહેલો કેસ, ટાન્ઝાનિયાની છે ટ્રાવેલ હિસ્ટ્રી

News18 Gujarati
Updated: December 5, 2021, 12:49 PM IST
જામનગર બાદ દિલ્હીમાં પણ આવ્યો Omicronનો પહેલો કેસ, ટાન્ઝાનિયાની છે ટ્રાવેલ હિસ્ટ્રી
પ્રતીકાત્મક તસવીર

first Omicron in Delhi: આ દર્દી ટાન્ઝાનિયાથી પરત ફર્યો હતો. હાલ તે એલએનજેપી હોસ્પિટલમાં દાખલ છે.

  • Share this:
નવી દિલ્હી: કોરોના વાયરસના નવા પ્રકાર Omicronએ દિલ્હીમાં દસ્તક આપી છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના જણાવ્યા અનુસાર, એલએનજેપી હોસ્પિટલમાં કોરોનાના નવા પ્રકારનો પહેલો કેસ સામે આવ્યો છે. આ દર્દી ટાન્ઝાનિયાથી પરત ફર્યો હતો. આ સાથે, તેમણે કહ્યું કે, અત્યાર સુધી કોરોના પોઝિટિવ મળી આવેલા તમામ 17 દર્દીઓ એલએનજેપી હોસ્પિટલમાં દાખલ છે, જેમાં તેમના સંપર્કમાં રહેલા 6 દર્દીઓનો સમાવેશ થાય છે.

છેલ્લો રિપોર્ટ સોમવારે આવશે

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, અત્યાર સુધીમાં 12 લોકોનો જીનોમ સિક્વન્સિંગ થયો છે, જેમાંથી 1 ઓમિક્રોનનો દર્દી હોવાનું જણાયુ છે. જોકે અંતિમ રિપોર્ટ આવતીકાલે એટલે કે સોમવારે આવશે. તેમણે એમ પણ કહ્યું, 'અમે કહી શકીએ કે દિલ્હીમાં આ પહેલો ઓમિક્રોન કેસ છે.

પહેલા બે કેસ કર્ણાટકમાં નોંધાયા હતા

ભારતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ 66 વર્ષીય દક્ષિણ આફ્રિકાના નાગરિકમાં જોવા મળ્યો હતો જેણે હવે ભારત છોડી દીધું છે. આ વ્યક્તિ 20 નવેમ્બરના રોજ બેંગલુરુ પહોંચ્યો હતો અને એરપોર્ટ પર તેની તપાસ કર્યા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી 23 નવેમ્બરે તેનું પરિણામ નેગેટિવ આવ્યું હતું.

આ પણ વાંચો - IIT કાનપુરનો ડરામણો રિપોર્ટ: જાન્યુઆરીમાં આવશે કોરોનાની ત્રીજી લહેર, ફેબ્રુઆરી સુધી થઇ શકે છે રોજના 1.5 લાખ દૈનિક કેસજોકે, આ દરમિયાન તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ મોકલવામાં આવ્યા હતા, પરંતુ રિપોર્ટ (ઓમિક્રોન પોઝિટિવ) આવે ત્યાં સુધીમાં તે દેશ છોડી ચૂક્યો હતો. તે જ સમયે, ઓમિક્રોનનો બીજો દર્દી પણ કર્ણાટકમાં મળી આવ્યો હતો. એક 46 વર્ષીય ડોક્ટર આ પ્રકારથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે, જેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

આ પણ વાંચો- Alert! UKથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં એક પ્રવાસી કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું

ગુજરાતના જામનગરમાં પણ એક કેસ છે

તે જ સમયે, દેશમાં ઓમિક્રોનનો ત્રીજો કેસ ઝિમ્બાબ્વેથી ગુજરાતના જામનગર પહોંચેલા 72 વર્ષીય વ્યક્તિમાં જોવા મળ્યો હતો. તે 28 નવેમ્બરે આવ્યો હતો અને 2 ડિસેમ્બરે ઓમિક્રોનનું સંક્રમણ થયુ હતુ. જ્યારે ચોથો કિસ્સો 33 વર્ષીય મરીન એન્જિનિયરમાં જોવા મળ્યો હતો. તે એપ્રિલથી જહાજ પર હતો, તેથી તેને રસી આપવામાં આવી નથી. કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ આ માહિતી આપી છે.
Published by: Kaushal Pancholi
First published: December 5, 2021, 12:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading