ભારતીય સેના ગમે ત્યારે ચીનની સીમામાં દાખલ થઇ શકે છે: ચીનના રિટાયર્ડ જનરલ

News18 Gujarati
Updated: September 28, 2020, 5:59 PM IST
ભારતીય સેના ગમે ત્યારે ચીનની સીમામાં દાખલ થઇ શકે છે: ચીનના રિટાયર્ડ જનરલ
ભારતીય સેના

ભારતએ એલએસીની નજીક પોતાના જવાનોની સંખ્યા ડબલ કરી છે, જે મામલે ચીનના જનરલે ચીની સેનાના ચેતવતા કહી આ મોટી વાત.

  • Share this:
ગત થોડા સમયથી ભારત અને ચીનની વચ્ચે સીમા વિવાદ (India China Border Dispute) સતત વધી રહ્યો છે. ગત દિવસોમાં લદાખમાં એલએસી પર ચીનને ધુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જેને ભારતીય સૈનિકો અટકાવી ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે. ચીન આ ઘટના પછી ચિડાયેલું છે. અને તે ભારતીય સૈનિકોને ઉકસાવવા માટે નિવેદન અને ફાયરિંગ જેવી ઘટનાઓ કરતું રહે છે.

એક નિવેદનમાં પીપુલ્સ લિબ્રેશન આર્મીને સચેત કરતા ચીનના એક રિટાયર્ડ જનરલ વાંગ હોંગગુઆંગે પણ કહ્યું છે કે ભારતીય સેનાને લઇને એલર્ટ રહેવું જરૂરી છએ. સાઉથ ચાઇનની મોર્નિંગ પોસ્ટમાં પ્રકાશિત આ લેખમાં રિટાયર્ડ જનરલે લખ્યું છે કે ચીન બોર્ડર પર એક લાખ ભારતીય સૈનિકો તેનાત છે. અને ચીને હુમલા માટે તૈયાર રહેવું જોઇએ. ભારત ક્યારેય પણ ચીન પર હુમલો કરી શકે છે. જનરલે તે પણ કહ્યું કે ભારતીય સૈનિકો ક્યારેય પણ થોડાક જ કલાકોમાં ચીનની સીમામાં પ્રવેશ કરી શકે છે.

રિયાર્યર્ડ જનરલ વાંગ હોંગગુઆંગે આ લેખ લી જિયાન પોસ્ટ કર્યો હતો. લી જિયાન રક્ષા મામલાથી જોડાયેલી ખબરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા રહે છે. હોંગગુઆંગે દાવો કર્યો છે કે ભારતની તરફથી પૂર્વ લદાખમાં તૈનાત સૈનિકોની સંખ્યા બેગણી કરી લીધી છે. હોંગગુઆંગ લખ્યું કે ભારતને એલએસીની રક્ષા માટે હવે 50,000 સૈનિકોની જરૂરિયાત છે. પણ શિયાળાને જોતા તેણે પોતાની સંખ્યા ઓછી કરવાના બદલે ડબલ કરી લીધી છે.

તેમણે કહ્યું કે આ સ્થિતિમાં ચીની મિલિટ્રી નવેમ્બર મધ્યથી હેલા સુરક્ષા ઓથી કરવાનું ના વિચારી શકે. વાંગે કહ્યું કે કોર કમાન્ડરની વાર્તા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે જે મુદ્દા પર સહમતિ થઇ હતી. તેને અમલમાં લાવવામાં આવે. અને આ સિવાય તે પણ નક્કી કરવામાં આવે કે લદાખમાં વધુ સેના મોકલવી કે કેમ?

વધુ વાંચો : 1 October 2020થી બદલાઇ જશે આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર કેટલી અસર કરશે

તેમણે આગળ લખ્યું કે ભારતમાં એલએસીની નજીક પોતાના જવાનોની સંખ્યા ડબલ કરી છે. આ તમામ ચીની સીમાથી બસ 50 કિલોમીટર દૂરી પર છે. તેવામાં થોડાક જ કલાકમાં તે ચીની સીમામાં દાખલ થઇ શકે છે.

હોંગગુઆંગ નાનજિયાન મિલિટ્રી રીજનના ડેપ્યુટી કમાન્ડર રહી ચૂક્યા છે. જો કે તેમણે એ નથી જણાવ્યું કે ભારતીય સૈનિકોની સંખ્યા વધી છે તેની જાણકારી તેમની પાસે કેવી રીતે આવી? તેમણે કહ્યું કે તાઇવાન સ્ટ્રેટમાં સંધર્ષનો ખતરો ખૂબ જ વધી ગયો છે. અને આવનારા દિવસોમાં અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ભારતને કંઇક મોટું કરવાનો અવસર મળી શકે છે.
Published by: Chaitali Shukla
First published: September 28, 2020, 5:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading