મધ્ય પ્રદેશમાં બન્યો દેશનો સૌથી માટો બોમ્બ, એક ઝાટકે ઉડાવી શકે છે પાકિસ્તાન-ચીનનો કોઈપણ ભાગ, જાણો વિગતો


Updated: April 2, 2022, 8:43 PM IST
મધ્ય પ્રદેશમાં બન્યો દેશનો સૌથી માટો બોમ્બ, એક ઝાટકે ઉડાવી શકે છે પાકિસ્તાન-ચીનનો કોઈપણ ભાગ, જાણો વિગતો
500 કિલો ગ્રામ વજનના આ બોમ્બની લંબાઈ 1.9 મીટર છે

General Purpose Bomb : 500 KG GP બોમ્બ અત્યંત ફાયરપાવર અને નવી ટેકનોલોજીથી સજ્જ છે

  • Share this:
જબલપુર : મધ્યપ્રદેશે (madhya pradesh)દેશની સેનાની તાકાત વધારી છે. અહીં બનેલા 500 કિલોના જીપી (General Purpose Bomb) બોમ્બથી સેના વધુ મજબૂત બની છે. આ બોમ્બ (Bomb)મ્યુઝન ઈન્ડિયા લિમિટેડના એકમ ઓર્ડનન્સ ફેક્ટરી ખમરિયા દ્વારા બનાવવામાં આવ્યા છે. આ બોમ્બ એટલા ખતરનાક છે કે તે એક જ ઝાટકે પાકિસ્તાન અને ચીનના સૌથી મોટા બંકર અને કોઈપણ ભાગને નષ્ટ કરી શકે છે. શુક્રવારે એરફોર્સની ટીમ આ 48 બોમ્બ સાથે લઈને ડેપો માટે રવાના થઈ હતી.

DGAQAના કમાન્ડિંગ ઓફિસર અને ઓર્ડનન્સ ફેક્ટરીના અધિકારીઓની હાજરીમાં આ કન્સાઈનમેન્ટ રવાના કરવામાં આવ્યું હતું. અત્યંત ઘાતક મારક ક્ષમતાથી સજ્જ આ બોમ્બમાં 21000 છરા છે. તે કોઈપણ દુશ્મનની ઉપર ઘાતક વાર કરવા સક્ષમ છે. ઓર્ડનન્સ ફેક્ટરી ખમરિયામાં લાંબી પ્રક્રિયા પછી તેને બનાવી શકાયો છે. બનાવ્યા બાદ તેમની ગુણવત્તાની ચકાસણી પણ કરવામાં આવી હતી.

વાયુ સેના માટે છે અતિ મહત્વનો પ્રોજેક્ટ

ખાસ વાત એ છે કે આ બોમ્બની ડિઝાઈનથી લઈને નિર્માણ સુધીનું કામ આ ઓર્ડનન્સ ફેક્ટરી ખમરિયામાં કરવામાં આવ્યું છે. ઓર્ડનન્સ ફેક્ટરીના જનરલ મેનેજર એસકે સિંહાએ જણાવ્યું કે, 500 કિલોગ્રામ જીપી બોમ્બનું ઉત્પાદન એક જબરદસ્ત અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. તેનાથી વાયુસેનાની તાકાતમાં વધુ વધારો થશે. કહેવાય છે કે આ ભારતનો સૌથી મોટો બોમ્બ છે. તેનું વજન 500 કિગ્રા છે, તેમજ તેની લંબાઈ 1.9 મીટર છે. આ બોમ્બનો ઉપયોગ સુખોઈ SU-30 MKI અને જગુઆર પર થઈ શકે છે. તેને જબલપુરમાં ઓર્ડનન્સ ફેક્ટરીના F-6 સેક્શનમાં બનાવવામાં આવેલ છે.

આ પણ વાંચો - IT સેક્ટરની દિગ્ગજ કંપની ઇન્ફોસિસ રશિયામાં પોતાની બધી ઓફિસ બંધ કરશે : રિપોર્ટ

અમારી માટે એક મોટી ઉપલબ્ધિ - સિન્હાઆ બોમ્બના કન્સાઈનમેન્ટને જનરલ મેનેજર એસકે સિંહાએ લીલી ઝંડી બતાવી હતી. તેમણે કહ્યું કે ઓર્ડનન્સ ફેક્ટરી ખમરિયાના કર્મચારીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આપણા બધા માટે આ એક મોટી ઉપલબ્ધિ છે.

જી પી 500 KG GP બોમ્બની છે આ ખાસિયત

- એટેકિંગ પોઈન્ટના 100 મીટરની અંદર કોઈપણ દુશ્મન અથવા હથિયાર તેની સામે ટકી શકે નહીં
- 500 KG GP બોમ્બ અત્યંત ફાયરપાવર અને નવી ટેકનોલોજીથી સજ્જ છે
- એક બોમ્બમાં 15 મી.મી. ના 21000 શેલ સ્ટીલના બનેલા હશે
- વિસ્ફોટ પછી, દરેક શેલ 50-100 મીટર સુધી ટાર્ગેટ કરશે.
- એક ગોળો 12 મીમી સ્ટીલ પ્લેટને ભેદી શકે છે.
- 500 કિલો ગ્રામ વજનના આ બોમ્બની લંબાઈ 1.9 મીટર છે.
- આને જેગુઆર અને સુખોઈ-30 પર અપલોડ કરી શકાશે.
First published: April 2, 2022, 8:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading