શિક્ષકે વિદ્યાર્થીને ક્લાસમાં ખખડાવ્યો, વિદ્યાર્થીએ સ્કૂલ બહાર શિક્ષકને ગોળી મારી દીધી, ઘટના CCTVમાં કેદ

News18 Gujarati
Updated: March 7, 2021, 6:17 PM IST
શિક્ષકે વિદ્યાર્થીને ક્લાસમાં ખખડાવ્યો, વિદ્યાર્થીએ સ્કૂલ બહાર શિક્ષકને ગોળી મારી દીધી, ઘટના CCTVમાં કેદ
પોલીસના મતે ગાડીનો કાચ પણ તૂટ્યો નથી ન તો આજુબાજુમાં લોહીના નિશાન મળી આવ્યા છતાં ગોળી છૂટી અને તે વરરાજાને કેવી રીતે લાગી તે તપાસનો વિષય છે. પોલીસને પ્રેમ પ્રકરણની પણ આશંકા છે સાથે લગ્ન પ્રસંગે થતા ફાયરિંગની પણ આશંકા છે. હાલ તો એક લગ્નપ્રસંગમાં આ ગોળીકાંડના કારણે માતમ છવાયો છે. પ્રતિકાત્મક તસવીર

પોલીસે સીસીટીવીના આધારે આ કેસની તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થી અને તેના સાથીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો.

  • Share this:
ગાઝિયાબાદ : ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક મોટો સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક વિદ્યાર્થીએ તેના જ શિક્ષકને ગોળી મારી દીધી છે. આ ઘટનામાં શિક્ષકનો જીવ તો બચી ગયો હતો, પરંતુ તે ઈજાગ્રસ્ત થયા છે. હાલતમાં શિક્ષકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં સનસનાટી ફેલાઇ ગઈ છે. આ સાથે જ પીડિત શિક્ષકની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, મામલો ગાઝિયાબાદના મુરાદનગરનો છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે, 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ તેના શિક્ષકની ફટકારથી નારાજ થઈ ત્રણ સાથીદારો સાથે આ ઘટનાને અંજામ આપ્યો છે. તેણે શિક્ષક ઉપર શાળાની બહાર બંદૂકથી ફાયરિંગ કર્યું હતું. જોકે, ગોળી શિક્ષકની છાતીને અડીને નીકળી ગઈ. આ ઘટનામાં ગોળી ઘસડાઈને નીકળતા શિક્ષકને ઈજા થઈ છે. ત્યારબાદ હવામાં ફાયરીંગ કરી વિદ્યાર્થી ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવીના આધારે આ કેસની તપાસ શરૂ કરી છે. જોકે, વિદ્યાર્થીઓ સગીર હોવાથી સીસીટીવી જાહેર કરી શકાય તેમ નથી.

આ પણ વાંચોમોરબી : પત્નીએ પ્રેમી સાથે મળી ફિલ્મી ઢબે પતિની કરી હત્યા, કેવી રીતે થયો પર્દાફાશ?

વિગતે ઘટનાની વાત કરીએ તો, શિક્ષકનું નામ સચિન ત્યાગી રાધેશ્યામ છે. તે સરસ્વતી વિહાર કોલોની પાસે આવેલી કૃષ્ણ વિદ્યા નિકેતન સ્કૂલમાં કોમર્સ શીખવે છે. શનિવારે બપોરે લગભગ 1:25 કલાકે, શાળા છોડ્યા બાદ સચિન ત્યાગી બાઇક દ્વારા તેમના ઘરે જઇ રહ્યા હતા. તે સમયે શાળાની બહાર નીકળતાંની સાથે જ સ્કૂટી ઉપર સવાર ચાર યુવકો આંતરી લીધા અને સચિન ત્યાગી પર ગોળી વરસાવી દીધી હતી. ગોળી ચલાવતાની સાથે જ નાસભાગ મચી ગઈ હતી.

આ પણ વાંચો - સુરત : પિતાની નજર સામે કાકાએ ભત્રીજાની તલવારથી પતાવી દીધો, કેમ કર્યું મર્ડર? કર્યો ખુલાસો

આ મામલે શિક્ષક સચિન ત્યાગીએ જણાવ્યું હતું કે, ધોરણ 12ના વર્ગનો વિદ્યાર્થી બપોરે 12: 15 વાગ્યે ક્લાસમાં અન્ય બાળકો સાથે વાતો અને મસ્તી કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં તેમણે તેને ઠપકો આપ્યો હતો. ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીએ તેના ત્રણ સાથીઓ સાથે મળી ફાયરિંગ કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીએ શિક્ષકને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. વિદ્યાર્થીએ ક્લાસમાં જ શિભકને બહાર આવો પછી જોઈ લઈશ તેવી ધમકી પમ આપી હતી.પોલીસના જણાવ્યા મુજબ, ત્રણેય આરોપીઓ એક જ ગામના છે. કસ્ટડીમાં તેમના પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગ્રામ્ય એસપી ડો. ઇરાજ રાજાએ જણાવ્યું છે કે, શિક્ષકની ફરિયાદ પર વિદ્યાર્થી અને તેના સાથીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે.
Published by: kiran mehta
First published: March 7, 2021, 6:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading