ગળે ફાંસો ખાઇ પ્રેમી યુગલે કરી આત્મહત્યા, બંનેનો ભાઇ-બહેનનો હતો સંબંધ

News18 Gujarati
Updated: September 19, 2021, 12:11 AM IST
ગળે ફાંસો ખાઇ પ્રેમી યુગલે કરી આત્મહત્યા, બંનેનો ભાઇ-બહેનનો હતો સંબંધ
ઘટનાની જાણ થતા પોલીસ સ્ટેશનનો (Police)સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને લાશને ઝાડ પરથી નીચે ઉતારી હતી

Suicide news- યુવક અને યુવતીના આત્મહત્યાના સમાચાર સાંભળી બંને પરિવારના લોકો આઘાતમાં

  • Share this:
પાલી, રાજસ્થાન : પાલી (Pali) જિલ્લાના સાંડેરાવ થાના ક્ષેત્રના સિંદરુ બંધ પાસે ખેતરમાં શનિવારે બપોરે એક ઝાડ પર યુવક અને યુવતીની લાશ લટકતી (Suicide)જોવા મળી હતી. ઘટનાની જાણ થતા સાંડેરાવ પોલીસ સ્ટેશનનો (Police)સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને લાશને ઝાડ પરથી નીચે ઉતારી હતી. બંને એક જ ગામના રહેવાસી હતા. આ ઘટનાને કારણે ગામમાં હડકંપ મચી ગયો છે.

બતાવવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે ભાઇ-બહેનનો સંબંધ હતો અને બંને વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું. એક જ ગોત્રના હોવાના કારણે બંનેના લગ્ન સંભવ ન હતા. જેથી બંનેએ ઝાડ પર ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. સાંડેરાવ સ્ટેશનના પ્રભારી સરજીલ મલિકે જણાવ્યું કે યુવક અને યુવતી બંને શુક્રવારે સાંજે ચાર વાગ્યાથી ગાયબ હતા.

યુવક અને યુવતીએ શુક્રવારે ગણપતિ વિસર્જન દરમિયાન ઘણો ડાન્સ કર્યો હતો. યુવક અને યુવતીના આત્મહત્યાના સમાચાર સાંભળી બંને પરિવારના લોકો આઘાતમાં છે. તેમને વિશ્વાસ થઇ રહ્યો નથી કે બંને આ પ્રકારનું પગલું ભરશે.

આ પણ વાંચો - સુરત : હળાહળ કળિયુગ, પ્રેમીને પામવા યુવતીએ માતા-પિતા અને બે ભાઇઓને ઝેર ખવડાવ્યું

મૃતકોના પરિવારજનોએ કહ્યું કે મોડી રાત સુધી બંને ઘરે ના પહોંચ્યા તો પરિવારજનોએ સાંડેરાવ પોલીસ સ્ટેશનમાં સૂચના આપી હતી. આ પછી બંનેની લાશ ઝાડ પરથી મળી આવી હતી.

કાર પૂલ પરથી નીચે ખાબકી, 5 લોકોના મોતરાજસ્થાનના (Rajasthan)માં અન્ય દુર્ઘટનાની વાત કરવામાં આવે તો સીકર (Sikar)જિલ્લામાં શનિવારે રાત્રે એક અકસ્માતની (Accident)ઘટના સામે આવી છે. જાણકારી પ્રમાણે સીકરના રીંગસ ક્ષેત્રમાં એનએચ 52 પર ઠિકરિયા પાસે એક કાર અનિયંત્રિત થઇને પૂલની નીચે પડી હતી. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે. એક યુવક ગંભીર રુપથી ઇજાગ્રસ્ત છે જેને સારવાર માટે જયપુર રીફેર કરવામાં આવ્યો છે.
Published by: Ashish Goyal
First published: September 19, 2021, 12:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading