ગજબ! જીવ જોખમમાં આવી ગયો તો, 12 ફૂટના મગર સાથે ભીડાઈ ગઈ યુવતી, મુક્કા મારી-મારી ભગાડ્યો

News18 Gujarati
Updated: August 1, 2021, 4:24 PM IST
ગજબ! જીવ જોખમમાં આવી ગયો તો, 12 ફૂટના મગર સાથે ભીડાઈ ગઈ યુવતી, મુક્કા મારી-મારી ભગાડ્યો
મગર સાથે ફાઈટ કરી પોતાનો જીવ બચાવ્યો

જ્યારે કિયાના અહીંના મેરિયોટ રિસોર્ટમાં રોકાઈ હતી, ત્યારે તે સરોવરમાં તરવા ગઈ હતી, ત્યારે તેને 12 ફૂટ લાંબા મગરનો સામનો કરવો પડ્યો

  • Share this:
કોઈ તળાવ અથવા દરિયામાં તનાહ્વાની મજા લેતા સમયે કોઈ ખતરનાક પ્રાણીનો અચાનક સામનો થઈ જાય તો, પહેલા તમારા હાથ અને પગ સુન્ન થઈ જશે. જો કે, જ્યારે મેક્સિકો (Mexico) માં એક છોકરી (Kiana Hummel ) સાથે આવું થયું, ત્યારે દુનિયા હવે તેણે બતાવેલી બહાદુરી (Girl Fights Off Crocodile) ની પ્રશંસા કરી રહી છે.

આ ઘટના કિયાના હમેલ (Kiana Hummel ) સાથે બની હતી જ્યારે તે તેના પરિવાર સાથે મેક્સિકોના Puerto Vallerta ગઈ હતી. જ્યારે કિયાના અહીંના મેરિયોટ રિસોર્ટમાં રોકાઈ હતી, ત્યારે તે સરોવરમાં તરવા ગઈ હતી, ત્યારે તેને 12 ફૂટ લાંબા મગરનો સામનો કરવો પડ્યો હતો. આવા સમયે આ 18 વર્ષની છોકરીએ બતાવેલી હિંમત પ્રશંસનીય હતી.

આ પણ વાંચોકબજિયાતથી બચવા માટે એક વ્યક્તિએ ગુદામાર્ગમાં 8 ઇંચની જીવતી ઈલ નાખી દીધી, પછી જે થયું

છોકરી મગર સાથે ભીજાઈ ગઈ હતી

કિયાના સાંજે સરોવરમાં તરી રહી હતી. તે દરમિયાન અચાનક કોઈએ તેનો પગ પકડીને નીચે ખેંચવાનું શરૂ કર્યું. જ્યારે મગરના દાંત તેના પગ કાપવા લાગ્યા ત્યારે કિયાનાએ પીડાથી બૂમો પાડી. તેણે મદદ માટે બૂમ પાડી. ઓનલાઈન સાઇટ મિરર મુજબ, મદદની રાહ જોવાની જગ્યાએ, કિયાનાએ મગરનો સામનો પોતે કરવાનું શરૂ કરી દીધુ. તેણે સતત મગરના મોં પર મુક્કા મારવાનું ચાલુ રાખ્યું, ત્યારબાદ મગરે તેને છોડી દીધી. પરંતુ આ મુશ્કેલીનો અંત નહોતો. મગરે ફરી એકવાર છોકરી પર હુમલો કર્યો અને તેના ડાબા પગની એડી મોમાં ખેંચી લીધી.

આ પણ વાંચોરાત્રે સેક્સ માટે પતિને જગાડવાની લાહ્યમાં પડી મહિલા, થઈ ગઈ લકવાગ્રસ્ત આખરે જીવ બચી ગયો

સારી વાત એ હતી કે, જ્યારે આ બધું કિયાના સાથે થઈ રહ્યું હતું, ત્યારે જ કેટલાક લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે કેલિફોર્નિયાના રહેવાસી કિયાનાને જોઈ અને મહામહેનતે તેને મગરના હુમલામાંથી છોડાવી. અત્યંત થાકેલી અને ગભરાયેલી, કિયાનાને લગભગ 40 મિનિટ પછી હોસ્પિટલમાં લઈ જઈ શકાઈ, જ્યાં તેની સારવાર શરૂ થઈ ગઈ છે. તેના સ્નાયુઓ અને માંસપેશીઓ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ છે, જ્યારે હાડકાની ઈજા થવાના કારણે તે ચાલી શકતી નથી. હવે કિયાના તેની સારવાર માટે ઓનલાઈન પૈસા જમા કરી રહી છે, કારણ કે તેનો ખર્ચ લાખોમાં છે.
Published by: kiran mehta
First published: August 1, 2021, 4:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading