ગર્લ્સ ફાઇટ: ત્રણ યુવતીઓએ મળીને મહિલાને ઢોર માર માર્યો અને લોકો જોતાં રહ્યા, Video થયો વાયરલ
Updated: November 8, 2022, 10:07 AM IST
ગર્લ્સ ફાઇટ: યુવતીઓ વચ્ચે બોલી ધબધબાટી
Indore Viral Video: મધ્ય પ્રદેશનાં ઈન્દોરમાં 25 વર્ષીય મહિલાને માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ ત્રણ મહિલાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ઇન્દોર: મધ્યપ્રદેશના ઇન્દોરમાં 4 નવેમ્બરે મોડી રાત્રે 1 વાગ્યે 25 વર્ષીય મહિલાને ત્રણ મહિલાઓએ લાત-મુક્કાનો માર મારવામાં આવ્યો હતો. જેનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયુવેગે પ્રસર્યો હતો. આ અંગે પોલીસે સોમવારે જણાવ્યું હતું કે, 25 વર્ષીય મહિલાને માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ ત્રણ મહિલાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
MIG પોલીસ સ્ટેશનના પ્રભારી અજય વર્માએ જણાવ્યું હતું કે, કથિત ઘટના 4 નવેમ્બરના રોજ સવારે 1 વાગ્યાની આસપાસ શહેરના એલઆઈજી ઈન્ટરસેક્શન પર એક ભોજનશાળાની સામે બની હતી.
તેમણે માહિતી આપી કે, જંતુનાશક દુકાનની કર્મચારી પ્રિયા વર્માને અચાનક ઝઘડો થતાં 18થી 22 વર્ષની વયની મહિલાઓના ટોળાએ તેને ગડદાપાટુંનો માર માર્યો હતો.
જે વિસ્તારમાં આ ઘટના બની હતી ત્યાં વ્યાપારીઓની દુકાનો છે, જેને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા 24/7 કલાક ચલાવવાની મંજૂરી આપવામાં આવે છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ત્રણ આરોપી મહિલાઓએ પીડિતાને લાત મારી અને મુક્કો માર્યો અને તેના પર બેલ્ટ વડે હુમલો કર્યો હતો. તેઓએ તેણીનો મોબાઈલ ફોન પણ રસ્તા પર ફોડીને તોડી નાંખ્યો હતો.
કાર્યવાહી અંતર્ગત આ ત્રણ મહિલા આરોપીઓને સોમવારે પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી અને તેમને ભવિષ્યમાં આવા હુમલામાં સામેલ ન થવાની ચેતવણી આપવામાં આવી હતી.
આ પણ વાંચો: સેક્સ ચેન્જ કરાવી શિક્ષિકા પુરુષ બની, વિદ્યાર્થિની સાથે થયો પ્રેમ, લગ્ન કરીને કહ્યું- હું અંદરથી છોકરો છું
અધિકારીએ જણાવ્યું હતું કે, કોઈ ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ કલમ 294 (અશ્લીલ કૃત્ય), 323 (સ્વૈચ્છિક રીતે ઇજા પહોંચાડવી), 506 (ધમકાવવી) અને ભારતીય દંડ સંહિતાની અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ આરોપીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.
ઘટનાના વાયરલ થયેલા વિડીયોમાં તમે ચાર મહિલાઓ પીડિતા પર હુમલો કરતી જોઈ શકાય છે. પરંતુ, અધિકારીએ જણાવ્યું કે, ફરિયાદીએ એફઆઈઆરમાં માત્ર ત્રણ મહિલાઓના નામ આપ્યા છે અને આ અંગે વિગતવાર તપાસ ચાલી રહી છે.
Published by:
Mayur Solanki
First published:
November 8, 2022, 9:43 AM IST