UPના સાઇબર ઠગના ઘરે ગુજરાત પોલીસનો દરોડો, 37 લાખ રોકડા અને ઘરેણાં જપ્ત

News18 Gujarati
Updated: February 16, 2020, 8:53 AM IST
UPના સાઇબર ઠગના ઘરે ગુજરાત પોલીસનો દરોડો, 37 લાખ રોકડા અને ઘરેણાં જપ્ત
મેંગલોરના ડેરલાકટ્ટા ગામમાંથી જ્યારે પોલીસ તેને પકડ્યો તો તે તેની ત્રીજી પત્ની સાથે હતો. દોષી કબલ્યૂ પણ ખરું કે 32 જેટલી યુવતીઓનો રેપ કરી તેમની મારી છે. જો કે પાછળથી તે પોતાની વાતની ફરી ગયો. અને તપાસમાં 20 યુવતીની હત્યા અને રેપની જાણકારી અને યોગ્ય પુરાવા મળ્યા. વળી પોલીસને તેના ઘરેથી નકલી ઓળખ પત્ર, સરકારી સ્કૂલની સીલ, અલગ અલગ નામના વિજિટિંગ કાર્ડ, સોનાના દાગીના અને અનેક મોબાઇલ મળ્યા. સાથે એક ડાયરી પણ હતી. જેમાં વિગતનાર તમામ નામો, કેવી રીતે શિકાર બનાવ્યા, કોણ તેની જાળમાં ફસાઇ કોણ નહીં તેની વિગતવાર ડિટેલ હતી.

ગુજરાત પોલીસને 10 કલાક ચાલેલી તલાશીમાં રોકડ, ઘરેણાં ઉપરાંત 19 બેંક પાસબુક, 48 સિમકાર્ડ, 10 મોબાઇલ મળી આવ્યા

  • Share this:
મનોજ ઓઝા, મહોબા : ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં ગુજરાત પોલીસ (Gujarat Police)ની સાઇબર ક્રાઇમ (Cyber Crime) ટીમે સ્થાનિક પોલીસની મદદથી સાઇબર ઠગના ઘરે દરોડો પાડ્યો. સંયુક્ત દરોડામાં સાઇબર ઠગના ઘરેથી પોલીસને 37 લાખ રોકડા, સોના-ચાંદીના આભૂષણ, 19 બેંક પાસબુક, 48 સિમકાર્ડ, 10 મોબાઇલ ફોન સહિત એક બુલેટ મોટર સાઇકલ જપ્ત કર્યા છે. મહોબા શહેરમાં રાજૂસિંહ અને સાગરસિંહના મકાનમાં ભારે પોલીસ દળની સાથે દરોડો પાડવામાં આવ્યો હતો. લગભગ 10 કલાકની તલાશી દરમિયાન પોલીસે 37 લાખ રૂપિયા રોકડા, 19 પાસબુબ, 10 મોબાઇલ ફોન, 48 સિમકાર્ડ સહિત લાખો રૂપિયાના સોના-ચાંદીના આભૂષણ જપ્‍ત કર્યા છે.

કરોડો રૂપિયા ચાઉં કરી ચૂક્યો છે સાઇબર ઠગ

ગુજરાત સાઇબર ક્રાઇમ બ્રાન્ચના એસીપીએ જણાવ્યું કે મહોબામાં રહેતો રાજૂસિંહ, તેનો ભાઈ સાગરસિંહ પોતાના એક સાથી આરિફની સાથે મળી અનેક દિવસોથી સાઇબર ક્રાઇમની ઘટનાઓને અંજામ આપી રહ્યા હતા. આ તમામ ગુજરાતમાં પેટ્રોલ અપાવવાના નામે લોકો સાથે લાખો રુપિયાની ઠગાઈ કરી કરોડો રૂપિયા ચાઉં કરી લીધા છે. ગુજરાત પોલીસની સાઇબર ક્રાઇમ ટીમ ઘણો દિવસોથી આ આરોપીઓની શોધખોળમાં લાગેલી હતી.

ગુજરાત પોલીસને આવી રીતે મળ્યું પગેરું

મહોબામાં સાઇબર ક્રાઇમને મોટેપાયે અંજામ આપનારા ચાલાક ઠગોએ પોતે પકડાઈ જાય તે પહેલાં એક રાજ મિસ્ત્રી અવધેશને મજૂરીના બદલે પોતાનું લેપટોપ આપી દીધું. ત્યારે સ્થાયી સ્થળે લેપટોપ રાખેલું હોવાથી પોલીસે દરોડો પાડી રાજ મિસ્ત્રી અવધશે અહિરવારના ઘરેથી લેપટોપ જપ્ત કરતાં મામલાનો ખુલાસો થયો. અચાનક પોલીસના દરોડાથી અવધેશના પરિજનો પરેશાન થઈ ગયા પરંતુ થોડાક કલાકોની પૂછપરછ બાદ તેને છોડી દેવામાં આવ્યો. ત્યારબાદ મુખ્ય આરોપી સાગરસિંહ, રાજૂસિંહ અને આરિફની શોધખોળ શરૂ કરી દીધી છે.

જોકે, દરોડા દરમિયાન આરોપી રાજૂસિંહ, સાગરસિંહ અને આરિફ પોલીસના હાથે નહોતા લાગ્યા. હાલ પોલીસ તેમની ધરપકડ કરવાના પ્રયાસમાં લાગી છે.આ પણ વાંચો, ગર્લફ્રેન્ડ સાથે વેલેન્ટાઇન ઉજવી રહેલા પતિને પત્નીએ રંગે હાથે ઝડપ્યો, પછી જાહેરમાં થઈ જોવા જેવી
Published by: Mrunal Bhojak
First published: February 16, 2020, 8:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading