હેવાનિયતની હદ પાર: Corona સંક્રમિત મહિલા દર્દી સાથે વોર્ડ બોયે રેપનો કર્યો પ્રયાસ

News18 Gujarati
Updated: April 18, 2021, 8:22 PM IST
હેવાનિયતની હદ પાર: Corona સંક્રમિત મહિલા દર્દી સાથે વોર્ડ બોયે રેપનો કર્યો પ્રયાસ
પ્રતિકાત્મક તસવીર

મહિલાની તબિયત લથડતાં શનિવારે સવારે ઓક્સિજન પર લેવામાં આવી હતી. મોડીરાત્રે કોરોના સંક્રમિત મહિલા દર્દીની છેડતી અને બળાત્કારનો પ્રયાસ કર્યો

  • Share this:
ગ્વાલિયર : મધ્યપ્રદેશના ગ્વાલિયર (Gwalior)માં માનવતાને શરમ જનક સ્થિતિમાં મુકે તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં, કોવિડ હોસ્પિટલ(Covid Hospital)માં ફેરવવામાં આવેલી એક હોટલમાં દાખલ કોરોના સંક્રમિત મહિલા સાથે વોર્ડ બોયે બળાત્કાર (Rape Attempt) કરવાનો પ્રયાસ કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિવેક લોધી નામના એક વોર્ડ બોયએ રૂમની લાલચ આપી ચેકઅપના નામે કોરોના પોઝિટિવ મહિલા પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. શનિવારે રાત્રે 11:30 થી 12 વાગ્યાની વચ્ચે આ ઘટના બની હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલાની તબિયત લથડતાં શનિવારે સવારે ઓક્સિજન પર લેવામાં આવી હતી. ઘટનાની રાત્રે 11 વાગ્યે વોર્ડ બોય વિવેક લોધી મહિલાના રૂમમાં પહોંચ્યો હતો. તેણે તેમને પૂછ્યું કે તે કેવું લાગે છે, પછી મહિલાએ કહ્યું કે હજુ ઠીક નથી લાગી રહ્યું. આના પર વોર્ડ બોયે મહિલાની છાતી પર હાથ મૂક્યો અને તે જ સમયે ગંદા ઇરાદાઓથી શરીરને સ્પર્શ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં, મહિલાને લાગ્યું કે, આ એક તપાસ હશે જે કોવિડ દર્દીઓને કરવાની હશે, પરંતુ જ્યારે વોર્ડ બોયે અલગ-અલગ બાબતો શરૂ કરવાનું કર્યું, ત્યારે તેણે તેમને ના પાડી અને આરોપી ઓરડામાંથી બહાર નીકળી ગયો.

આ પણ વાંચોઅમદાવાદ અમરાઈવાડી હત્યા કેસ CCTV Video : કેમ અને કોણે ચંદનને રહેંસી નાખ્યો? થયો ખુલાસો, 4ની ધરપકડ

આના થોડા સમય બાદ રાત્રે લગભગ 12 વાગ્યે આરોપી વોર્ડ બોય વિવેક લોધી ફરી મહિલા દર્દીના રૂમમાં આવ્યો હતો અને અંદરથી રૂમ બંધ કરી દીધો. તેણે મહિલાને પૂછ્યું કે, કેવું લાગી રહ્યું છે. ત્યારે મહિલાએ કહ્યું ઠીક છે. પણ તમે અહીંથી જાઓ, પરંતુ આરોપીએ કહ્યું કે, હાર્ટ બીટ તો નથી વધીને. આટલું કહીને તેણે મહિલા સાથે છેડતી કરવાનું શરૂ કરી દીધું હતું અને જબરદસ્તી કરવા લાગ્યો. તેની નિયત જાણીને પીડિતાએ બુમો પાડવાનું શરૂ કર્યું તો આરોપી ત્યાંથી ભાગી ગયો.

આ પણ વાંચો - ભાવનગર: ઘરમાં લૂંટ ચલાવી બાળકને મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો, નરાધમ ગામનો જ નીકળ્યો

ગ્વાલિયરના એએસપી હિતિકા વસલે જણાવ્યું કે, વોર્ડ બોય વિવેક લોધીએ મોડીરાત્રે કોરોના સંક્રમિત મહિલા દર્દીની છેડતી અને બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આરોપી સામે સંબંધિત કલમોમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Published by: kiran mehta
First published: April 18, 2021, 8:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading