Petrol-Diesel Price: સંસદમાં હરદીપ સિંહ પુરીએ કહ્યું- અમેરિકામાં 50 ટકા મોંઘું થયું પેટ્રોલ, ભારતમાં ફક્ત 5%

News18 Gujarati
Updated: March 14, 2022, 3:20 PM IST
Petrol-Diesel Price: સંસદમાં હરદીપ સિંહ પુરીએ કહ્યું- અમેરિકામાં 50 ટકા મોંઘું થયું પેટ્રોલ, ભારતમાં ફક્ત 5%
પેટ્રોલ-ડીઝલને કિંમતને લઇને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ (Hardeep Singh Puri)સોમવારે સંસદમાં નિવેદન આપ્યું

ukraine russia war- કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં કહ્યું કે મારી પાસે યૂએસએ, કેનેડા, જર્મની, યૂકે, ફ્રાન્સ, સ્પેન, શ્રીલંકા અને ભારતના તુલનાત્મક ડેટા છે

  • Share this:
નવી દિલ્હી : રશિયા અને યુક્રેનના યુદ્ધના (ukraine russia war)કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો પર ઉતાર-ચડાવ યથાવત્ છે. જોકે તેની અસર ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો (Petrol-Diesel Price) પર પડી નથી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી શકે છે. જોકે વધારો થયો નથી. પેટ્રોલ-ડીઝલને કિંમતને લઇને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ (Hardeep Singh Puri)સોમવારે સંસદમાં નિવેદન આપ્યું છે.

અમેરિકામાં તો 50% મોંઘું થયું પેટ્રોલ, ભારતમાં ફક્ત 5 ટકા

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં કહ્યું કે મારી પાસે યૂએસએ, કેનેડા, જર્મની, યૂકે, ફ્રાન્સ, સ્પેન, શ્રીલંકા અને ભારતના તુલનાત્મક ડેટા છે. આ બધા દેશોમાં પ્રતિનિધિ ગાળા દરમિયાન પેટ્રોલની કિંમતમાં 50%, 55%, 58%, 55% ની વૃદ્ધિ થઇ છે. ભારતમાં આ ફક્ત 5 % વધ્યું છે.

આ પણ વાંચો - મહામારીમાં પણ ભારતીયોએ ખરીદ્યું ઘણું સોનું, ખર્ચ કરી નાખ્યા અબજો ડોલર

તેમણે કહ્યું કે જ્યારે આપણે જોયું કે ગ્રાહકોને રાહત પ્રદાન કરવાની જરૂરિયાત છો પીએમએ 5 નવેમ્બર 2021ના રોજ કિંમતમાં ઘટાડો કર્યો હતો. અમે કેટલાક પગલાં ભર્યા છે અને વધારે પગલાં ભરવા માટે તૈયાર છીએ. 9 રાજ્યોએ આવું કર્યું નથી. ટેક્સેશન ફક્ત એક પહેલું છે. અમારે ગ્રાહકોને રાહત પ્રદાન કરવાની છે.


14 માર્ચના રોજ ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

- દિલ્હીમાં પેટ્રોલ 95.41 રૂપિયા અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈમાં પેટ્રોલ 109.98 રૂપિયા અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નઈમાં પેટ્રોલ 101.40 રૂપિયા અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતામાં પેટ્રોલ 104.67 રૂપિયા અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટર

આ પણ વાંચો - યૂપીમાં જીત પછી પીએમ મોદીને મળ્યા યોગી આદિત્યનાથ, નવી સરકાર પર થઇ ચર્ચા!

14 માર્ચે આ શહેરોમાં સસ્તું થયું પેટ્રોલ

- ગુરુગ્રામમાં પેટ્રોલ 95.90 રૂપિયા અને ડીઝલ 87.11 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે.
- લખનઉમાં પેટ્રોલ 95.27 રૂપિયા અને ડીઝલ 86.79 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે.
- જયપુરમાં પેટ્રોલ 107.11 રૂપિયા અને ડીઝલ 90.74 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે.
Published by: Ashish Goyal
First published: March 14, 2022, 3:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading