પિતાએ 3 સંતાનોને કેનાલમાં ફેંકી પોતે ખાધું ઝેર, બે બાળકોની લાશ મળી, એકની તલાશ ચાલુ

News18 Gujarati
Updated: April 19, 2021, 8:24 AM IST
પિતાએ 3 સંતાનોને કેનાલમાં ફેંકી પોતે ખાધું ઝેર, બે બાળકોની લાશ મળી, એકની તલાશ ચાલુ
પત્ની પર અફેરની શંકા હોવાથી પતિએ ભર્યું અંતિમ પગલું, 3 સંતાનોને કેનાલમાં ફેંકી પોતે ખાઈ લીધું ઝેર

પત્ની પર અફેરની શંકા હોવાથી પતિએ ભર્યું અંતિમ પગલું, 3 સંતાનોને કેનાલમાં ફેંકી પોતે ખાઈ લીધું ઝેર

  • Share this:
સુમિત કુમાર, પાણીપત. હરિયાણા (Haryana)ના પાણીપત જિલ્લા (Panipat District)માં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાએ પરિવારને જ ખતમ કરી દીધો. મામલો ગામના બિહોલી બ્લોક બાપૌલીના રહેવાસી અનિલના પરિવારનો છે. જ્યારે તેની પત્ની સાથે ઝઘડો થયા બાદ પોતાના ત્રણ બાળકોને લઈ ઘરેથી રવાના થયો. અનિલના ભાઈ મંજીતે જણાવ્યું કે અનિલને પોતાની પત્ની પર શક હતો. બંનેમાં ઝઘડા થતા રહેતા હતા જેનાથી પરેશાન થઈને ઘરેથી ત્રણેય બાળકોને લઈ રવાના થયો હતો. તેણે આત્મહત્યા કરતાં પહેલા ત્રણેય બાળકોને નહેરમાં ફેંકી દીધા અને બાદમાં આત્મહત્યા (Suicide) કરી દીધી હતી.

આત્મહત્યા બાદ ગોહાનાની પાસે પુલની નીચે લાશ મળી આવી હતી. બાળકોના કાકા મંજીતે જણાવ્યું કે મોબાઇલ લોકેશનના આધાર પર આશંકા ગઈ કે બાળકોને નહેરમાં ફેંકવામાં આવ્યા છે. જેને લઈને મોડી રાત્રે 8 વર્ષની દીકરી અંશુ અને 6 વર્ષના દીકરા વંશની લાશને કેનાલમાંથી શોધીને કાઢવામાં આવી. બંનેની લાશોને પાણીપતની જનરલ હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી. બીજી તરફ, હજુ ત્રણ વર્ષના યશની શોધખોળ ચાલી રહી છે.

આ પણ વાંચો, માનવતાની મહેકઃ ઉદયપુરમાં રોજો તોડીને આ શખ્સે બચાવ્યા કોરોના દર્દીઓના જીવ, જાણો સમગ્ર મામલો

ત્રીજા બાળકની શોધખોળ ચાલુ

તપાસ અધિકારી હરિનારાયણે જણાવ્યું કે બિહોલી નિવાસી અનિલ પોતાના ત્રણ બાળકોને સાથે લઈને ગયો હતો. જ્યાં ગોહાના પુલની નીચે ઇકો કારમાં તેની લાશ મળી હતી. તેણે ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી. મોબાઇલ લોકેશનના આધાર પર ત્રણ બાળકોને કેનાલમાં ફેંકવાની આશંકા થઈ રહી હતી. જેમાં બે બાળકોની લાશ મળી આવી હતી અને ત્રીજા બાળકની શોધખોળ ચાલી રહી છે.

આ પણ વાંચો, કર્ફ્યૂનું પાલન કરાવી રહેલી પોલીસ ટીમ પર હુમલો, સબ ઇન્સ્પેક્ટર ઘાયલ, મહિલાઓએ યૂનિફોર્મ ફાડ્યો

પત્ની અને સાળા પર કેસ નોંધાયો

નોંધનીય છે કે, આ મામલામાં અનિલની પત્ની તથા સાળા સામે કેસ નોંધવામાં આવ્યો છે. જોકે તેની ધરપકડ હજુ નથી કરવામાં આવી. મંજિતે જણાવ્યું કે જો તેની ભાભી-ભાઈની સાથે ઝઘડો ન કરતી અને પ્રેમી સાહિલનો સાથ છોડી દેતી તો તેનો ભાઈ તથા બાળકો જીવતા હોત. આરોપીઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરવાની મંજિતે માંગ કરી છે.
Published by: Mrunal Bhojak
First published: April 19, 2021, 8:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading