યુવતીએ નગ્ન થઈ કર્યો Video કોલ, તો સરદારજીએ જબરદસ્ત ભણાવ્યો પાઠ

News18 Gujarati
Updated: May 22, 2021, 11:17 PM IST
યુવતીએ નગ્ન થઈ કર્યો Video કોલ, તો સરદારજીએ જબરદસ્ત ભણાવ્યો પાઠ
સરદાર જીએ લોકોને જાગૃત કરવા મીડિયાને જણાવી હકિકત

સરદાર જીએ મીડિયાને જણાવ્યું, મને બદનામીનો કોઈ ડર નથી, લોકો મારી જેમ ફસાઈ શકે છે. આનાથી લોકોને સબક જરૂર મળશે.

  • Share this:
મંડી : યુવતીએ પહેલા વોટ્સએપ પર વીડિયો કોલ કર્યો હતો. જેવો વ્યક્તિએ વિડિઓ કોlલ ઉઠાવ્યો, તો બીજી તરફ એક છોકરી નગ્ન અવસ્થામાં બેઠી હતી. યુવતીએ તે વ્યક્તિને ઉત્તેજીત કરવાનું શરૂ કર્યું. યુવતીને નગ્ન અવસ્થામાં જોઇને તે વ્યક્તિ પણ હોશ ખોઈ ખોટી હરકતો કરવા લાગ્યો. યુવકને જાણ ન હતી કે, યુવતી તેના ફોન પર આ બધુ વીડિયો રેકોર્ડ કરી રહી છે. જેવો ફોન ડિસ્કનેક્ટ થયો તેની સાથે જ વીડિયો વોટ્સએપ પર પહોંચી ગયો.

આ જોઈને વ્યક્તિના હોશ ઉડી જાય છે. એટલામાં ફોન આવે છે કે, જો તમારે વીડિયોને વાયરલ થતો અટકાવવો હોય તો તેની કિંમત ચુકવવી પડશે. કઈંક આવું જ મંડી શહેરમાં તંબુનું કામ કરનાર સરદાર જી પમ્મી અરોરા સાથે પણ થયું. પરંતુ પમ્મી અરોરાએ હિંમત બતાવીને પૈસા આપવાની ના પાડી અને ઉલટાની યુવતીને ધમકાવી દીધી કે, તુ વીડિયો વાયરલ કર, પછી જો હું તને બતાવુંએ. ત્યારબાદ નથી યુવતીનો ફોન આવ્યો કે, ના કોઈ મેસેજ.

આ પણ વાંચો - સુરેન્દ્રનગર : 'એ ખાટલામાં સુતા હતા, મે અને મારા પ્રેમીએ હત્યા કરી', પત્નીએ કબુલ્યું કેવી રીતે કરી પતિની હત્યા

પમ્મીએ મીડિયાને કરી વાત

પમ્મીએ કહ્યું કે, મીડિયામાં આવવાનો તેમનો હેતુ એટલો જ છે કે, લોકો આવી છોકરીઓની જાળમાં ફસાઈ ન જાય. તેણે કહ્યું કે, તેના એક મિત્ર સાથે પણ આવું જ બન્યું હતું અને તેના કારણે તે હજી પણ આઘાતમાં છે.

આ પણ વાંચોદાહોદ : પત્ની સાથે આડા સંબંધના વ્હેમમાં ભાઈએ-ભાઈને હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો પમ્મી કહે છે કે, તેને બદનામીનો કોઈ ડર નથી પરંતુ સંતોષ એ વાતનો છે કે, તેની સાથે બનેલી આ ઘટનાથી લોકો તેની શીખ લેશે અને આવી યુવતીની જાળમાં નહીં ફસાય. એસપી મંડી શાલિની અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં આવા કેટલાક કિસ્સા પોલીસના ધ્યાને પણ આવ્યા છે. તેમણે લોકોને જાગ્રત રહેવાની અપીલ પણ કરી છે. તેમણે કહ્યું કે, લોકો પાસેથી પૈસા મેળવવાની આ એક નવી રીત છે, જેનાથી લોકોએ બચવાની જરૂર છે.
Published by: kiran mehta
First published: May 22, 2021, 10:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading