Amit Shah Interview : 2002 રમખાણો પર અમિત શાહે કહ્યુ, ‘હું પોતે હોસ્પિટલમાં હતો, લાશો સળગેલી હતી, આક્રંદ હતો, ગુસ્સો હતો’
News18 Gujarati Updated: June 25, 2022, 1:47 PM IST
બોડીને પરેડ કરવામાં આવી હતી તેવા સવાલ પર અમિત શાહે કહ્યું કે બોડીને પરેડ કરવામાં આવી ન હતી. આ ખોટો પ્રચાર થયો હતો
Amit Shah on Gujarat 2002 Riots: અમિત શાહે કહ્યું - 2002ના ગુજરાત રમખાણનું મૂળ કારણ ગોધરામાં ટ્રેનને સળગાવવાનું હતું. 16 દિવસના બાળક સહિત 59 લોકોને આગના હવાલે કરી દીધા હતા
નવી દિલ્હી: ગુજરાતમાં ગોધરા ટ્રેનકાંડ (Godhra train burning) બાદ ફાટી નીકળેલા રમખાણો મામલે ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah on 2002 riots) ન્યૂઝ એજન્સી ANIને આપેલા એક ઇન્ટરવ્યૂમાં (Amit Shah Interview)ગુજરાતના રમખાણો (Gujarat 2002 riots) અંગે ખુલ્લીને વાત કરી છે. અમિત શાહે કહ્યું હતું કે 2002ના ગુજરાત રમખાણનું મૂળ કારણ ગોધરામાં ટ્રેનને સળગાવવાનું હતું. 16 દિવસના બાળક સહિત 59 લોકોને આગના હવાલે કરી દીધા હતા.
અમિત શાહે કહ્યું કે 16 દિવસની બાળકીને માતાના ખોળામાં જીવતી સળગતી મે જોઇ હતી. ગોતા ગામમાં મારા હાથથી અગ્નિસંસ્કાર કર્યા હતા. આ કારણે રમખાણો થયા હતા. ગોધરાથી બોડી લઇને અંતિમ સંસ્કાર માટે ગયા હતા ત્યારે તમને લાગ્યું હતું કે આવી પ્રતિક્રિયા થશે. તેના જવાબમાં અમિત શાહે કહ્યું કે તે સમયે કોઇને વિચારવાનો સમય જ ન હતો. કારણ કે સૌથી મોટો સવાલ એ હતો કે 59 લોકો માર્યા ગયા છે તેમના પરિવારજનોને તેમના અંતિમ સંસ્કાર પણ ના કરવા દેવા. કોઇ પ્રોફેશનલ ઇનપુટ ન હતી કે આટલી મોટી માત્રામાં રિએક્શન આવશે.
આ પણ વાંચો - 2002ના ગુજરાત રમખાણો પર અમિત શાહે શું કહ્યું, જાણો 10 ખાસ વાતોબોડીને પરેડ કરવામાં આવી હતી તેવા સવાલ પર અમિત શાહે કહ્યું કે બોડીને પરેડ કરવામાં આવી ન હતી. આ ખોટો પ્રચાર થયો હતો. સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી અને બંધ એમ્બ્યુલન્સમાં તેમના પરિવારજનો તેમના ઘરે લઇ ગયા હતા. હું પોતે હોસ્પિટલમાં હતો. સળગેલી લાશો હતી, દુખ અને આક્રંદ હતો, ગુસ્સો હતો.
ગુજરાત રમખાણને રોકવા માટે બધા પ્રયત્નો કરાયા હતા - અમિત શાહ
અમિત શાહે કહ્યું કે સ્થિતિને નિયંત્રિત કરવા માટે બધુ જ કરવામાં આવ્યું હતું. તેને નિયંત્રિત કરવામાં સમય લાગે છે. ગિલ સાહેબે (પૂર્વ પંજાબ ડીજીપી, દિવંગત કેપીએસ ગિલ) કહ્યું હતું કે તેમણે જીવનમાં ક્યારેય પણ આચલી તટસ્થ અને ત્વરિત કાર્યવાહી જોઇ નથી. તેમની સામે પણ આરોપ લગાવ્યા હતા. જ્યાં સુધી ગુજરાત સરકારનો સવાલ છે તો અમે મોડું કર્યું ન હતું. જે દિવસે ગુજરાત બંધનું આહ્વાન કર્યું હતું તે જ દિવસે બપોરે અમે સેના બોલાવી લીધી હતી. સેનાને પહોંચવામાં થોડો સમય લાગે છે. એક દિવસ પણ મોડું થયું ન હતું.
Published by:
Ashish Goyal
First published:
June 25, 2022, 1:35 PM IST