બ્રિટિશ શિક્ષણે આપણને કેવી રીતે પ્રભાવિત કર્યા? આનંદ મહિન્દ્રાએ શેર કર્યો ચોંકાવનારો વીડિયો

News18 Gujarati
Updated: September 27, 2022, 10:33 PM IST
બ્રિટિશ  શિક્ષણે આપણને કેવી રીતે પ્રભાવિત કર્યા? આનંદ મહિન્દ્રાએ શેર કર્યો ચોંકાવનારો વીડિયો
આનંદ મહિન્દ્રાએ શેર કર્યો ચોકાવનારો વીડિયો

Anand Mahindra: બ્રિટિશ શિક્ષણે આપણને કેવી રીતે પ્રભાવિત કર્યા? આનંદ મહિન્દ્રાએ ચોકાવનારો વીડિયો શેર કરી ફોલોવર્સને ચોકાવ્યા, બ્રિટિશ શિક્ષણની કરી આલોચના

  • Share this:
નવી દિલ્હી: ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પોતાના સોશિયલ મીડિયામાં મોટીવેશનલ ફોટો અને વીડિયો પોસ્ટ કરતા રહે છે. આ વખતે તેમણે પોતાના 9.7 મિલિયન ફોલોવરને એક વીડિયો શેર કર્યો છે. જે બ્રિટિશ શિક્ષણ પરનો છે. મતલબ કે, બ્રિટન દ્વારા જે દેશો પર કબજો કરવામાં આવ્યો હતો. તેની અસર તે ગુલામ દેશો પર થઈ છે. જોણો એક વીડિયોથી કે, બ્રિટિશ શિક્ષાએ લોકોને કઈ રીતે પ્રભાવિત કર્યા.

મહિન્દ્રાએ ઈંગ્લેન્ડમાં રહેવા વાળા સ્ટેડ-અપ કોમેડીયન ડૈલિસો ચાપોંડાની એક વીડિયો ક્લીપ શેર કરી છે. જ્યારે તે કોઈ જગ્યાએ પોતાનું પરફોર્મસ આપી રહ્યા હતા. ઓડિયો ક્લિપની સાથે મહિન્દ્રાએ લખ્યું કે, દોષરહિત તર્ક... જે જાય છે, આવે છે... ઓડિયો ક્લિપમાં શ્રી ચાપોંડા, જો જામ્બિયા, સોમાલિયા અને કેન્યા જેવા આફ્રિકાના દેશોમાં બ્રિટિશ સંચાલિત સ્કુલોમાં ભણેલા છે. તેઓએ ઉલ્લેખ કર્યા છે કે તેમણે પોતાની સ્કુલમાં અંગ્રેજી, ફ્રેન્ચ અને લેટીન ભણાવી પણ આફ્રિકાની સ્થાનીય ભાષા જેવી કે સ્વાહિલી અને સોમાલીન ઉપેક્ષા કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે, આપણે ઈતિહાસમાં વિલિયમ 'ધ કોન્કરર', હેનરી XIII ના વિષે શિખ્યા છીએ, પરંતું આપણને ક્યારેય કોઈ આફ્રિકી ઈતિહાસની જોણકારી આપવામા આવી નથી. હજારો વખત આપણને શિખવાડવામાં આવ્યું અને ભણાવામાં આવ્યું કે આફ્રિકી સંસ્કૃતિ બકવાસ છે અને બ્રિટન સંસ્કૃતિ જ સારી છે. આનંદ મહિન્દ્રાએ બ્રિટિશ શિક્ષણની ભારે આલોચના કરી હતી.
Published by: Vimal Prajapati
First published: September 27, 2022, 10:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading