Suicide News: પત્નીની બેવફાઈ પર પતિએ કરી આત્મહત્યા, દર્દભરી સ્યુસાઇડ નોટ વાંચી રડી પડશો
Updated: April 21, 2022, 5:13 PM IST
મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના શિવપુરી જિલ્લામાં એક વ્યક્તિએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા (Suicide) કરી લીધી
Crime News - ‘મને ક્યારેય યાદ ન કરતી અને તારા જીવનમાં હંમેશા ખુશ રહેજે, તારા માટે એક જીવની શું કિંમત, મારા સો જીવન તારા પર કુર્બાન છે’
શિવપુરી : મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના શિવપુરી જિલ્લામાં એક વ્યક્તિએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા (Suicide) કરી લીધી છે. પોલીસને તેના મૃતદેહ પાસેથી એક સ્યુસાઇડ નોટ (Suicide Note) પણ મળી આવી છે. તેણે આ સ્યુસાઇડ નોટ તેની પત્નીના નામે લખી છે. આમાં વ્યક્તિએ લખ્યું છે કે તેને લાગતું હતું કે તેનો પ્રેમ તેની પત્નીને બદલી નાખશે, પરંતુ તે ન માની અને ચાલી ગઈ. તેણે પોતાની માતા અને બહેન માલતીની વાત માની લીધી પણ મારી આંખો તરફ એક વાર પણ જોયું નહીં. હાલ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
પોલીસે જણાવ્યું કે, તાજેતરમાં કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો હતો કે ખુડા બસ્તીમાં કોઈએ આત્મહત્યા કરી લીધી છે. માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે ફાંસી લગાવનાર વ્યક્તિનું નામ આકાશ શાક્ય (30 વર્ષ) છે. જેના પિતાનુ નામ શ્યામ લાલ છે. તેના મૃતદેહ પાસે એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. તેમાં લખ્યું છે- 'જાનુ, આ તારા માટે છે. હું છેક ગ્વાલિયર સુધી આવ્યો માત્ર તને લેવા માટે, મને ઘણા સમય પહેલા ખબર હતી કે તું સંજય સાથે વાત કરે છે, પણ મને લાગતું હતું કે કદાચ મારો પ્રેમ તને બદલી નાંખશે, પણ તું માની નહી અને જતી રહી. તારી મા અને બહેન માલતીની વાત સાંભળીને તેં આવવાની પણ ના પાડી દીધી, પણ મારી આંખોમાં એકવાર પણ ન જોયું કે તારા માટે એમાં કેટલાં આંસુ હતાં.
આ પણ વાંચો - મામેરાની વિધિમાં 4 ભાઈઓએ આપ્યા 51 લાખ રૂપિયા અને 25 તોલા સોનું, સાસરીવાળા જોતા જ રહ્યાશબ્દોમાં વર્ણવી પોતાની આપવીતી
સ્યુસાઈડ નોટમાં આગળ લખેલું છે કે, લોકો ગમે તે કહેતા, પરવા કરી ન હતી, પણ તુ મારા પ્રેમને પણ ભૂલી ગઈ, જે તે મારી સાથે આ કર્યું, હવે બીજા કોઈ સાથે ન કરતી. મારા જીવનમાં તારા સિવાય કોઈ આવ્યું નથી, કોઈ આવશે નહીં. હું તને જ પ્રેમ કરતો હતો અને હું હવે જ્યારે મરવા જઈ રહ્યો છું, ત્યારે પણ તું જ મારા દિલમાં છે. હું તને બીજા કોઈની સાથે નહી જોઈ શકું તેથી આ પગલું ભરવું પડ્યું. મને ક્યારેય યાદ ન કરતી અને તારા જીવનમાં હંમેશા ખુશ રહેજે, તારા માટે એક જીવની શું કિંમત, મારા સો જીવન તારા પર કુર્બાન છે. આ ઘટના સાથે મકાન માલિક કે અન્ય કોઈને કોઈ લેવા-દેવા નથી. અમ્મા મને માફ કરી દે, હું મજબૂર હતો. આકાશ શાક્ય THE END.
આ વાતથી પહોંચ્યો આઘાતમળતી માહિતી અનુસાર, મૃતકની પત્ની તેને છોડીને તેના પિયર ગ્વાલિયર જતી રહી હતી. મૃત્યુના એક દિવસ પહેલા પતિ તેની પત્નીને લેવા ગ્વાલિયર ગયો હતો. પરંતુ પત્ની સાથે ન આવતાં તેના દિલને ઠેસ પહોંચતા તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હતું. તેણે જ્યાં ફાંસી લગાવી તે ઘર ભાડાનું છે. તે ચાર દિવસ પહેલા જ આ ભાડાના મકાનમાં રહેવા આવ્યો હતો.
First published:
April 21, 2022, 5:13 PM IST