Crime News: લગ્ન બાદ પણ પત્ની પ્રેમી સાથે કરતી હતી વાત, પતિએ આપી દીધી પ્રેમીની હત્યાની સોપારી


Updated: April 15, 2022, 10:42 PM IST
Crime News: લગ્ન બાદ પણ પત્ની પ્રેમી સાથે કરતી હતી વાત, પતિએ આપી દીધી પ્રેમીની હત્યાની સોપારી
પકડાયેલા આરોપીઓની તસવીર

Madhya Pradesh Crime News: લગ્ન બાદ પણ પત્ની તેના પ્રેમી અને પહેલા પતિ (Husband) સાથે વાત કરતી હતી. આ બાબતે પતિએ તેને રોકી હતી પણ તેણે પતિની વાત ન માની તો પતિએ પ્રેમીને (lover) રસ્તામાંથી હટાવવા માટે સોપારી આપી હતી.

  • Share this:
ઇન્દોરઃ આજકાલ પ્રેમ પ્રકરણમાં (love affair) હિંસા અને હત્યાના બનાવો અવારનવાર સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં ઈન્દોરમાં (Indore) સામે આવ્યો છે. ઈન્દોર (Indore) માં પત્નીના પ્રેમીની હત્યા (Murder) નો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. લગ્ન બાદ પણ પત્ની તેના પ્રેમી અને પહેલા પતિ સાથે વાત કરતી હતી. આ બાબતે પતિએ તેને રોકી હતી પણ તેણે પતિની વાત ન માની તો પતિએ પ્રેમીને રસ્તામાંથી હટાવવા માટે સોપારી આપી હતી. ભાડાના હત્યારાઓએ પ્રેમીની હત્યા કરી નાખી હતી. હાલ ત્રણેય આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે.

ઈન્દોરમાં પ્રેમ પ્રકરણ (Love Story) માં યુવકની હત્યાના સનસનાટીભર્યા મામલામાં પોલીસે ખુલાસો કર્યો છે. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ઈન્દોરના રાજેન્દ્ર નગર વિસ્તારમાં રહેતી અશ્વિની યાદવનો મૃતદેહ બાયપાસ પર સ્થિત ખાલી મેદાનમાં લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યો હતો. તેની છરી વડે હત્યા કરવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ હત્યાના રહસ્યનો પર્દાફાશ થયો હતો. પોલીસે 24 કલાકમાં જ હત્યામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી છે.

આવી રીતે કરી સાજિશ

મૃતક અશ્વિની યાદવે તેના બાળપણના મિત્ર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરિવારને આ સંબંધ પસંદ ન હતો તેથી બંને અલગ થઈ ગયા હતા. બંનેએ લેખિત ખાતરી આપી હતી કે તે હવે દૂર થઈ જશે. આ પછી પરિવારે યુવતીના લગ્ન ગોપાલ પગારે સાથે કરાવી દીધા હતા.

પરંતુ અશ્વિની અને યુવતી બંને રાજી ન થયા અને એકબીજા સાથે સતત વાત કરતા રહ્યા હતા. ગોપાલને આ વાતની ખબર પડી હતી. જેથી તેણે તેની પત્ની અને અશ્વિની બંનેને ખૂબ સમજાવ્યા પણ બંને માન્યા નહીં.

આ પણ વાંચોઃ-Ahmedabad: તું મારા દીકરાને લાયક નથી, મારા ઘરમાંથી બહાર નીકળી જા.. નહિ તો..દોઢ લાખ રૂપિયામાં આપી સોપારી
ગોપાલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર છે. તેણે અશ્વિનીને મારવા માટે તેના સાથીદાર રાજુને સોપારી આપી હતી. રાજુએ દોઢ લાખ રૂપિયામાં અનાર અને સુનીલ સાથે મળીને તેના સાથીઓ સાથે મળીને હત્યાની સોપારી લીધી હતી. ત્રણેય અશ્વિનીનો પીછો કરતાં હતા.

આ પણ વાંચોઃ-વિચિત્ર ઘટના! વલસાડના ધરમપુરમાં મૃત બાળકીને અંતિમ વિધિ માટે સ્મશાને લવાઈ, અચાનક બાળકી આંખો ખોલી રડવા લાગી

અશ્વિની લોડીંગ ઓટો ડ્રાઈવર હતો. રાજુએ અશ્વિનીને ભાડે સામાન લઈ જવાના બહાને બોલાવી અને પછી નિર્જન વિસ્તારમાં લઈ જઈ હત્યા કરી હતી. હત્યાનો ખુલાસો થતાં પોલીસે રાજુ અને અનારની ધરપકડ કરી હતી, જ્યારે સુનીલ હાલ ફરાર છે.
Published by: ankit patel
First published: April 15, 2022, 10:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading