Assembly Elections 2020

ASSOCIATED BY

IN PARTNERSHIP WITH

લવ મેરેજ પછી પણ મિત્ર સાથે થઇ ગયો પ્રેમ, પતિએ કરી નાખી પત્નીની હત્યા

News18 Gujarati
Updated: July 5, 2022, 12:50 PM IST
લવ મેરેજ પછી પણ મિત્ર સાથે થઇ ગયો પ્રેમ, પતિએ કરી નાખી પત્નીની હત્યા
જાણકારી પ્રમાણે 6 વર્ષ પહેલા અનિલે ઓડિસાની રશ્મિ સાથે લવ મેરેજ કર્યા હતા

crime news : ફેક્ટરીમાં કામ કરતા બબલુ નામના એક વ્યક્તિ સાથે રશ્મિની મિત્રતા થઇ ગઈ હતી. જેને લઇને પતિ અને રશ્મિ પત્નીવચ્ચે ઘણા ઝઘડા થતા હતા

  • Share this:
નવી દિલ્હી : દિલ્હીના (delhi)રોહિણી વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાની પત્નીની ગળે ટૂંપો આપીને હત્યા (Murder)કરી દીધી છે. પતિ અને પત્ની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ ઘટનાની જાણ મૃતક મહિલાના દેવરે પોલીસને કરી હતી. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. ઘટના પછી આરોપી ફરાર છે. પોલીસ આરોપી શોધ માટે છાપેમારી કરી રહી છે.

જાણકારી પ્રમાણે 6 વર્ષ પહેલા અનિલે ઓડિસાની રશ્મિ સાથે લવ મેરેજ કર્યા હતા. આ પહેલા અનિલ બુલંદશહેરમાં રહેતો હતો. એક વર્ષ પહેલા આ દંપત્તિ દિલ્હીમાં રહેવા આવ્યું હતું. રોહિણીના સેક્ટર 16માં એક મકાનમાં ભાડે રહેતા હતા.

આરોપ છે કે આ દરમિયાન ફેક્ટરીમાં કામ કરતા બબલુ નામના એક વ્યક્તિ સાથે રશ્મિની મિત્રતા થઇ ગઈ હતી. જેને લઇને અનિલ અને રશ્મિ વચ્ચે ઘણા ઝઘડા થતા હતા. આ ઝઘડા વિશે અનિલ પોતાના ભાઇ સુનીલને પણ ક્યારેક-ક્યારેક જણાવતો હતો.

કેટલાક દિવસો પહેલા અનિલ ઘરેથી ક્યાંક બહાર ગયો હતો. જ્યારે આવીને જોયું તો બબલુ તેની પત્ની સાથે ઘરમાં હાજર હતો. આ ઘટનાથી પતિ-પત્ની વચ્ચે વિવાદ થયો હતો અને ઝઘડો થયો હતો. આ પછી ગુસ્સામાં અનિલે પોતાની પત્ની રશ્મિની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ દરવાજાનો બહારથી બંધ કરીને ફરાર થઇ ગયો હતો. લગભગ 2 કલાક પછી અનિલે પોતાના ભાઇ સુનીલને આ ઘટના વિશે ફોન પર જાણકારી આપી હતી.

આ પણ વાંચો - પૂર્વ ધારાસભ્યની દીકરીએ કર્યા લવ મેરેજ, તો નારાજ પિતાએ શૂટરોને 20 લાખમાં આપી હત્યાની સોપારી

ત્રણ બાળકોની માતાને થયો પતિના મિત્ર સાથે પ્રેમ, બંનેએ મળીને કરી પતિની હત્યામધ્ય પ્રદેશના (madhya pradesh)દામોહ જિલ્લાના (Damoh District) પાથરિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મિરઝાપુર ગામમાં એક પત્નીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને પતિને દર્દનાક મોત આપ્યું હતું. તેણે પતિનું ગળું કાપી નાખ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે આરોપી બોયફ્રેન્ડ મૃતકનો નજીકનો મિત્ર હતો. આ સાથે જ ચોંકાવનારી વાત એ પણ છે કે પત્ની પતિના ગુમ થયાની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન ગઈ હતી. પરંતુ પોલીસે મોબાઇલ કોલિંગ ટ્રેસ કરતાં હત્યાનો સમગ્ર ભેદ ખૂલ્યો હતો. મહિલા અને તેના બોયફ્રેન્ડે ગુનો કબુલી લીધો છે. પોલીસે બંનેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા.

આ ઘટના 28 જૂને મિર્ઝાપુર ગામમાં બની હતી. 36 વર્ષીય સાવિત્રી પટેલે બિલખતી પાથરિયા પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો પતિ બલ્લુ પટેલ ઘરમાંથી ગુમ થઇ ગયો છે. તે રાત્રે લગ્નમાં ગયો હતો, પરંતુ ત્યાંથી તે પાછો ફર્યો ન હતો. પોલીસે મહિલાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન 29મી જૂને સવારે મિરઝાપુર ગામમાં બલ્લુની લાશ ખેતરમાં પડેલી મળી આવતા સનસનાટી મચી ગઇ હતી. બલ્લુની તિક્ષ્ણ હથિયારથી ગળું કાપીને હત્યા કરાઇ હતી.
Published by: Ashish Goyal
First published: July 5, 2022, 12:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading