દર્દનાક ઘટના! પતિએ ત્રણ બાળકો અને પત્નીને ઝેર આપી ગળું દબાવીને કરી હત્યા, પોતે પણ કર્યો આપઘાત

News18 Gujarati
Updated: September 29, 2021, 9:05 PM IST
દર્દનાક ઘટના! પતિએ ત્રણ બાળકો અને પત્નીને ઝેર આપી ગળું દબાવીને કરી હત્યા, પોતે પણ કર્યો આપઘાત
પતિ પત્નીની ફાઈલ તસવીર

haryana news: પારિવારક કંકાશના (family clash) કારણે ત્રણ બાળકો અને પત્નીને ઝેર (husband give kids and wife poison) આપીને ગળું દબાવીને મારી નાંખ્યા હતા. ત્યારબાદ પોતે ફાંસી (husband suicide) લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

  • Share this:
દિનેશ કુમાર, પલવલઃ હરિયાણાના (Haryana news) પલવલ (palwal crime news) જિલ્લાના ઔરંગાબાદ ગામમાં એક જ પરિવારના પાંચ લોકોએ આત્મહત્યા (one family mass suicide) કરી લીધી છે. ઘટનાની જાણ થતાં પોલીસ (police) ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી. પોલીસે લાશોને પોસ્ટમોર્ટમ માટે પલવલની સિવિલ હોસ્પિટલ (civil hospital) લઈ ગઈ હતી. આ ઘટના બાદ પરિવારમાં માતમ છવાયો હતો.

માનવામાં આવી રહ્યું છે કે પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો. ત્યારબાદ આ પગલું ભરવામાં આવ્યું હતું. બુધવારે સવારે પાંચેયની લાશો પરિવારમાં મુખ્ય સભ્યને મળી હતી ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચીને તપાસ હાથધરી હતી. પોલીસે પતિ પત્ની અને ત્રણ બાળકોની લાશનો કબ્જો લીધો હતો. પતિ પત્નીએ ફાંસી લગાવી દીધી હતી જ્યારે બાળકોને ઝેર આપી દીધું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે બુધવારે સવારે નરેશ કુમારના પિતા લખી રામે ઘરનો દરવાજો ખખડાવ્યો તો અંદરથી કોઈ અવાજ આવ્યો નહીં તો પાડોશમાં રહેતા યુવકને ઘરમાં મોકલીને અંદરથી જોયું તો બધા મૃત હાલતમાં પડ્યા હતા. જ્યારે નરેશ કુમાર પંખાના હુક સાથે ફાંસી ઉપર લટકતો હતો. જ્યારે લખીરામે અંદર જઈને જોયું તો નરેશ ફાંસી ઉપર લટકેલો હતો. જ્યારે તેની પત્ની આરતી અને બાળકોની લાશ ખાટલા ઉપર પડી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ અડધી રાત્રે પાડોશી યુવક ઉપરના ભાગે ઘરમાં ઘૂસ્યો, સગીરાને બાથમાં લઈ કરી કિસ.. દાદીનો અવાજ આવ્યો અને...

મૃતક નરેશ કુમાર ઝાંસીમાં એક હોટલ ચલાવીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો. એક દિવસ પહેલા નરેશ ઝાંસીથી પોતાના ઘરે આવ્યો હતો. મરનાર નરેશ કુમાર 33 વર્ષ અને 30 વર્ષની પત્ની આરતી, 11 વર્ષની રવિતા, નવ વર્ષની ભાવના અને સાત વર્ષનો સંજયનો સમાવેસ થાય છે.

આ પણ વાંચોઃ-મહિલા જેલર રાત્રે સંતાઈને બેરેકમાં જતી, કેદીઓ સાથે બાંધતી શરીર સંબંધ, હત્યાના દોષીઓને પણ ન છોડ્યાપોલીસના જણાવ્યા પ્રમાણે પારિવારક કંકાશના કારણે ત્રણ બાળકો અને પત્નીને ઝેર આપીને ગળું દબાવીને મારી નાંખ્યા હતા. ત્યારબાદ પોતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચોઃ-નવા મોબાઈલ SIM લેવાના નિયમો બદલાયા! સરકારે કર્યા ફેરફાર, હવે કોને નહીં મળે SIM

પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. બધાની લાશોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટ રિપોર્ટ આવ્યા બાદ અને પોલીસ તપાસમાં કારણ સ્પષ્ટ થશે.
Published by: ankit patel
First published: September 29, 2021, 8:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading