SDM બનશે તેવી આશાએ RAS પ્રી પાસ કરી ચૂકેલી વહુ લાવ્યા, ના બની તો ઘરમાંથી કાઢી મુકી

News18 Gujarati
Updated: July 30, 2021, 10:34 PM IST
SDM બનશે તેવી આશાએ RAS પ્રી પાસ કરી ચૂકેલી વહુ લાવ્યા, ના બની તો ઘરમાંથી કાઢી મુકી
SDM બનશે તેવી આશાએ RAS પ્રી પાસ કરી ચૂકેલી વહુ લાવ્યા, ના બની તો ઘરમાંથી કાઢી મુકી

વહુએ ઘણા પ્રયત્ન કર્યા હતા જોકે તે અધિકારી બની શકી નહીં, અધિકારી ના બનતા ઘરમાંથી કાઢી મુકી

  • Share this:
ઝુંઝુનૂ, રાજસ્થાન : રાજસ્થાનના ઝુંઝુનૂમાં એક વહુ RAS ના બની શકી તો સાસરિયાના લોકોએ તેને ઘરમાંથી કાઢી મુકી છે. જ્યારે આરએએસ પ્રી પાસ કરી લીધી તો સાસરિયાના પક્ષના લોકોએ સંબંધ કર્યો હતો. સાસરિયાને લાગ્યું કે બહુ એસડીએમ બની જશે. જોકે ના બની તો તેના પર ત્રાસ શરૂ કર્યો હતો. મારપીટ કરીને ઘરમાંથી બહાર કાઢી મુકી હતી. વહુએ ઘણા પ્રયત્ન કર્યા હતા. જોકે તે અધિકારી બની શકી નહીં.

ઝુંઝુનૂ જિલ્લાના સુરજગઢ નિવાસી ઉષાએ જણાવ્યું કે તેણે 2013માં આરએએસ પ્રી ક્લિયર કર્યું હતું. આ દરમિયાન તેનો સંબંઘ બુગાલા નિવાસી વિકાસ કુમાર સાથે થયો હતો. વિકાસ કુમાર પોલિટેકનિકલ કોલેજમાં લેક્ચરર છે. તેને લાગ્યું કે ઉષા જલ્દી આરએએસ બની જશે. આ પછી 2016માં બંનેના લગ્ન થયા હતા. ઉષાએ જણાવ્યું કે લગ્ન પછી આરએએસ મેન્સની પરીક્ષા થઇ હતી. જેમાં ઉષા સફળ થઇ ન હતી. આ સાથે જ ઉષાને મેણા મારવાના શરુ કર્યા હતા. સાસરિયાવાળાએ પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો - પ્રોફેશનલ ચોરે ફિયાન્સીના ઘરે કરી ચોરી, ઘોડે ચડ્યા પહેલા જ વરરાજા પહોંચ્યો જેલ

પિતા જગદીશ પ્રસાદ લોહરાનિયાએ જણાવ્યું કે બુગાલા ગામના સાસરિયાના પક્ષવાળા સામે યુવતીએ દહેજ પ્રતાડના, ઘરેલુ હિંસા અને મારપીટ કરીને ઘરમાંથી કાઢી મુકવાનો કેસ નોંધાવ્યો છે.

ઉષાએ જણાવ્યું કે લગ્ન પછી તે પોતાના પતિ સાથે સાસરિયામાં રહેતી હતી. પતિ અને સાસરિયાના લોકો દ્વારા ત્રાસ આપવાના કારણે તે આરએએસની મુખ્ય પરીક્ષામાં સફળ થઇ શકી ન હતી. આ પછી તે આરએએસ ના બની શકી તો ઘરમાંથી કાઢી મુકી હતી.લેટેસ્ટ ન્યૂઝ મેળવવા News18 Gujarati App ઇન્સ્ટોલ કરો. FacebookTwitterYoutube સાથે જોડાઓ.
Published by: Ashish Goyal
First published: July 30, 2021, 10:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading