કરૂણ ઘટના! IIT વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, મરતા પહેલા ચિઠ્ઠીમાં વ્યક્ત કરી પોતાની દર્દભરી કહાની

News18 Gujarati
Updated: October 21, 2021, 10:28 PM IST
કરૂણ ઘટના! IIT વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, મરતા પહેલા ચિઠ્ઠીમાં વ્યક્ત કરી પોતાની દર્દભરી કહાની
અંગ્રેજીમાં લખેલી સુસાઇડ નોટમાં અંતમાં તેણે I QUIT લખ્યું

suicide news- વિદ્યાર્થી ભણવામાં ઘણો હોશિયાર હતો, બે પેજની સુસાઇડ નોટ (Suicide Note)પણ લખી જેમાં ઘણી બાબતોનો ઉલ્લેખ છે

  • Share this:
ઇન્દોર : ઇન્દોરના લસૂડિયા સ્ટેશન વિસ્તારમાં રહેતા IIT ખડગપુરના (IIT Kharagpur) એક હોશિયાર વિદ્યાર્થી સાર્થક વિજયવતે આત્મહત્યા (Suicide)કરી લીધી છે. વિદ્યાર્થીના પિતા એનવીડીએ (નર્મદા વેલી ડેવલપમેન્ટ ઓથોરિટી)માં એડિશનલ ડાયરેક્ટર છે. વિદ્યાર્થીએ બે પેજની સુસાઇડ નોટ (Suicide Note)પણ લખી જેમાં ઘણી બાબતોનો ઉલ્લેખ છે. સાર્થક આઈઆઈટી ખડગપુરમાં સેકન્ડ યરનો વિદ્યાર્થી હતો. તેણે પોતાના ઘરની બાલ્કનીમાં ગળે ફાંસો ખાધો હતો. અંગ્રેજીમાં લખેલી સુસાઇડ નોટમાં અંતમાં તેણે I QUIT લખ્યું છે.

લસૂડિયા પોલીસ સ્ટેશનને સૂચના મળી હતી કે નર્મદા કોલોનીમાં રહેનાર એક યુવકે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ખબર પડી કે મૃતક એનવીડીએમાં પદસ્થ એડિશનલ ડાયરેક્ટર બ્રુજેશ વિજયવતનો પુત્ર સાર્થક છે. તે ભણવામાં ઘણો હોશિયાર હતો. તેણે આ પગલું કેમ ભર્યું તે પરિવારજનો પણ સમજી શક્યા ન હતા. પોલીસે ઘરમાં તપાસ કરી તો એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં સાર્થકે ઘણી વાતનો ઉલ્લેખ કર્યો છે. તેણે લખ્યું કે તે ઘણો થાકી ગયો છે. કેટલીક બાબતોથી ઘણો પરેશાન હતો. તેણે જે વિચાર સાથે આઈઆઇટીમાં પ્રવેશ લીધો હતો તે પુરો થઇ શક્યો ન હતો. આ સાથે પારિવારિક સંવાદહીનતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચો - બુરાડી કાંડ : એક સાથે એક જ પરિવારના 11 લોકોએ કયા કારણથી કરી હતી આત્મહત્યા, 3 વર્ષ પછી હકીકત આવી સામે

મા સમજી રહ્યો છું કે તમે એકલા થઇ જશો

સાર્થકે સુસાઇડ નોટમાં લખ્યું કે સોરી! જે આશા સાથે JEEની તૈયારી કરી હતી તેના તૂટવા પર બધું બગડતું ગયું છે. વિચાર કર્યો હતો કે કેમ્પસ જઈશ એન્જોય કરીશ. ક્યાં આ ઓનલાઇન એસાઇનમેન્ટમાં ફસાઇ ગયો. કદાચ ટાળી શકાયું હોત. ઘણા લોકો પાસે તક હતી પણ કશું ના કર્યું. ફેમિલી પણ શાનદાર છે. પિતા જિદ્દી, માતા મજબૂત, વાત્યસલ્યા માસૂમ. સંભાળું તો કોને-કોને. પપ્પા તમારે અમારી બધાની સાથે થોડો વધારે ટાઇમ સ્પેન્ડ કરવાનો હતો. વાત કરવી જોઈતી હતી. જેટલી વાત પોતાના ભાઈ બહેનો સાથે કરતા તેનાથી અડધી પણ વાત અમારી સાથે કરી હોત તો ચાલી જાત. મા સમજી રહ્યો છું કે તમે એકલા રહી જશો પણ હવે વધારે સહન થતું નથી.

સૌથી અંતમાં લખ્યું- આઈ ક્વિટસૌથી અંતમાં લખ્યું કે મને હતું કહેવાનું તો લખી દીધું (આઈ ક્વિટ). શરૂઆતની તપાસમાં એ વાત સાબિત થઇ છે કે મૃતક કેટલાક સમયથી તણાવમાં હતો. તેનું પરિણામ છે કે તેણે પોતાની કારકિર્દી અને પરિવાર સાથે જોડાયેલી વાતોનો ઉલ્લેખ કર્યો. કોલેજ ના ખુલવાના કારણે પણ તે તણાવમાં હતો.
Published by: Ashish Goyal
First published: October 21, 2021, 10:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading