Health Matters: કોવિડ કાળમાં દેશમાં વેચાયેલી તમામ Dolo ટેબ્લેટ્સને એક પર એક મૂકો તો બુર્જ ખલીફા જેટલી ઊંચાઈ થાય!


Updated: January 17, 2022, 1:28 PM IST
Health Matters: કોવિડ કાળમાં દેશમાં વેચાયેલી તમામ Dolo ટેબ્લેટ્સને એક પર એક મૂકો તો બુર્જ ખલીફા જેટલી ઊંચાઈ થાય!
એવા ઘણા કિસ્સાઓ છે જેમાં તાવનું કારણ જાણી ન શકાય ત્યારે ડોલો-650નું પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવે છે.

એવા ઘણા કિસ્સાઓ છે જેમાં તાવનું કારણ જાણી ન શકાય ત્યારે ડોલો-650નું પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવે છે.

  • Share this:
શું તમે Covid-19 મહામારી દરમિયાન Dolo 650 નો ઉપયોગ કર્યો છે? તમે અને મેં અને બીજા ઘણા લોકોએ ચોક્કસથી કર્યો હશે. ડેટા દર્શાવે છે કે, ભારતમાં 2020માં કોવિડ-19 ફાટી નીકળ્યા પછી આ એન્ટી ફિવર દવાની 350 કરોડથી વધુ ગોળીઓ વેચાઈ છે.

કોવિડ-19ના સૌથી સામાન્ય લક્ષણોમાંના એક તાવ છે, જેના પગલે આ ગોળીના વેચાણમાં છેલ્લા બે વર્ષમાં બમણો વધારો થયો છે જ્યારે પેરાસિટામોલની ગોળીઓ શરદી અને તાવ માટે સૌથી વધુ વપરાતી દવાઓમાંની એક છે.

જો આપણે બધા 350 કરોડ ટેબલેટને વર્ટિકલ સ્ટૅક કરીએ, તો તે માઉન્ટ એવરેસ્ટ કરતાં લગભગ 6,000 ગણું ઊંચું થાય, એટલે કે તે વિશ્વના સૌથી ઊંચા પર્વત - અથવા વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલિફા કરતાં પણ લગભગ 63,000 ગણું ઊંચું થાય.

રિસર્ચ ફર્મ IQVIAના ડેટા અનુસાર, ભારતમાં 2019 માં કોવિડ-19 ફાટી નીકળ્યા પહેલા ડોલો ટેબ્લેટની લગભગ 7.5 કરોડ સ્ટ્રીપ્સ વેચાઈ હતી. સમય જતા દવાનું વાર્ષિક વેચાણ 9.4 કરોડ સ્ટ્રીપ્સ પર પહોંચ્યું – એક સ્ટ્રીપમાં 15 ગોળીઓ પ્રમાણે તે 141 કરોડ ગોળીઓ હતી, વેચાણ આગળ જતા 14.5 કરોડ સ્ટ્રીપ્સ પર પહોંચ્યું હતું. નવેમ્બર 2021 સુધીમાં 217 કરોડ ટેબલેટનું વેચાણ થઈ ચુક્યું છે.

ડોલો 2021 માં રૂ. 307 કરોડના ટર્નઓવર સાથે ભારતમાં બીજા નંબરની સૌથી વધુ વેચાતી એન્ટી ફિવર અને એનાલજેસિક ટેબ્લેટ છે જ્યારે GSKની કેલ્પોલ રૂ. 310 કરોડના ટર્નઓવર સાથે તેનાથી માત્ર એક સ્થાન ઉપર છે.

લોકો માત્ર ડોલો ખરીદી જ નથી રહ્યાં પણ તેને ગૂગલ પણ કરી રહ્યા છે.જાન્યુઆરી 2020 માં કોવિડ-19 ફાટી નીકળ્યા પછીથી 'ડોલો 650' લગભગ 2 લાખ સર્ચ સાથે Google પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ કીવર્ડ હતો જ્યારે 'Calpol 650' લગભગ 40,000 વખત જોવામાં આવ્યો હતો.

ડોલોની એન્ટ્રી અને ફેમનો દાવો

પેરાસીટામોલ, એક સામાન્ય દવા છે, જે સામાન્ય પેઇનકિલર છે જેનો ઉપયોગ દુ:ખાવાની સારવાર માટે થાય છે

ડોલો એ દરેક વસ્તુ માટે વન-સ્ટોપ સોલ્યુશન છે — પછી તે તાવ હોય, શરીરમાં દુ:ખાવો હોય, કોવિડ-19 હોય, માથાનો દુ:ખાવો હોય કે દાંતનો દુ:ખાવો હોય, લોકો ડોલોનો જ ઉપયોગ કરે છે.

2010 માં ડોલો 650 એ વર્ષની શ્રેષ્ઠ સંચાલિત બ્રાન્ડ તરીકે પુરસ્કૃત કરવામાં આવી હતી, ત્યારબાદ, તે ભારતની સૌથી વધુ પ્રશંસનીય બ્રાન્ડ તરીકે ઓળખવામાં આવી હતી.

ડૉ. એસ.પી. કલંત્રી, મેડિસિનના પ્રોફેસર, મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, મહારાષ્ટ્ર માને છે કે તે ડોલોની ખ્યાતિ પાછળ અનેક વસ્તુ રહેલી છે.

આ પણ વાંચો - દેશવિદેશના તમામ મહત્ત્વના સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

ડોલોને કઈ બાબત લોકપ્રિય બનાવી રહી છે?

ડોકટરો, બ્રાન્ડ નિષ્ણાતો અને ઉદ્યોગના દિગ્ગજો દ્વારા જે કારણ જણાવવામાં આવ્યું તે મુજબ આ દવાની લોકપ્રિયતાનું કારણ તેનું ટૂંકું અને ક્રિસ્પ બ્રાન્ડ નામ છે. તે અન્ય બ્રાન્ડ જેમ કે પાયરીજેસિક, પેસિમોલ, ફેપાનીલ અને પેરાસીપ કરતાં સરળ છે. જેથી તે સરળતાથી યાદ પણ રહી જાય છે.

બીજું કારણ કંપનીનો 650 મિલિગ્રામ (MG) કેટેગરીમાં પ્રવેશ છે. આ બાબત લોકોને માનવા પર પ્રેરિત કરે છે કે અજાણી બીમારીઓને કારણે તાવ પર આ દવા વધુ અસરકારક છે.

1973 માં સ્થપાયેલ બેંગલુરુની માઇક્રો લેબ્સ (ડોલોના નિર્માતા) એ જણાવ્યું કે, તેમાં 650 મિલિગ્રામ પેરાસિટામોલ છે, જ્યારે બાકીનામાં 500 મિલિગ્રામ છે. જેથી આ દવા "ડોલો-650" તરીકે લોકપ્રિય બની છે. લોકોનું માનવું છે કે તે 500 એમએલ કરતા રાહત આપવામાં વધુ અસરકારક છે.

બ્રાન્ડનું માનવું છે કે તેમના બ્રાન્ડ પ્રમોશનમાં 'FUO' શબ્દનો ઉપયોગ કરવાની માઇક્રોલેબ્સની વ્યૂહરચનાએ પ્રિસ્ક્રિપ્શનને વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેથી કોઈપણ તાવની સ્થિતીમાં ડૉક્ટર ડોલો-650નું જ પ્રિસ્ક્રિપ્શન આપે છે. સમયની સાથે આ ધારણા સાચી પણ પડી.

ધ સીઈઓ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં, માઈક્રો લેબ્સના મેનેજિંગ ડિરેક્ટર દિલીપ સુરાનાએ કબૂલાત કરી હતી કે કંપનીએ સામાન્ય તાવ અને હાઈ ફિવર વચ્ચેના ભેદને ઓળખી કાઢ્યો છે.

એવા ઘણા કિસ્સાઓ છે જેમાં તાવનું કારણ જાણી ન શકાય ત્યારે ડોલો-650નું પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવે છે. ડોલો-650 ના પ્રિસ્ક્રિપ્શન્સમાં ક્વોન્ટમ ઉછાળા માટે ડોકટરો દ્વારા તેની અસર અંગે પ્રશંસા કરવામાં આવી હતી. ડોલોના સતત વધતા ઉપયોગને કારણે હવે તેના પ્રોડક્શનમાં પણ 25 ગણો વધારો કરવામાં આવ્યો છે.

ક્રોસિને ડોલો માટે મોટું બજાર ખોલ્યું

પેરાસિટામોલ શ્રેણી હેઠળ લોન્ચ થનારી ક્રોસિન પ્રથમ બ્રાન્ડ હતી.

1990 ના દાયકાના અંતમાં તેની લોકપ્રિય એનાલજેસિક બ્રાન્ડ ક્રોસિનને સ્મિથક્લાઇન બીચમ ફાર્માસ્યુટિકલ્સને વેચી હતી, જે પાછળથી ગ્લેક્સો વેલકમ સાથે મર્જ કરવામાં આવી હતી, જે આજે GSK (ગ્લેક્સોસ્મિથક્લાઇન) તરીકે ઓળખાય છે.

આ પણ વાંચો - ખુશખબર! 12થી 14 વર્ષની વયના બાળકો માટે આ તારીખથી શરૂ થઈ શકે છે Corona Vaccination

Glaxo પાસે પહેલેથી જ Calpol હતી, જો કે તે Crocinની સરખામણીમાં નબળી બ્રાન્ડ હતી. જ્યારે ક્રોસિનને ઓટીસી બ્રાન્ડ બનાવવામાં આવી હતી અને કેલ્પોલ પ્રિસ્ક્રિપ્શન બ્રાન્ડ રહી હતી

જ્યારે દવા ઓટીસી બની જાય છે, ત્યારે ડોકટરો તેને પ્રિસ્ક્રાઈબ કરે તેની શક્યતા ઓછી હોય છે.

OTC નો અર્થ છે કે તમારે દવા ખરીદવા માટે ડૉક્ટરની સલાહ લેવાની અથવા પ્રિસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી. ડોકટરોએ ક્રોસિન સૂચવવાનું ટાળવાનું શરૂ કર્યું અને તેનું સ્થાન ડોલોએ લીધુ છે.

એકવાર ડૉક્ટર કોઈ ચોક્કસ બ્રાંડનું પ્રિસ્ક્રાઇબ કરે તો લોકો તે જ ખરીદવાનું શરૂ કરે છે. જો કે, જો ડોલો પર ઘણા બધા મીમ્સ તમને માથાનો દુ:ખાવો આપી રહ્યા હોય, તો તમે જાણો છો કે આગળ શું કરવું જોઈએ.
Published by: Kaushal Pancholi
First published: January 17, 2022, 1:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading