ભારત પાસેથી કોરોના વેક્સીન લેશે નેપાળ, સપ્લાઇની જાહેરાત આગામી સપ્તાહે સંભવ

News18 Gujarati
Updated: January 17, 2021, 7:35 PM IST
ભારત પાસેથી કોરોના વેક્સીન લેશે નેપાળ, સપ્લાઇની જાહેરાત આગામી સપ્તાહે સંભવ
ભારત પાસેથી કોરોના વેક્સીન લેશે નેપાળ, સપ્લાઇની જાહેરાત આગામી સપ્તાહે સંભવ

માનવામાં આવે છે કે ભારત સરકાર પોતાની પડોશી દેશોની ઇમરજન્સી જરૂરિયાને પુરી કરવા માટે નેપાળ સિવાય ભૂટાન, બાંગ્લાદેશ, મ્યાંમાર, માલદીવને કોરોના વાયરસ વેક્સીનની સપ્લાઇ કરશે

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્રની નરેન્દ્ર મોદી (Narendra Modi)સરકારે નેપાળને કહ્યું કે પડોશી દેશ ભારતમાં વિકસિત કોરોના વાયરસના (Coronavirus)બે વેક્સીનના ડોઝની સપ્લાઇ મેળવનાર કેટલાક ખાસ દેશોમાંથી એક હશે. વેકસીન સપ્લાઇ ક્યારથી થશે તેની જાહેરાત આવનાર સપ્તાહમાં થઈ શકે છે. હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે કેન્દ્ર સરકારે આ વાયદો નેપાળના વિદેશ મંત્રી પર્દીપ જ્ઞ્યાલીને હાલના દિલ્હી પ્રવાસ દરમિયાન કર્યો છે. જ્યારે વિદેશમંત્રી એસ જયશંકર અને તેના સમકક્ષ જ્ઞ્યાલી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી.

જોકે નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીના રાજનીતિક વિરોધીઓએ જ્ઞ્યાલીના પ્રવાસને ઓછો આંક્યો હતો પણ તથ્ય એ છે કે નવી દિલ્હીમાં નેપાળના વિદેશ મંત્રીએ દ્વિપક્ષીય સંબંધો જે દ્રઢ વિશ્વાસથી નિભાવ્યા તેનો ઘણો પ્રભાવ છોડ્યો છે. પ્રધાનમંત્રી 16 જાન્યુઆરીએ કોરોના વાયરસ વેક્સીન લોન્ચિંગના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાના કારણે જ્ઞ્યાલી સાથે મુલાકાત થઈ શકી ન હતી. જોકે તેમના પ્રવાસનું મહત્વ એ અંદાજથી લગાવી શકાય કે રક્ષા મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં તેની આગેવાની કરી હતી.

આ પણ વાંચો - વુહાનની લેબથી ફેલાયો છે કોરોના વાયરસ? વાયરલ વીડિયોમાં મળ્યા ચીનની લાપરવાહીની સાબિતી

માનવામાં આવે છે કે ભારત સરકાર પોતાની પડોશી દેશોની ઇમરજન્સી જરૂરિયાને પુરી કરવા માટે નેપાળ સિવાય ભૂટાન, બાંગ્લાદેશ, મ્યાંમાર, માલદીવને કોરોના વાયરસ વેક્સીનની સપ્લાઇ કરશે. કેન્દ્ર સરકાર વેક્સીનની સપ્લાઇની યોજના પર કામ કરી રહી છે.

રિપોર્ટ પ્રમાણે જ્ઞ્યાલીએ પોતાના પ્રવાસ પર વિદેશ મંત્રી એસ જયશંકરને નેપાળમાં કોરોના વાયરસ ટિકાકરણ કાર્યક્રમની તૈયારીઓ વિશે જાણકારી આપી હતી. બંને દેશો હવે ટિકાકારણ કાર્યક્રમના ટ્રેનિંગ અને મોડ્યુલને લઈને ચર્ચા કરશે.
Published by: Ashish Goyal
First published: January 17, 2021, 7:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading