News18 Gujarati Updated: December 8, 2021, 5:49 PM IST

Army helicopter crash: CDS બિપિન રાવત ( CDS Bipin Rawat ) તેમના પત્ની અને સ્ટાફને લઇ જતું આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ ( Chief of Defence Staff Gen Bipin Rawat's Chopper Crashes ) થયું છે. આ અકસ્માત તમિલનાડુમાં (CDS Bipin Rawat's chopper crashes in Tamil Nadu ) બનવા પામ્યો છે.

- News18 Gujarati
- Last Updated: December 8, 2021, 5:49 PM IST
નવી દિલ્હી: તમિલનાડુના (Tamil Nadu) નીલગિરિમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ (Army helicopter crash) થયું છે. આ હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત (CDS Bipin Rawat), તેમનો પરિવાર અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ સવાર હતા. મળતી માહિતી મુજબ, હેલિકોપ્ટરમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓ સહિત 14 લોકો સવાર હતા. આ અકસ્માત તમિલનાડુના નીલગીરી જિલ્લામાં થયો છે. મળતી માહિતી પ્રમાણે ત્રણ લોકો ગંભીર ઇજાગ્રસ્ત છે. ઘટના સ્થળથી પાંચ મૃતદેહ મળ્યા છે. જોકે સુત્રોનું કહેવું છે કે, તમિલનાડુમાં આર્મી હેલિકોપ્ટર દુર્ઘટનામાં 14 પૈકી 13 વ્યક્તિઓના મોત થયાની આશંકા છે. ડીએનએ તપાસમાં મૃતકોની ઓળખ કરાશે.
સીડીએસ બિપિન રાવતને લઇને જતું આર્મીનું ચોપર આજે બપોરે એકાએક ક્રેશ થયું હતું. આ ચોપરમાં બિપિન રાવત, એમના પત્ની મધુલિકા રાવત તેમજ આર્મીના ઓફિસર અને ક્રુ સ્ટાફ મળી 14 વ્યક્તિઓ સવાર હતા. તમિલનાડુમાં કન્નુર નજીક આ ચોપર તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં છેવટે 14 પૈકી 13 લોકોના મોત નીપજયા હોવાનો ખુલાસો થઇ રહ્યો છે.
આ અંગે હજુ કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી જોકે આ મામલે આજે સાંજે સાડા છ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ સુરક્ષા સમિતિની બેઠક યોજાશે. તેમજ ગુરૂવારે સંસદમાં આ મામલે રક્ષામંત્રી દ્વારા નિવેદન આપવામાં આવે એવી સંભાવના છે.
તપાસના અપાયા આદેશ
હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા, જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની, સંરક્ષણ સહાયકો, સુરક્ષા કમાન્ડો અને એરફોર્સના પાઇલટ્સનો સમાવેશ થાય છે.
ક્રેશ થયેલા હેલિકોપ્ટરની તસ્વીરો જોવા અહીં ક્લિક કરો
ભારતીય વાયુસેનાએ અકસ્માત પછી તરત જ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, CDS જનરલ બિપિન રાવતને લઈ જતું IAF Mi-17V5 હેલિકોપ્ટરનો આજે તામિલનાડુના કુન્નર નજીક અકસ્માત થયો છે.

અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ત્રણ ગંભીર ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, 3 લોકો ગંભીર રીતે ઘાયલ છે જેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઈમરજન્સી ટીમ સ્થળ પર છે. કોઈમ્બતુર અને સુલુર વચ્ચે Mi-સિરીઝનું હેલિકોપ્ટર ક્રેશ થયું.
હેલિકોપ્ટમાં સવાર લોકોનું લિસ્ટ
1. જનરલ બિપિન રાવત
2. મધુલિકા રાવત
3. બ્રિગેડિયર એલએસ લિદ્દર
4. લે.ક.હરજિંદર સિંહ
5. નાયક ગુરુસેવક સિંહ
6. નાયક.જીતેન્દ્ર કુમાર
7. લાન્સ નાયક વિવેક કુમાર
8. લાન્સ નાયક બી.સાઈ તેજા
9. હવા સતપાલ

નોંધનીય છે કે, સીડીએસ તરીકે બિપિન રાવતની નિયુક્તિ 31 ડિસેમ્બર 2019થી શરૂ થઇ હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ યાને સીડીએસનું કામ લશ્કરની ત્રણેય પાંખ નૌસેના, વાયુસેના અને ભૂમિદળના કામકાજમાં તાલમેલ રાખવાનું અને દેશની સૈન્યશક્તિ મજબૂત કરવાનું છે.

હેલિકોપ્ટર દુર્ઘટનામાં અત્યંત દુઃખદ સમાચાર. 14માંથી 13 લોકોનાં મોત થયાઃ ANI.
DNA ટેસ્ટ કરી મૃતદેહની ઓળખ કરાશે.. સમાચાર એજન્સી ANIએ પોતાના સૂત્રો દ્વારા માહિતી આપી pic.twitter.com/eMEB9Mnq8c
— News18Gujarati (@News18Guj) December 8, 2021
આ અંગે હજુ કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી જોકે આ મામલે આજે સાંજે સાડા છ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ સુરક્ષા સમિતિની બેઠક યોજાશે. તેમજ ગુરૂવારે સંસદમાં આ મામલે રક્ષામંત્રી દ્વારા નિવેદન આપવામાં આવે એવી સંભાવના છે.
તપાસના અપાયા આદેશ
હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા, જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની, સંરક્ષણ સહાયકો, સુરક્ષા કમાન્ડો અને એરફોર્સના પાઇલટ્સનો સમાવેશ થાય છે.
13 of the 14 personnel involved in the military chopper crash in Tamil Nadu have been confirmed dead. Identities of the bodies to be confirmed through DNA testing: Sources
— ANI (@ANI) December 8, 2021
ક્રેશ થયેલા હેલિકોપ્ટરની તસ્વીરો જોવા અહીં ક્લિક કરો
ભારતીય વાયુસેનાએ અકસ્માત પછી તરત જ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, CDS જનરલ બિપિન રાવતને લઈ જતું IAF Mi-17V5 હેલિકોપ્ટરનો આજે તામિલનાડુના કુન્નર નજીક અકસ્માત થયો છે.

આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયુ છે
અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
#WATCH | Latest visuals from the spot (between Coimbatore and Sulur) where a military chopper crashed in Tamil Nadu. CDS Bipin Rawat, his staff and some family members were in the chopper. pic.twitter.com/6oxG7xD8iW
— ANI (@ANI) December 8, 2021
ત્રણ ગંભીર ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, 3 લોકો ગંભીર રીતે ઘાયલ છે જેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઈમરજન્સી ટીમ સ્થળ પર છે. કોઈમ્બતુર અને સુલુર વચ્ચે Mi-સિરીઝનું હેલિકોપ્ટર ક્રેશ થયું.
તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, હેલિકોપ્ટરમાં સેનાના મોટા અધિકારીઓ સવાર હતા, ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ pic.twitter.com/IWMO5ic44v