ચાલુ ટ્રેનમાં હવેથી રાત્રે મોબાઇલ કે લેપટોપ ચાર્જ નહીં કરી શકાય, રેલવેએ જણાવ્યું કારણ

News18 Gujarati
Updated: March 31, 2021, 3:14 PM IST
ચાલુ ટ્રેનમાં હવેથી રાત્રે મોબાઇલ કે લેપટોપ ચાર્જ નહીં કરી શકાય, રેલવેએ જણાવ્યું કારણ
તસવીર: Shutterstock

પશ્ચિમ રેલવે તરફથી 16 માર્ચના રોજ આ સમયગાળા દરમિયાન ચાર્જિંગ પોઇન્ટની વીજળી બંધ કરવાની શરૂઆત કરવામાં આવી છે.

  • Share this:
નવી દિલ્હી: ભારતીય રેલવે (Indian railway) તરફથી મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં લઈને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હકીકતમાં રેલવેએ આગની ઘટનાઓને રોકવા માટે અગમચેતીના ભાગરૂપે રાત્રે 11 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી મુસાફરોને ચાર્જિંગ પોઈન્ટ (Charging points)નો ઉપયોગ ન કરવા દેવા (Not allow charging of mobiles and laptops)નો નિર્ણય કર્યો છે.

પશ્ચિમ રેલવે તરફથી 16 માર્ચના રોજ આ સમયગાળા દરમિયાન ચાર્જિંગ પોઇન્ટની વીજળી બંધ કરવાની શરૂઆત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાતચીત કરતા આ વાતની પુષ્ટિ કરી હતી. અમે તમામ રેલવે ઝોનને આ અંગે આદેશ કર્યો છે. 16મી માર્ચથી તેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મહામારીએ ઊંઘ છીનવી લીધી છે? હવે રિલેક્સ થવા હોટેલ્સમાં 'સ્લીપકેશન'નું ચલણ- જાણો સમગ્ર વિગત

દક્ષિણ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી બી ગુગનેસને પીટીઆઈ જણાવ્યું કે, આ આદેશ નવો નથી. પરંતુ રેલવે બોર્ડે પોતાના પહેલાના આદેશને ફરીથી આપ્યો છે. 2014માં બેંગલુરુ-હઝૂર સાહિબ નાંદેડ એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના બાદ સુરક્ષા કમિશને આ અંગે ભલામણ કરી હતી. ભલામણ પ્રમાણે રાત્રે 11 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી ચાર્જિંગ પોઈન્ટને બંધ કરી દેવામાં આવે. રેલવે બોર્ડ તરફથી આખરે તમામ ઝોનને આ અંગે આદેશ જાહેર કરી દીધો છે.

આ પણ વાંચો: અઢી ફૂટના અઝીમ મન્સૂરીને નહોતી મળી રહી દુલ્હન, હવે લગ્ન માટે છોકરીઓની લાઈનો લાગી!

આ પણ વાંચો: અમદાવાદ-મહેસાણા હાઇવે પર 1 એપ્રિલથી કાર અને ટુ-વ્હીલર માટે ફરીથી ટોલ ટેક્સ શરૂ થશે? જાણો હકીકત


ગુગનેસને કહ્યુ કે, આગની તાજેતરની ઘટનાને ધ્યાનમાં રાખીને અમે અનેક પગલાં લીધા છે. આ એક સારો નિર્ણય છે. રેલવે બોર્ડ તરફથી પહેલા પણ આ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો હતો. આથી હવે રાત્રે 11 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી મુખ્ય બોર્ડમાંથી ચાર્જિંગ પોઇન્ટ્સની વીજળી બંધ કરી દેવામાં આવશે. બિઝનેસ ટુડેના એક રિપોર્ટ પ્રમાણે રેલવેએ ધુમ્રપાન કરનારાઓ સામે પણ કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. રેલવે આવા ગુના માટે સજામાં વધારાની યોજના બનાવી રહ્યું છે.
Published by: Vinod Zankhaliya
First published: March 31, 2021, 3:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading