ઈન્ડોનેશિયાઃ માછીમારની જાળમાં ફસાઈ ‘મ્યૂટેન્ટ શાર્ક’, મનુષ્ય જેવા ચહેરાથી લોકો આશ્ચર્યમાં

News18 Gujarati
Updated: February 24, 2021, 9:42 AM IST
ઈન્ડોનેશિયાઃ માછીમારની જાળમાં ફસાઈ ‘મ્યૂટેન્ટ શાર્ક’, મનુષ્ય જેવા ચહેરાથી લોકો આશ્ચર્યમાં
શાર્કના આ બચ્ચાની આંખો ગોળ અને મોટી છે. (તસવીર- Twitter/@Joe150302)

Viral: માદા શાર્કના પેટમાંથી મળેલા ત્રણ બચ્ચામાંથી એકનો ચહેરો મનુષ્યો જેવો, આંખો ગોળ અને મોટી

  • Share this:
જકાર્તા. દુનિયામાં આશ્ચર્યોની ક્યાંય ખોટ નથી. અને જ્યારે વાત સમુદ્ર (Ocean)ની કે નદીની થતી હોય તો એનો અંદાજો લગાવી શકાય છે કે ઘેરા પાણીમાં આખરે શું છે. અનેકવાર પાણીમાંથી મળેલી અનેક ચીજો ઘણી હેરાન કરનારી છે. આવો જ એક મામલો ઈન્ડોનેશિયા (Indonesia)ના દરિયાકાંઠે સામે આવ્યો છે. અહીં એક માછીમાર (Fisherman)ને શાર્ક (Shark)નું એક દુર્લભ ચહેરાવાળું બચ્ચું મળ્યું છે. મૂળે, તેને અહીં દુર્લભ એટલા માટે કહેવામાં આવી રહ્યું છે, કારણ કે આ શાર્કનો ચહેરો મનુષ્યથી ઘણો મળતો આવે છે. આવો સમજીએ આ સમગ્ર મામલો...

48 વર્ષીય માછીમાર અબ્દુલ્લાહ નુરેન (Abdullah Nuren) પોતાનું કામ કરી રહ્યો હતો. તે પૂર્વ નુસા ટેંગારા પ્રાંતના રોટો ડાઓની નજીક હતો. આ દરમિયાન તેની જાળમાં એક મોટી શાર્ક માછલી ફસાઈ ગઈ. આ દરમિયાન તેને અંદાજો નહોતો કે તેનો સામનો એક આશ્ચર્ય સાથે થવાનો છે. જ્યારે બાદમાં તેણે માછલીને કાપી તો તેની અંદર ત્રણ બચ્ચા હતા. આ ત્રણેય બચ્ચામાંથી બેના ચહેરા સામાન્ય હતા, પરંતુ એક બચ્ચું મનુષ્ય જેવું લાગી રહ્યું હતું. બીજી તરફ વિશેષજ્ઞો તેને મ્યૂટેશનનો મામલો ગણાવી રહ્યા છે.

શાર્કના બે બચ્ચા તેની મા જેવા દેખાતા હતા, જ્યારે એક બચ્ચાનો ચહેરો માણસની જેવો હતો. (તસવીર- Twitter/@Joe150302)


આ પણ વાંચો, આ એક રૂપિયાનો આ સિક્કો આપને બનાવી શકે છે માલામાલ! મળી શકે છે 10 લાખ રૂપિયા

આ બચ્ચાની આંખો ગોળ અને મોટી હતી. માછીમાર નુરેને જણાવ્યું કે, શરૂઆતમાં એક માદા શાર્ક મારી જાળમાં ફસાયેલી મળી. બીજા દિવસે મેં તેને કાપી તો તેની અંદર ત્રણ બચ્ચા હતા. નુરેને વધુમાં જણાવ્યું કે, બે બચ્ચા તેની મા જેવા દેખાતા હતા, જ્યારે એક બચ્ચાનો ચહેરો માણસની જેવો હતો. આ માછલી મળ્યા બાદ તેના અચંબાનો પાર ન રહ્યો. આ ઉપરાંત જે પણ આ માછલીને જુએ છે તે હેરાન રહી જાય છે.

આ પણ વાંચો, સપનાનું ઘર બાંધવા માટે ગરીબ પરિવારે ભેગા કર્યા હતા 5 લાખ રૂપિયા, ઉધઈ કરી ગઈ ચટનુરેન માછલીના બચ્ચાને લઈ ઘરે પહોંચ્યો, જ્યાં તેના પરિવારે તેને સાચવવામાં તેની મદદ કરી. તેના પડોશી પણ ઘરમાં આ નવા ખાસ અને અનોખા મહેમાનને જોવા ઉત્સાહિત બન્યા. નુરૈને જણાવ્યું કે અનેક પડોશીઓએ તો બચ્ચાને ખરીદવાની પણ રજૂઆત કરી. જોકે તેઓએ આવું કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. તેઓએ જણાવ્યું કે અનેક લોકો તેને ખરીદવા માંગે છે, પરંતુ હું તેને સાચવીને રાખીશ.
Published by: Mrunal Bhojak
First published: February 24, 2021, 9:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading