Jammu-Kashmir: ભારે હિમવર્ષા વચ્ચે સેનાએ 6.5 કિમી ચાલીને સગર્ભાને હોસ્પિટલ પહોંચાડી, જુઓ VIDEO
News18 Gujarati Updated: January 10, 2022, 9:15 AM IST
ભારે બરફવર્ષા વચ્ચે ગર્ભવતી મહિલાને લઈ જતા ભારતીય સેનાના જવાન
Indian Army Rescue Pregnant Woman: જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)માં શનિવારે ભારે હિમવર્ષા વચ્ચે સેનાએ વધુ એક પ્રશંસનીય પગલું ભરતાં ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી.
નવી દિલ્હી. ભારતીય સેના (Indian Army) દેશની સરહદ ઉપરાંત હંમેશા જરૂરિયાતમંદ નાગરિકોની મદદ માટે રાત-દિવસ તૈનાત રહે છે, પછી ભલે ગમે તે સંજોગો હોય. જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)માં શનિવારે ભારે હિમવર્ષા વચ્ચે સેનાએ વધુ એક પ્રશંસનીય પગલું ભરતાં ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી. સેનાએ બોનિયાર તાલુકામાં નિયંત્રણ રેખા (એલઓસી) ને અડીને આવેલા ઘગ્ગર હિલ ગામમાંથી તાત્કાલિક સ્થળાંતર (Emergency Evacuation) કરાવ્યું હતું.
બરફથી ખચોખચ ભરેલા ખરાબ રસ્તા અને મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં સેનાની ટીમે મહિલાને બોનિયાર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચાડી. અહેવાલ મુજબ, બોનિયાર તાલુકામાં નિયંત્રણ રેખાને અડીને આવેલા ઘગ્ગર હિલ ગામમાં ભારતીય સેના પોસ્ટને 8 જાન્યુઆરી સવારે 10.30 વાગ્યે એક ડિસ્ટ્રેસ કોલ મળ્યો. તેમાં સ્થાનિક લોકોએ એક સગર્ભા મહિલા માટે તત્કાળ મેડિકલ સહાયની વિનંતી કરી, જેની હાલત ગંભીર હતી.
વાહન ચલાવવું મુશ્કેલ હતું એટલે સેનાએ એક સ્ટ્રેચર તૈયાર કર્યુંતરત જ સેનાની મેડિકલ ટીમ સ્થળ પર પહોંચી ગઈ. દર્દીની શરૂઆતી તપાસ બાદ તેની ગંભીર સ્થિતિને જોતાં ઇમરજન્સી સહાયની યોજના બનાવવામાં આવી. ભારે હિમવર્ષાને લીધે વાહન ચલાવવું મુશ્કેલ હતું એટલે સેનાએ એક સ્ટ્રેચર તૈયાર કર્યું અને દર્દીને સાલાસણ સુધી લઈ ગઈ અને ત્યાંથી એક પબ્લિક હેલ્થ સેન્ટર એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી.
ભારે હિમવર્ષા છતાં ટીમે 6.5 કિમીનું અંતર કાપ્યું
સેનાએ કહ્યું, ‘ત્યારબાદ, વધુ સમય ગુમાવ્યા વિના બેટલફિલ્ડ નર્સિંગ આસિસ્ટન્ટ (BFNA) સહિતની ટીમ મહિલાને સવારે 11 વાગ્યે કુલીઓ સાથે ઘગ્ગર હિલથી સાલાસન સુધી લઈ ગઈ.’ ભારે હિમવર્ષા છતાં ટીમે 6.5 કિમીનું અંતર કાપ્યું. દર્દીને સુરક્ષિત સાલસણ પહોંચાડી અને બપોરે 1.45 વાગ્યે મહિલાને પીએચસી બોનિયારની પેરામેડિક્સની ટીમને સોંપી.
આ પણ વાંચો: 17,000 ફૂટની ઊંચાઈ પર ભારે બરફવર્ષા વચ્ચે ભારતીય સૈનિકો અદમ્ય હિંમત સાથે અડગ, જુઓ Video
તાત્કાલિક કાર્યવાહી અને સમયસર સહાય માટે પરિવાર અને સ્થાનિક લોકોએ સેના, સિવિલ એડમિનિસ્ટ્રેશન અને પીએચસી બોનિયારનો આભાર માન્યો હતો.
Published by:
Nirali Dave
First published:
January 10, 2022, 9:15 AM IST