છેડતીથી ત્રાસીને કિશોરીએ ફંદાથી લટકી જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટમાં લખ્યું- ‘પપ્પા મારા મોતનો બદલો લેજો’

News18 Gujarati
Updated: August 26, 2021, 8:41 AM IST
છેડતીથી ત્રાસીને કિશોરીએ ફંદાથી લટકી જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટમાં લખ્યું- ‘પપ્પા મારા મોતનો બદલો લેજો’
માતા કિરણે દરવાજો ખોલીને જોયું તો જ્યોતિ પંખા સાથે લટકતી જોવા મળી.

Jaunpur Suicide Case: રૂમનો દરવાજો ખોલતાં જ દીકરીને પંખાથી લટકેલી જોતાં માતાના હોશ ઊડી ગયા, સુસાઇડ નોટમાં કર્યા ચોંકાવનારા ખુલાસા

  • Share this:
જૌનપુર. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના જૌનપુર (Jaunpur) જિલ્લાના સુરેરી પોલીસ સ્ટેશનની હદના કમરૂદ્દીનપુર ગામમાં છેડતીથી ત્રાસીને એક કિશોરીએ ફંદો લગાવીને આત્મહત્યા (Suicide) કરી દીધી. પોતાની પાંચ લાઇનની સુસાઇડ નોટમાં (Suicide Note) કિશોરીએ આરોપ લગાવ્યો છે ગામના જ વિશેષ સુમદાયના રૂસ્તમ અલી નામનો યુવક તેની છેડતી કરતો હતો અને તેનાથી પરેશાન થઈને આ પગલું ઉઠાવ્યું છે. સુસાઇડ નોટમાં મૃતકાએ પિતાને પોતાના મોતનો બદલો લેવાની વાત પણ લખી છે. આ સમગ્ર મામલામાં કેસ નોંધીને પોલીસ (Police) આરોપીઓની તલાશમાં લાગી ગઈ છે.

વ્યવસાયે મીઠાઈની દુકાન ચલાવનારા ગરીબ પરિવારની લાડકી દીકરીના આત્મહત્યા મામલામાં (Jaunpur Minor Suicide Case) મીડિયામાં અહેવાલો સામે આવતાં પોલીસ બેડામાં હલચલ થઈ ગઈ છે. તાત્કાલિક કાર્યવાહી શરૂ કરતાં પોલીસે તપાસમાં (Police Probe) લાગી ગઈ છે. મળતી જાણકારી મુજબ, સુરેરી પોલીસ સ્ટેશનની હદના કમરૂદ્દીનપુર ગામ નિવાસી સુરેન્દ્ર ગુપ્તાની દીકરી જ્યોતિ ગુપ્તા (ઉંમર 15 વર્ષ)એ બુધવારે પોતાના જ ઘરમાં સાડીથી ફંદો લગાવીને પંખા સાથે લટકીને આત્મહત્યા (Suicide) કરી દીધી.

આ પણ વાંચો, Gurugram: ભાડૂઆત-પુત્રવધૂ વચ્ચે અનૈતિક સંબંધોની શંકામાં સસરો બન્યો કાળ, 5 લોકોની ક્રૂર હત્યા

જ્યારે ઘણા સમય સુધી તે રૂમની બહાર ન આવી તો તેની માતા કિરણે દરવાજો ખોલીને જોયું તો જ્યોતિ પંખા સાથે લટકતી જોવા મળી. આ દૃશ્ય જોઈને કિશોરીની માતાએ બૂમાબૂમ કરી દીધી. ઘોંઘાટ સાંભળીને પરિવારના સભ્યો પણ એકત્ર થઈ ગયા. પરિજનોને ઘટનાસ્થળેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. આ સુસાઇડ નોટમાં (Suicide Note) લખ્યું હતું કે, મારા મોત માટે જવાબદાર રૂસ્તમ અલી છે. પિતાજી તમે રૂસ્તમથી મારા મોતનો બદલો જરૂર લેજો. રૂસ્મતે મારી સાથે બહુ ખરાબ કર્યું છે અને મારા મોત માટે તે જ જવાબદાર છે.

આ પણ વાંચો, Gorakhpur: બલિ આપવા માટે તાંત્રિકે માસૂમ બાળકનું કર્યું અપહરણ, શ્વાસ રુંધાતા થયું મોત

કેસ નોંધીને પોલીસે તપાસ શરૂ કરી
ત્યારબાદ પીડિત પરિજનોએ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરી. સૂચના મળતા જ પીડિતાના ઘરે પહોંચેલી સ્થાનિક પોલીસે મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. બીજી તરફ મામલો બે સમુદાયો સાથે જોડાયેલો હોવાથી ક્ષેત્રાધિકારી મડિયાહૂ સહિત રામપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ. એસપી ગ્રામ્ય જૌનપુર ત્રિભુવન સિંહે જણાવ્યું કે મૃતક કિશોરીના પિતા સુરેન્દ્રએ પોલીસને લેખિત ફરિયાદ આપી છે. રૂસ્તમ અલી અને તેના કાકા ગોરખનારા, દાદા અલી રાજાની વિરુદ્ધ ફરિયાદ મળી છે. પોલીસ ફરિયાદના આધાર પર જરૂરી કાર્યવાહી હાથ ધરી રહી છે. આ સંદર્ભમાં પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ દેવીવર શુક્લએ News18ને ફોન પર જણાવ્યું કે, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ફરિયાદના આધાર પર જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે.

(રિપોર્ટ- મનોજ સિંહ પટેલ)
Published by: Mrunal Bhojak
First published: August 26, 2021, 8:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading