કળીયુગી માતા! પગ દબાવતા-દબાવતા થાકી દીકરી, હાથ થોભ્યા તો બાળકીને આપી તાલિબાની સજા

News18 Gujarati
Updated: August 29, 2021, 12:17 AM IST
કળીયુગી માતા! પગ દબાવતા-દબાવતા થાકી દીકરી, હાથ થોભ્યા તો બાળકીને આપી તાલિબાની સજા
પ્રતિકાત્મક તસવીર

સ્થાનિક લોકોએ બાળકીના શરીરમાંથી લોહી નીકળતું જોયું, તો તરત જ તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા જ્યાં તેને સારવાર આપવામાં આવી.

  • Share this:
ઝાંસી : કહેવાય છે કે ભલે બાળકનું વર્તન તેના માતા-પિતા (Mother Father) માટે ખરાબ હોય, પણ માતા ક્યારેય કુ-માતા નથી હોતી. પરંતુ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ઝાંસી (Jhansi)માં કળિયુગી (Kaliyug) માતા (Mother) , કુ-માતા બનવાનો કિસ્સો સામે આવ્યો છે. ઉત્તરપ્રદેશના ઝાંસીમાં, એક કલિયુગી માતા (Kaliyugi mother)એ તેના પગ દબાવવાની ના પાડતા તેની પુત્રી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો, તેને ઇજા પહોંચાડી. ઘાયલ બાળકી (injured girl)ને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

ઘટના ઝાંસી જિલ્લાના ગુરસરાય પોલીસ સ્ટેશન વિસ્તારની છે. કાજલ નામની મહિલા થોડા દિવસ પહેલા તેના ચાર બાળકો - માહી, ચાહત, અંજલી અને પુત્ર દેવ સાથે આ વિસ્તારમાં આવી હતી. કહેવાય છે કે, મહિલાનો પતિ કેરળની એક ફેક્ટરીમાં કામ કરે છે. મહિલા તેના ચાર બાળકો સાથે મોટાભાગે આ વિસ્તારમાં બજારમાં ફરતી જોવા મળે છે. તે મંદિર, દુકાન, જાહેર સ્થળોની નજીક ચક્કર લગાવતી જોવા મળતી હોય છે.

ઘટનાના દિવસે કાજલે તેની વચોટ પુત્રી ચાહતને તેના પગ દબાવવા કહ્યું. માતાના કહેવા પર છોકરીએ તેના પગ દબાવવા માંડ્યા, પણ થાકી જવાના કારણે તે થોભી ગઈ અને થોડી વાર પછી પગ દબાવવા કહ્યું. આ સાંભળીને માતા ગુસ્સે થઈ ગઈ અને નજીકમાં રાખવામાં આવેલી સાંકળ અને છરી વડે બાળકી પર હુમલો કર્યો. ચાહત રડતી-રડતી અને લોહીથી લથબથ હાલતમાં બહાર દોડી ગઈ. સ્થાનિક લોકોએ બાળકીના શરીરમાંથી લોહી નીકળતું જોયું, તો તરત જ તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા જ્યાં તેને સારવાર આપવામાં આવી.

આ પણ વાંચોપતિની હેવાનિયત: 3 બાળકો સહિત પત્નીનું ગળુ કાપી નાખ્યું, પછી ખાધુ ઝેર, આખું ગામ હચમચી ગયું

આ સંદર્ભે, વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) એ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, ચાહત નામની એક છોકરી છરીના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી, ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પુત્રી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરનાર કાજલને પોલીસે કસ્ટડીમાં લીધી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે.
Published by: kiran mehta
First published: August 29, 2021, 12:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading