શરમજનક ઘટના! બે બાળકોની માતાને ઝાડ સાથે બાંધીને કપડાં ફાડ્યા, જીવતી સળગાવવાની કરી કોશિશ

News18 Gujarati
Updated: July 26, 2021, 6:55 PM IST
શરમજનક ઘટના! બે બાળકોની માતાને ઝાડ સાથે બાંધીને કપડાં ફાડ્યા, જીવતી સળગાવવાની કરી કોશિશ
ઘટના સ્થળની તસવીર

jharkhand news: આ શરમજનક ઘટનામાં એક મહિલાને ચાર રસ્તા ઉપર ઝાડ સાથે બાંધીને તેમનું ચીરહરણ કર્યા બાદ જીવતી સળગાવીને મારવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, પોલીસ ઘટના સ્થળે પહોંચીને મહિલાને બચાવી લીધી હતી.

  • Share this:
અઝાઝ અહમદ, ગિરિડીહઃ તાજેતરમાં મહિલાઓ સાથે અત્યાચારની ઘટના (Harassment on woman) છાસવારે આવતી રહે છે. ત્યારે વધુએ ઘટના ઝારખંડના (Jharkhand) ગિરિડીહ જિલ્લામાં સરિયા પ્રખંડના છોટકી સરિયા ગામમાં સામે આવી છે. આ શરમજનક ઘટનામાં એક મહિલાને ચાર રસ્તા ઉપર ઝાડ (woman beaten video) સાથે બાંધીને તેમનું ચીરહરણ કર્યા બાદ જીવતી સળગાવીને મારવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, પોલીસ ઘટના સ્થળે પહોંચીને મહિલાને બચાવી લીધી હતી. આ ઘટના એક મહિના જૂની હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે પીડિતાએ પોતાના સાસરીયાઓના અને આસપાસના લોકો ઉપર આરોપ લગાવ્યો છે કે લોકો તેને સાસરીથી બેદખલ કરવા માંગે છે. પીડિતા વિધવા છે અને તેના બે બાળકો છે. પીડિતા પ્રમાણે તેઓ ઘરમાં ઊંઘી રહી હતી. આ સમયે સાસરીના લોકો અને આસપાસના લોકો લાકડી ડંડા લઈને ધસી આવ્યા છે. અને જબદસ્તીથી ઘરમાં ઘુસી અને ઢસડીને ચોકમાં લઈને આવ્યા હતા.

જ્યાં લોકોએ પીડિતાને ઝાડ સાથે બાંધીને કપડા ફાડી નાંખ્યા હતા. બે કલાક સુધી મહિલા અજીજી કરતી રહી, બાળકો રડતા રહ્યાં પરંતુ કોઈ બચાવવા માટે સામે આવ્યું નહીં. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને પીડિતાને ભીડથી છોડાવી હતી. પીડિતાએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાને લઈને પોલીસ ઉપર નારાજગી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! ગીર સોમનાથના ઉનામાં ઊંઘતી બે બાળકીઓને સાપે ડંખ માર્યો, બે બહેનોના મોતથી પરિવાર શોકાતુર

આ મામલામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ આ મામલામાં તપાસ કરવામાં લાગી છે. કેસ નોંધાયા બાદ બધા આરોપી ફરાર થયા છે. બીજી તરફ પોલીસ પણ આ અંગે મૌન ધારણ કર્યું છે. પરંતુ વીડિયો વાયરલ થયા બાદ ઘટના સામે આવી છે.આ પણ વાંચોઃ-નરાધમ પુત્રનું કારસ્તાન! માતાને પરપુરુષ સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પુત્ર, વીડિયો બનાવી કરી બ્લેકમેઈલ

આ પણ વાંચોઃ-પતિ પત્ની ઔર વોઃ પત્નીએ હોટલમાં છાપો મારીને પતિને મહિલા મિત્ર સાથે પકડ્યો, પરંતુ પત્ની જ ભરાઈ ગઈ

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં છોટાઉદેપુરમાં પ્રેમ (Chhota Udepur couple beaten) કરવાની તાલિબાની સજા આપવામાં આવી હોય તેવો વધુ એક બનાવ સામે આવ્યો હતો. પ્રેમ બાદ એકબીજાનું ઘર છોડીને ભાગી ગયેલા એક યુગલને પકડીને માર મારવામાં આવ્યો હતો. યુવક અને યુવતીને પકડીને એક ઝાડ સાથે બાંધી (Couple tied with tree and beaten) દેવામાં આવ્યા હતા. જે બાદમાં બંનેને લાકડીથી ફટકારવામાં આવ્યા હતા.

આ અંગેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Couple beaten viral video) થયો છે. મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર તાલુકાના ચીલીયાવાંટ ગામ ખાતે ગઈકાલે આ બનાવ બન્યો હતો. આ માલે રંગપુર પોલીસ મથક (Rangpur police station) ખાતે નવ લોકો સામે ગુનો નોંધાયો છે. પોલીસે આ કેસમાં ગણતરીની કલાકોમાં તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
Published by: ankit patel
First published: July 26, 2021, 6:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading