જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાહુલ ગાંધીને આપ્યો વળતો જવાબ, કહ્યું- આટલી ચિંતા પહેલા કરી હોત તો

News18 Gujarati
Updated: March 9, 2021, 4:54 PM IST
જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાહુલ ગાંધીને આપ્યો વળતો જવાબ, કહ્યું- આટલી ચિંતા પહેલા કરી હોત તો
જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાહુલ ગાંધીને આપ્યો વળતો જવાબ, કહ્યું- આટલી ચિંતા પહેલા કરી હોત તો

રાહુલ ગાંધીએ એક દિવસ પહેલા કહ્યું હતું કે જો જ્યોતિરાદિત્ય કોંગ્રેસમાં હોત તો મુખ્યમંત્રી થઈ શકતા હતા

  • Share this:
ભોપાલ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના (Rahul Gandhi) નિવેદન પર જ્યોતિરાદિત્ય સિંધિયાએ વળતો જવાબ આપ્યો છે. સિંધિયાએ (Jyotiraditya scindia)જવાબ આપ્યો છે કે કાશ, રાહુલ ગાંધીએ આટલી ચિંતા પહેલા કરી હોત તો. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ એક દિવસ પહેલા કહ્યું હતું કે જો જ્યોતિરાદિત્ય કોંગ્રેસમાં હોત તો મુખ્યમંત્રી થઈ શકતા હતા. રાહુલ ગાંધીના આ નિવેદન પછી મધ્ય પ્રદેશની રાજનીતિમાં નિવેદનનો રાઉન્ડ ચાલી રહ્યો છે. બધા પોતાની પાર્ટી લાઇન અને નફા-નુકસાન જોઈને બોલી રહ્યા છે. આ મુદ્દે જયોતિરાદિત્ય સિંધિયાનું નિવેદન પણ સામે આવ્યું છે.

રાહુલ ગાંધીએ કરેલા નિવેદન પર પૂછેલા સવાલ પર જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે રાહુલને જેટલી ચિંતા અત્યારે થઈ રહી છે તેટલી ચિંતા કોંગ્રેસમાં હતા ત્યારે થઈ હોત તો. જ્યોતિરાદિત્યનું આ નિવેદન રાહુલ ગાંધીના એ નિવેદનનો જવાબ છે જેમાં તેમણે કહ્યું હતું કે જ્યોતિરાદિત્ય સિંધિયા બીજેપીમાં બૈકબેંચર બનીને રહી ગયા છે. જો તે કોંગ્રેસમાં હોત તો મુખ્યમંત્રી બની શકતા હતા પણ બીજેપીમાં તે પાછળ બેસનાર બૈકબેંચર બનીને રહી ગયા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સિંધિયા પાસે કોંગ્રેસ કાર્યકર્તાઓની સાથે મળીને સંગઠનને મજબૂત બનાવવાનો વિકલ્પ હતો. મેં તેમને કહ્યું હતું તમે એક દિવસ મુખ્યમંત્રી બનશો. જોકે તેમણે બીજો રસ્તો પસંદ કર્યો. તમે લખી લો તે ત્યાં ક્યારેય મુખ્યમંત્રી બનશે નહીં. આ માટે અહીં પાછા આવવું પડશે.

આ પણ વાંચો - ઉત્તરાખંડના CM ત્રિવેન્દ્ર સિંહ રાવતે રાજીનામું આપ્યું, ધન સિંહ રાવત બની શકે છે નવા મુખ્યમંત્રી


બીજી તરફ મધ્ય પ્રદેશના બીજેપી પ્રદેશ અધ્યક્ષ બી ડી શર્માએ કહ્યું કે રાહુલ ગાંધી સચિન પાયલટની ચિંતા કરે. તે પણ સિંધિયાના મિત્ર છે. પહેલા સિંધિયાને સન્માન આપ્યું નહીં. બધુ ગુમાવ્યા પછી રાહુલ ગાંધી આવી વાત કરી રહ્યા છે.
Published by: Ashish Goyal
First published: March 9, 2021, 4:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading