છત્તીસગઢ: અહીં બાળક હોય કે વૃદ્ધ, સ્ત્રી કે યુવાન, દરેકને સાંજે જેલમાં ધકેલી દેવામાં આવે છે, જાણો શું કારણ છે

News18 Gujarati
Updated: June 16, 2021, 3:58 PM IST
છત્તીસગઢ: અહીં બાળક હોય કે વૃદ્ધ, સ્ત્રી કે યુવાન, દરેકને સાંજે જેલમાં ધકેલી દેવામાં આવે છે, જાણો શું કારણ છે
હાથીઓનો આતંક - ગ્રામજનો સાંજ પડે જેલમાં રહેવા મજબુર

ગ્રામીણ મહિલાએ જણાવ્યું હતું કે, અમારે આ પહેલા ક્યારેય આવું જોવું નથી પડ્યું કે, હાથીઓના ડરને લીધે અમારે 4 વાગ્યે ભોજન તૈયાર કરી જમીનની અંદર કેદીઓની જેમ જેલમાં રહેવા જતુ રહેવું પડે છે

  • Share this:
છત્તીસગઢ : કાંકર જિલ્લાના ભાનુપ્રતાપુરથી એક અનોખી તસવીર સામે આવી છે. અહીં હાથીઓથી પોતાનો જીવ બચાવવા ગ્રામજનોને જેલમાં બંધ કરવા પડે છે. દંડકારણ્યના ગાઢ જંગલમાં હાજર કાંકેરના ભાનુપરતાપુરના કેટલાક ગામોના સેંકડો આદિવાસીઓને હાથીઓથી પોતાનો જીવ બચાવવા માટે રાત્રિ પડતાની સાથે જ આ વિસ્તારની અન્ડર-કન્સ્ટ્રક્શન જેલમાં છુપાવવું પડે છે. દિવસ દરમિયાન અહીં 20થી વધુ હાથીઓ જંગલમાં પહાડો પર સૂઈ જાય છે અને પછી રાત્રે ગામોમાં આવી પહોંચે છે અને ઉત્પાત મચાવી તારાજી સર્જે છે.

છત્તીસગઢના મહાસમુંદ અને જશપુરમાં છેલ્લા 1 મહિનાની અંદર, હાથીઓએ 3 લોકોને કચડીને મારી નાખ્યા છે, જેના કારણે સેંકડો ગ્રામજનો દરરોજ સાંજે જેલમાં આશ્રય લેવા આવે છે. અહીં, તેઓ જેલમાં કેદીઓની જેમ રાત વિતાવે છે અને પછી તેઓ સવારે ઘરે પાછા ફરે છે.

બિજિક્તા નામની ગ્રામીણ મહિલાએ જણાવ્યું હતું કે, અમારે આ પહેલા ક્યારેય આવું જોવું નથી પડ્યું કે, હાથીઓના ડરને લીધે અમારે 4 વાગ્યે ભોજન તૈયાર કરવું પડે છે અને બાળકો સાથે ગામડામાંથી બહાર આવીને જેલમાં રહેવું પડે છે. અહીં કેદીઓની જેમ રાત વિતાવીએ છીએ, તે પછી વહેલી સવારે જ પાછા ખેતરોમાં કામ કરવા જઈએ છીએ.

આ પણ વાંચોખેડા : પાકી ભાઈબંધી! એક-બીજાને બચાવતા ત્રણ બાળકોના તળાવમાં ડુબવાથી મોત, અંતિમ યાત્રામાં ગામ હિબકે ચઢ્યું

ગામના સકલુએ જણાવ્યું હતું કે, હાથીઓના આતંકને કારણે અમારે જેલમાં કેદીઓની જેમ જીવવું પડે છે. આ પહેલાં ક્યારેય નહોતું જોયું. ડર લાગે છે. બપોરના 2 - 3 વાગ્યા પછી જેલમાં આવવું પડે છે. ગામલોકો અને હાથીઓ વચ્ચેના સંઘર્ષ અંગે સરકાર કહે છે કે, સરકાર ગ્રામજનોની સુરક્ષા માટે કટિબદ્ધ છે. આ હાથીઓના ભ્રમણનો વિસ્તાર છે, ગત વર્ષે પણ હાથી અહીં આવ્યા હતા અને અહીંથી પરત ફર્યા હતા.

આ પણ વાંચોગાંધીનગર : વિચિત્ર યુવાને પોલીસ ઊંઘ હરામ કરી, ગાડીમાં આવી એવી હરકતો કરતો કે મહિલાઓ મુકાતી શરમમાં મુખ્યમંત્રી ભૂપેશ બધેલે કહ્યું છે કે, હાથીઓ રાયગઢ કોરબા થઈને અહીં બારનવાપરાના જંગલની નીચેથી પસાર થઈ અહીં પહોંચ્યા હતા. હવે કાંકરમાં છે અને ગયા વર્ષે પણ અહીં આવ્યા હતા. અહીંથી તેઓ પાછા ફરે છે. છત્તીસગઢમાં હાથી અને માનવ સંઘર્ષની વાર્તા ઘણી જૂની છે. અહીં છેલ્લા 5 વર્ષમાં માનવ અને હાથીના દ્વંદ્વયુદ્ધમાં 350થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. છત્તીસગઢમાં, માનવ અને હાથીના સંઘર્ષને રોકવા માટે 2000 ચોરસ કિલોમીટરમાં હાથીઓ માટે પણ લેમરુ રિઝર્વ એલિફન્ટ ફ્રન્ટની દરખાસ્ત છે, પરંતુ વિપક્ષનો આરોપ છે કે, સરકાર આ યોજનામાં માત્ર ભ્રષ્ટાચાર કરી રહી છે.

ભાજપના પૂર્વ પ્રધાન બ્રિજમોહન અગ્રવાલે કહ્યું કે, હાથી અને માનવો વચ્ચેના સંઘર્ષ સાથે સરકારને કોઈ લેવાદેવા નથી, તેમાં ફક્ત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ વર્ષમાં સરકારે આ માટે કશું જ કર્યું નહીં.
Published by: kiran mehta
First published: June 16, 2021, 3:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading