Pushpraj Jain News: કોણ છે પુષ્પરાજ જૈન, પીયૂષ જૈનથી શું સંબંધ છે, જાણો સપા MLCની આખી કુંડલી

News18 Gujarati
Updated: December 31, 2021, 4:21 PM IST
Pushpraj Jain News: કોણ છે પુષ્પરાજ જૈન, પીયૂષ જૈનથી શું સંબંધ છે, જાણો સપા MLCની આખી કુંડલી
સપા MLC પુષ્પરાજ જૈન કન્નૌજમાં બહુ જાણીતાં પરફ્યુમના વેપારી છે.

Pushpraj Jain IT Raid: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh News)ના પરફ્યુમના વેપારી અને સપા MLC પુષ્પરાજ જૈન (Pushpraj Jain) ઉર્ફે પમ્પીના ઘરથી ઓફિસ સુધી આવકવેરા વિભાગે દરોડા (Income Tax Raid) પાડ્યા છે.

  • Share this:
કન્નૌજ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh News)ના પરફ્યુમ વેપારી અને સપા ધારાસભ્ય પુષ્પરાજ જૈન (Pushpraj Jain) ઉર્ફે પમ્પીના ઘરથી ઓફિસ સુધી આવકવેરા વિભાગે દરોડા (Income Tax Raid) પાડ્યા છે. પીયૂષ જૈન પર સકંજો કસાયા બાદથી જ પુષ્પરાજ જૈનનું નામ ચર્ચામાં હતું, આ દરમિયાન આજે આઈટી વિભાગની ટીમે કનૌજ (Kannauj News) સ્થિત તેમના ઘર અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા છે. પુષ્પરાજ જૈનના ઘર અને અન્ય સ્થળો પર દરોડા એવા સમયે પડ્યા છે જ્યારે અખિલેશ યાદવ પોતે કન્નૌજમાં હાજર છે. આ આઈટી રેઇડ અંગે સપાએ તીખી પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે જનતા બધું જોઈ રહી છે અને વોટથી જવાબ આપશે.

પીયૂષ જૈન સાથે કોઈ સંબંધ છે?

પુષ્પરાજ જૈન કન્નૌજના જાણીતાં પરફ્યુમ વેપારી છે. પીયૂષ જૈન પર જ્યારે દરોડા ચાલુ હતા, ત્યારે ઘણી સમાનતાઓને લીધે તેમનું નામ પણ ચર્ચામાં હતું. પાછું જ્યાં પીયૂષ જૈનનું કન્નૌજમાં ઘર છે, ત્યાં જ પુષ્પરાજ જૈનનું ઘર પણ છે. બંનેમાં સમાનતા એટલી છે કે નામના પહેલા અક્ષર ‘પી’ અને સરનેમ ‘જૈન’થી લઈને વ્યવસાય (પરફ્યુમ) અને ગલી પણ સરખી છે. એ જ કારણ છે કે જ્યારે પીયૂષ જૈનને ત્યાં રેઇડ પડી ત્યારે પુષ્પરાજ જૈનનું નામ પણ યુપીમાં ચર્ચાવા લાગ્યું. જોકે, એ સ્પષ્ટ છે કે પુષ્પરાજ જૈનનો સંબંધ સંપૂર્ણપણે સમાજવાદી પાર્ટી સાથે છે. સપાના એમએલસી પુષ્પરાજ જૈને જ સમાજવાદી અત્તર લોન્ચ કર્યું હતું.

પુષ્પરાજ જૈન કોણ છે?

પુષ્પરાજ જૈનની રિજનલ ઓફિસ મુંબઈમાં છે. તેમના પરફ્યુમનો કારોબાર મિડલ ઈસ્ટ દેશોમાં ફેલાયેલો છે. 60 વર્ષીય પુષ્પરાજ જૈન કન્નૌજમાં બહુ જાણીતાં પરફ્યુમના વેપારી છે. તેમની પાસે પેટ્રોલ પંપ અને કોલ્ડ સ્ટોરેજ યુનિટ છે. તેઓ ખેતીમાંથી પણ કમાણી કરે છે અને તેમની પાસે મુંબઈમાં ઘર અને ઓફિસ છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ અખિલેશ યાદવે ‘સમાજવાદી અત્તર’ નામથી પરફ્યુમ લોન્ચ કર્યું હતું. આ દરમ્યાન સપા એમએલસી પુષ્પરાજ જૈન પણ હાજર હતા કેમકે, આ પરફ્યુમને તેમને જ તૈયાર કર્યું હતું.

આ પણ વાંચો: ટેક્સ-દંડના 52 કરોડ કાપો અને બાકી પાછા આપો; પીયૂષ જૈને કોર્ટ પાસે જપ્ત કરાયેલા પૈસા પાછા માગ્યા!અભ્યાસ અને કુલ સંપત્તિ

2016માં તેમના ચૂંટણી એફિડેવિટ મુજબ, પુષ્પરાજ અને તેમના પરિવાર પાસે 37.15 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 10.10 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. તેમનો કોઈ અપરાધિક રેકોર્ડ નથી અને તેમણે કન્નૌજની સ્વરૂપ નારાયણ ઇન્ટર મીડીએટ કોલેજમાં 12મા સુધીનો અભ્યાસ કર્યો છે. પીયૂષ જૈન પર જ્યારે દરોડા પડ્યા હતા ત્યારે પુષ્પરાજે કહ્યું હતું કે મારે પીયૂષ જૈનથી કોઈ લેવાદેવા નથી. કોમન વાત એ છે કે પીયૂષ જૈન મારા જેવા જ સમુદાયથી છે. જો તેને ત્યાં દરોડા પડ્યા છે તો એ જાતે જ સામનો કરશે.

આ પણ વાંચો: ક્વીન એલિઝાબેથની હત્યા કરવા મહેલમાં ઘૂસ્યો શીખ યુવક, જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા માગતો હતો

મધ્ય પૂર્વના દેશો સુધી ફેલાયો છે બિઝનેસ

પુષ્પરાજ જૈન 2016માં ઇટાવા-ફર્રુખાબાદથી MLC તરીકે ચૂંટાયા હતા. તે પ્રગતિ રોમા ઓઈલ ડિસ્ટિલર્સ પ્રાઈવેટ લિમિટેડના સહ-માલિક છે. તેમના આ બિઝનેસની શરૂઆત તેમના પિતા સવૈલલાલ જૈન દ્વારા 1950માં કરવામાં આવી હતી. પુષ્પરાજ અને તેમના ત્રણ ભાઈઓ કન્નૌજમાં બિઝનેસ ચલાવે છે અને એક જ ઘરમાં રહે છે. MLC પુષ્પરાજનું મુંબઈમાં એક ઘર અને ઓફિસ છે, જ્યાંથી મુખ્યત્વે મધ્ય પૂર્વના લગભગ 12 દેશોમાં નિકાસનો સોદો થાય છે. તેના ત્રણ ભાઈઓમાંથી બે મુંબઈ ઓફિસમાં કામ કરે છે જ્યારે ત્રીજો તેમની સાથે કન્નૌજમાં મેન્યુફેક્ચરિંગ સેટઅપ પર કામ કરે છે.
Published by: Nirali Dave
First published: December 31, 2021, 4:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading