VIDEO: હોમવર્કથી પરેશાન કાશ્મીરી બાળકીએ PM મોદીને આવી રીતે કરી ફરિયાદ

News18 Gujarati
Updated: June 1, 2021, 10:42 AM IST
VIDEO: હોમવર્કથી પરેશાન કાશ્મીરી બાળકીએ PM મોદીને આવી રીતે કરી ફરિયાદ
કાશ્મીરની 6 વર્ષની બાળકીએ વડાપ્રધાન મોદીને મોકલ્યો વીડિયો સંદેશ (Photo: Twitter)

Viral Video: કાશ્મીરી બાળકીએ ખૂબ જ માસૂમ અંદાજમાં ઓનલાઇન ક્લાસિસ અને હોમવર્કને લઈ ફરિયાદ કરી છે

  • Share this:
શ્રીનગર. કોરોના વાયરસ (Coronavirus) મહામારીના કારણે દેશભરમાં બાળકોનો અભ્યાસ પ્રભાવિત થઈ રહ્યો છે. એવામાં સ્કૂલ અને કોચિંગ સંસ્થાન ઓનલાઇન ક્લાસિસ (Online Classes)ના માધ્યમથી શિક્ષણ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ કેટલાક બાળકોની ફરિયાદ છે કે તેમને ઓનલાઇન ક્લાસિસમાં ટીચર વધુ હોમવર્ક આપી દે છે. આવી જ એક બાળકી જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ની છે. તેની ઉંમર 6 વર્ષની છે. તેણે પોતાની સમસ્યાની જાણકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સુધી પહોંચાડવા માટે તેમના નામે વીડીયો સંદેશ જાહેર કર્યો છે.

બાળકીએ આ વીડિયોમાં ખૂબ જ માસૂમ અંદાજમાં વડાપ્રધાન મોદીને અપીલ કરી છે. તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેને જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ પણ શૅર કર્યો છે.

આ પણ વાંચો, રસ્તા કિનારે જોવા મળી અજબ પ્રકારની આકૃતિ! કોઈએ કહ્યું એલિયન, કોઈએ ભૂતવીડિયોમાં 6 વર્ષની બાળકી વડાપ્રધાન મોદીને સંદેશ આપતા કહે છે કે , અસ્સલામુ અલૈકુમ મોદી સાહબ, હું એક બાળકી બોલી રહી છું, હું ઝૂમ ક્લાસની વાત કરી રહી છું. જે 6 વર્ષના બાળકો હોય છે તેમને વધુ કામ કેમ આપો છો. પહેલા મારા અંગ્રેજી, ગણિત, ઉર્દૂ, ઇવીએસ અને ત્યારબાદ કોમ્પ્યૂટરના ક્લાસ હોય છે. મારા 10 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી ક્લાસ ચાલે છે. આટલું કામ તો મોટા બાળકોની પાસે હોય છે.

આ વીડિયો સામે આવ્યા બાદ જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ એક્શન લીધા છે. તેઓએ બાળકીના વીડિયોને શૅર કરતાં કહ્યું કે, ખૂબ જ પ્રેમ ભરેલી ફરિયાદ. સ્કૂલ દ્વારા બાળકો પર કામ કરવાનું ભારણ ઓછું કરવા માટે સ્કૂલ શિક્ષણ વિભાગને 48 કલાકની અંદર કારગર નીતિ બનાવવા માટે નિર્દેશ આપ્યા છે. બાળપણ ભગવાનનો આશીર્વાદ છે. તેમનો દિવસ જીવંત અને આનંદથી પરિપૂર્ણ હોવો જોઈએ.

આ પણ વાંચો, દુલ્હને હવામાં ફાયરિંગ કરીને જાનૈયાઓનું કર્યું સ્વાગત, દુલ્હાના ઊડી ગયા હોશ

બાળકીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો 1 મિનિટ 11 સેકન્ડનો છે. અત્યાર સુધી આ વીડિયોને 4.89 લાખ લોકો જોઈ ચૂક્યા છે.
Published by: Mrunal Bhojak
First published: June 1, 2021, 10:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading