સાદગીની મિશાલ: 4 વખત MLA બન્યા બાદ પણ આ નેતા પાસે નથી પાકુ મકાન, આજે પણ કરે છે ખેતી
News18 Gujarati Updated: November 15, 2020, 9:52 PM IST
બલરામપુર બેઠક એમએલએ મહેબૂબ આલમ
કેટલાએ નેતા પોતાની પાંચ વર્ષની મુદત પૂરી થતાં પહેલા તો લાખો રૂપિયાની જંગમ અને સ્થાવર મિલકત ભેગી કરી દે છે.
કટિહાર: ભારતમાં, જો કોઈ એક વાર પણ સરપંચ અથવા નેતા બને તો તેમની રહેણી કરણી બદલાઈ જતી હોય છે. જે વ્યક્તિ સરપંચ અથવા નેતા બને તો એક જ વર્ષમાં કાર લઈને મુસાફરી કરતો તો બની જ જાય છે. આ સિવાય, પોતાની પાંચ વર્ષની મુદત પૂરી થતાં પહેલા તો લાખો રૂપિયાની જંગમ અને સ્થાવર મિલકત ભેગી કરી દે છે. પરંતુ આ બધા વચ્ચે કેટલાક નેતાઓ એવા છે કે જેઓ ધારાસભ્ય બન્યા પછી પહેલા જેવું જીવન જીવી રહ્યા છે. તેમની સાદગીની મિશાલની ઠેર-ઠેર ચર્ચાથતી હોય છે. આ નેતાઓમાં એક નામ મહેબૂબ આલમ છે. તેઓ તેમની પ્રામાણિકતા અને સાદગી માટે આ પ્રદેશમાં પ્રખ્યાત છે. આ જ કારણ છે કે, તે ધારાસભ્ય હોવા છતાં પણ તે હજી પોતાના માટે પાક્કુ હાઉસ બનાવી શક્યો નથી.
મળતી માહિતી મુજબ મહેબૂબ આલમ બિહારના કટિહાર જિલ્લાના છે. મહેબૂબ આલમ બલરામપુર બેઠક પરથી ચોથી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. વિશેષ વાત એ છે કે, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મહેબૂબ આલમે આ વખતે મોટા મતોના તફાવતથી ચૂંટણી જીત્યા છે. પરંતુ ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી પણ તેઓ આજદિન સુધી પોતાના માટે તેમણે પાક્કુ મકાન સુધી નથી બનાવ્યું. તેઓ હજી પણ ક્યાંક જવા માટે પગપાળા જવાનું જ પસંદ કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વખતે બિહારની ચૂંટણીમાં વિજેતા થયેલા ધારાસભ્યોમાં 81 ટકા ધારાસભ્ય કરોડપતિ છે. મહેબૂબ આલમ તેમની વચ્ચે એવા ધારાસભ્ય છે જેમની પાસે પાક્કુ મકાન પણ નથી. આવી સ્થિતિમાં, આ દિવસોમાં તે લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે.
મહેબૂબ આલમ CPIની ટિકિટ પર ચોથી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે
તમને જણાવી દઈએ કે, મહેબૂબ આલમ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાની ટિકિટ પર ચોથી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ કટિહાર જિલ્લાની બલરામપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તેમણે 53 હજારથી વધુ મતોના અંતરે જીત મેળવી છે. આ વખતે બિહારની ચૂંટણીની આ સૌથી મોટી જીત છે. ખાસ વાત એ છે કે મહેબૂબ આલમની ઉંમર માત્ર 44 વર્ષ છે. તે દસમું પાસ છે. તેઓ ખેતી પણ કરે છે.
Published by:
kiran mehta
First published:
November 15, 2020, 9:52 PM IST