જાણો ઓમિક્રોનના સબ વેરિએન્ટ BA.2.75ના લક્ષણો, કેવી રીતે ફેલાય છે આ વાયરસ


Updated: July 26, 2022, 6:12 PM IST
જાણો ઓમિક્રોનના સબ વેરિએન્ટ BA.2.75ના લક્ષણો, કેવી રીતે ફેલાય છે આ વાયરસ
આ સબ વેરિએન્ટ BA.2.75 રિસેપ્ટર બાઈન્ડિંગ ડોમેઈન પર મ્યુટેશન્સ જોવા મળી રહ્યા છે (પ્રતિકાત્મક તસવીર)

Omicron BA.2.75 variant - કેન્દ્ર સરકાર અનુસાર અત્યાર સુધી BA.2, BA.2.38, BA.4 અને BA.5 સંક્રમણ ફેલાયા હતા. પરંતુ હવે ઓમિક્રોનનો સબ વેરિએન્ટ BA.2.75 સામે આવ્યો છે

  • Share this:
નવી દિલ્હી : ભારતમાં પહેલીવાર ઓમિક્રોન સબ લિનેજ BA.2.75 (Omicron BA.2.75 variant) નોંધાયા બાદ યુકે, ઓસ્ટ્રેલિયા, US, જર્મની અને કેનેડામાં પણ તેના કેસ જોવા મળ્યા છે. COVID-19 વાયરસનો આ નવો વેરિએન્ટ (covid-19 sub variant)ઝડપથી ફેલાઈ રહ્યો છે. વેક્સીન લેવાથી આ વાયરસ સામે રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થઈ શકે છે. ત્યારે WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું છે કે, આ વેરિએન્ટ પહેલાના વાયરસ કરતા ગંભીર છે કે નહીં, તે જણાવવું મુશ્કેલ છે. આ સબ વેરિએન્ટ BA.2.75 રિસેપ્ટર બાઈન્ડિંગ ડોમેઈન પર મ્યુટેશન્સ જોવા મળી રહ્યા છે. જે વાયરસનો મહત્વપૂર્ણ ભાગ છે, જે હ્યુમન રિસેપ્ટર સાથે જોડાય છે. કેન્દ્ર સરકાર અનુસાર અત્યાર સુધી BA.2, BA.2.38, BA.4 અને BA.5 સંક્રમણ ફેલાય હતા. પરંતુ હવે ઓમિક્રોનનો સબ વેરિએન્ટ BA.2.75 સામે આવ્યો છે.

શું આ BA 2.75 કોવિડ-19નો સબ વેરિએન્ટ છે? એવા કયા લક્ષણો છે, જે કોવિડ-19ની એક બીજી લહેર આવી શકે છે?

અનેક નિષ્ણાંતોએ દાવો કર્યો છે કે, ઓમિક્રોનનો આ સબ વેરિએન્ટ મોટી માત્રામાં લહેર પેદા કરી શકે તેવી સંભાવના જોવા મળતી નથી. વૃદ્ધ વ્યક્તિઓએ સાવચેત રહેવાની જરૂરિયાત છે અને ડોકટરની સલાહ લેવી જરૂરી છે.

આ પણ વાંચો - ભારત પર મંકીપોક્સનું કેટલું જોખમ, શું છે સરકારની તૈયારીઓ? જાણો બધી જ વિગતો

BA 2.75 વેરિએન્ટના કોઈ વિશિષ્ટ લક્ષણો જોવા મળતા નથી, સામાન્ય તાવની સાથે હલ્કા લક્ષણો જોવા મળી શકે છે. કેટલાક દર્દીઓને સંક્રમણ થવા છતાં પણ લક્ષણો જોવા મળતા નથી.

આ સબ વેરિએન્ટ RT-PCR ટેસ્ટથી ઓળખવું મુશ્કેલ છે. આ સબ વેરિએન્ટ ઓળખવા માટે અલગ પદ્ધતિ શોધવાની જરૂરિયાત છે. RT-PCR અથવા અન્ય પ્રકારના નિદાનથી પદ્ધતિ મોટી વસ્તી માટે જીનોમ સિક્વન્સની સુવિધા સરળતાથી ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત છે.આ નવા સબ વેરિએન્ટ પરથી કહી શકાય છે કે, મહામારી હજુ સુધી સમાપ્ત થઈ નથી. ઘરથી બહાર નીકળતી વખતે ભીડ ભાડવાળી જગ્યાએ, બસ, ટ્રેન અથવા ફ્લાઈટમાં સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવું જરૂરી છે. જે લોકો કોવિડ-19નો બૂસ્ટર ડોઝ (booster dose of COVID-19) લેવા માટે યોગ્ય છે, તેમણે બૂસ્ટર ડોઝ જરૂરથી લેવો જોઈએ.

આ વેરિએન્ટના મહારાષ્ટ્રમાં 27, પશ્ચિમ બંગાળમાં 13, દિલ્હી, જમ્મૂ અને યૂપીમાં 1-1, હરિયાણામાં 6, હિમાચાલમાં 3, કર્ણાટકમાં 10, મધ્યપ્રદેશમાં 5 અને તેલંગાણામાં 2 કેસ સામે આવ્યા છે.
Published by: Ashish Goyal
First published: July 26, 2022, 6:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading