જાણો કોણ છે 106 વર્ષની મહિલા જેમની સામે શીશ ઝૂકાવીને ઊભા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

News18 Gujarati
Updated: February 26, 2021, 7:52 AM IST
જાણો કોણ છે 106 વર્ષની મહિલા જેમની સામે શીશ ઝૂકાવીને ઊભા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે- આજે કોયમ્બતૂરમાં અસાધારણ પપ્પામ્મલજી સાથે મુલાકાત થઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે- આજે કોયમ્બતૂરમાં અસાધારણ પપ્પામ્મલજી સાથે મુલાકાત થઈ

  • Share this:
નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તમિલનાડુ (Tamil Nadu)ની મહિલા ખેડૂત પપ્પામ્મલ સાથેની મુલાકાતની તસવીર શૅર કરી છે. આ તસવીરમાં PM મોદી શીશ ઝૂકાવીને અને હાથ જોડીને આશીર્વાદ લેતા જોવા મળી રહ્યા છે. વડાપ્રધાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે કે- આજે કોયમ્બતૂર (Coimbatore)માં અસાધારણ પપ્પામ્મલજી (Pappammal) સાથે મુલાકાત થઈ. તેમને ખેતી અને ઓર્ગેનિક ફાર્મિંગના ક્ષેત્રમાં અદ્વિતિય કામ માટે આ વર્ષે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

મૂળે, 1941માં જન્મેલી પપ્પામ્મલ તમિલનાડુમાં ઓર્ગેનિક ખેતી કરે છે. તેમને રાજ્યમાં ઓર્ગેનિક ખેતીની પ્રણેતા માનવામાં આવે છે અને તેઓ તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. આ ઉંમરે પણ તેઓ પોતાની 2.5 એકર ખેતરમાં દરરોજ કામ કરે છે. ધ હિન્દુ પર પ્રકાશિત એક રિપોર્ટ મુજબ પપ્પામ્મલ ડીએમકેની સભ્ય છે અને એમ. કરૂણાનિધિની મોટી પ્રશંસક છે.

આ પણ વાંચો, રાહુલના ‘મત્સ્યપાલન મંત્રાલય’ના નિવેદન પર PM મોદી વરસ્યા, ‘જૂઠના સહારે ચાલે છે કૉંગ્રેસ’

ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વડાપ્રધાન મોદીએ આ સપ્તાહ પહેલા પણ રાજ્યની મુલાકાત લીધી હતી. માત્ર ત્રણ કલાક માટે ચેન્નઈ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યારે આધ્યાત્મિક ગુરૂ બંગારુ આદિગાલ (Bangaru Adigalar) સાથે મુલાકાત કરી હતી. 80 વર્ષીય આદિગાલ તમિલનાડુના એવા આધ્યાત્મિક ગુરુ છે જેમનામાં તમામ પાર્ટીના લોકો આસ્થા રાખે છે. બીજેપી ઉપરાંત અન્ય પાર્ટીઓ પણ નેતા તેમને મળતા રહે છે. તમિલનાડુના ગવર્નર બનવારી લાલ પુરોહિતે પણ તેમની મુલાકાત કરી હતી.

આ પણ વાંચો, IND VS ENG: શું નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ ખરાબ હતી? જાણો શું કહે છે ICCના નિયમઆદિગાલને તેમના અનુયાયી અમ્માના નામે બોલાવે છે

રસપ્રદ વાત એ છે કે આદિગલને તેમના અનુયાયી અમ્માના નામથી બોલાવે છે. આ નામ તેમે ‘મા જેવા પ્રેમ’ની અનુભૂતિના સંબંધમાં આપવામાં આવ્યું છે. તેઓ આદિપ્રશક્તિ ચેરિટેબલ મેડિકલ એજ્યુકેશન એન્ડ કલ્ચરલ ટ્રસ્ટના હેડ છે. ચેન્નઈથી લગભગ 90 કિલોમીટર દૂર વિલ્લુપુરમમાં આ ટ્રસ્ટની એક મેડિકલ કોલેજ, કેટલીક એન્જિનિયરિંગ કોલેજ અને અનેક શિક્ષણ સંસ્થાન છે.
Published by: Mrunal Bhojak
First published: February 26, 2021, 7:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading