Lakhimpur Kheri Case: BJPના કાર્યકર્તા અને ડ્રાઇવરની હત્યાના આરોપમાં 4 લોકો સામે ચાર્જશીટ દાખલ
News18 Gujarati Updated: January 22, 2022, 1:30 PM IST
લખીમપુર કેસ
Lakhimpur Kheri Case: ભાજપ (BJP)ના બે કાર્યકરો અને એક ડ્રાઇવર (Driver)ની હત્યાના મામલે સુમિત જયસ્વાલે (Sumeet Jaiswal) એફઆઈઆર નોંધાવી હતી. એસઆઈટીએ એફઆઈઆર નં.220ની તપાસ કરતી વખતે સાત વ્યક્તિઓની ઓળખ કરી ધરપકડ કરી હતી.જોકે શુક્રવારે ચાર્જશીટ (Chargesheet filed lakhimpuri case) દાખલ કરતી વખતે માત્ર ચાર વ્યક્તિઓને આરોપી બનાવવામાં આવ્યા હતા.
લખીમપુર ખેરી . લખીમપુર ખીરી હિંસા કેસ (Lakhimpur Kheri Case)ની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ બીજી એફઆઈઆરના સંદર્ભમાં શુક્રવારે ચાર્જશીટ (Chargesheet filed lakhimpuri case) દાખલ કરી હતી. વરિષ્ઠ પ્રોસિક્યુશન ઓફિસર (એસપીઓ) એસપી યાદવે જણાવ્યું હતું કે, 'એસઆઈટીએ એફઆઈઆર નંબર 220/2021ના સંદર્ભમાં શુક્રવારે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (એસીજેએમ) મોના સિંહની કોર્ટમાં ચાર આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી.'
એફઆઈઆર નંબર 220 હેઠળ ધરપકડ કરાયેલા સાત આરોપીઓમાંથી પોલીસે ચાર આરોપી વિચિત્રા સિંહ, ગુરવિંદર સિંહ, કમલજીત સિંહ અને ગુરપ્રીત સિંહની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. યાદવે કહ્યું કે, 'ત્રણ વ્યક્તિઓ રણજીત સિંહ, સોનુ ઉર્ફે કમલજીત સિંહ અને અવતાર સિંહ અંગેનો અંતિમ અહેવાલ સીઆરપીસીની કલમ 169 (પુરાવાના અભાવના કિસ્સામાં આરોપીને મુક્ત કરવા) હેઠળ રજૂ કરવામાં આવ્યો છે અને તેમની મુક્તિના આદેશ જારી કરવામાં આવી રહ્યા છે.'
એસપીઓએ જણાવ્યું હતું કે, જે ચાર આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી તેમાં વિચિત્રા સિંહ સામે ભારતીય દંડ સંહિતા (આઇપીસી)ની કલમ 109, 114, 426, 436 અને 506નો સમાવેશ થાય છે. જ્યારે, 3 ઓક્ટોબર, 2021ના રોજ લખીમપુર ખેરીના તિકુનિયામાં થયેલી હિંસામાં ચાર ખેડૂતો, એક પત્રકાર, ભાજપના બે કાર્યકરો અને એક ડ્રાઇવર સહિત આઠ લોકો માર્યા ગયા હતા. આ કેસમાં બે એફઆઈઆર નોંધાઈ હતી.
આ પણ વાંચો: Mumbai Fire: 20 માળની ઇમારતમાં લાગી ભીષણ આગ, 7 લોકોનાં મોત, 15થી વધારે ઘાયલ
પ્રથમ એફઆઈઆર: ચાર ખેડૂતો અને એક પત્રકારને કચડવાનો આરોપ
તમને જણાવી દઈએ કે એક ખેડૂતે ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા અને અન્ય 15-20 લોકો પર ચાર ખેડૂતો અને એક પત્રકારને કચડી નાખવાનો આરોપ મૂક્યો હતો. હિંસાની તપાસ માટે રચાયેલી એસઆઈટીએ આઇપીસી, આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નંબર 219 ના સંદર્ભમાં 3 જાન્યુઆરીએ આશિષ મિશ્રા, સુમિત જયસ્વાલ, અંકિત દાસ અને અન્ય 11 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી.
આ પણ વાંચો: ભારત વિશે Fake News ફેલાવતી પાકિસ્તાન સમર્થિત 35 YouTube ચેનલો હટાવવામાં આવી: કેન્દ્ર
બીજી એફઆઈઆરમાં શું છે, જાણો
બીજી એફઆઈઆર સુમિત જયસ્વાલે ભાજપના બે કાર્યકરો અને એક ડ્રાઇવરની હત્યાના મામલે નોંધાવી હતી. એફઆઈઆર નંબર-220ની તપાસ કરતી વખતે એસઆઈટીએ સાત વ્યક્તિઓની ઓળખ કરી હતી અને ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: Corona Case: કોરોના કહેર વધતા ગુજરાતનાં બેંક કામદારોમાં ફફડાટ, 60 હજાર કર્મચારીઓના હિતમાં કરાઇ ખાસ માંગ
જોકે શુક્રવારે ચાર્જશીટ દાખલ કરતી વખતે માત્ર ચાર લોકોને જ આરોપી બનાવવામાં આવ્યા હતા.
Published by:
Riya Upadhay
First published:
January 22, 2022, 1:30 PM IST