Live દુર્ઘટના Video: હાઈ વોલ્ટેજ લાઈન પર અચાનક કરંટ આવતા કર્મચારીનું દર્દનાક મોત

News18 Gujarati
Updated: April 18, 2021, 8:51 PM IST
Live દુર્ઘટના Video: હાઈ વોલ્ટેજ લાઈન પર અચાનક કરંટ આવતા કર્મચારીનું દર્દનાક મોત
વીજ કરંટથી મોત

લોકો જોઈ રહ્યા હતા અને જોત જોતામાં જ કર્મચારી હરીશંકર થાંભલા પર આગનો ગોળો બની ગયો અને થોડી જ વારમાં દર્દનાક રીતે મોતને ભેટ્યો

  • Share this:
લખીમપુર ખીરી : ઉત્તરપ્રદેશના (Lakhimpur Kheri)માં, હાઈવોલ્ટેજની લાઇન સુધારવા થાંભલા પર ચઢેલા કર્મચારી અચાનક જ વાયરમાં કરંટ આવતા ત્યાં જ ચોટી ગયો અને દર્દનાક મોત થયું. લોકો જોઈ રહ્યા હતા અને જોત જોતામાં જ કર્મચારી હરીશંકર થાંભલા પર આગનો ગોળો બની ગયો અને થોડી જ વારમાં દર્દનાક રીતે મોતને ભેટ્યો. આ સમગ્ર ઘટનાનો વીડિયો નજીકમાં ઉભેલા એક વ્યક્તિએ બનાવ્યો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ મામલો લખીમપુર ખેરીના મેગલગંજ કોટવાલીના મુબારકપુર પાવર હાઉસ પાસેના ગામ સાથે સંબંધિત છે. જ્યાં હરીશંકર નામનો કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલો કર્મચારી હાઈ વોલ્ટેજની લાઇનમાં ખામી સુધારતો હતો. અચાનક તે લાઈનમાં કરંટ હોવાને કારણે, હરીશંકરને વાયર સાથે ચોંટી જવાથી દર્દનાક રીતે મોતને ભેટ્યો હતો. જોત-જોતામાં હરીશંકરના શરીરમાં આગ લાગી અને હરીશંકરનું બળી ગયેલું શરીર નીચે પડી ગયું. હરીશકર થાંભલા પર જ એક પીડાદાયક મૃત્યુ પામ્યો.



વીજળી વિભાગની બેદરકારી સામે આવી

આમાં ક્યાંકને ક્યાંક વીજળી વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. શટડાઉનના કારણે કોન્ટ્રાક્ટ કર્મચારી હરીશંકર હાઈ વોલ્ટેજ લાઇનમાં ખામી સુધારવા માટે થાંભલા પર ચઢ્યો હતો, પરંતુ શટડાઉન હોવા છતાં હાઈવોલ્ટેજની લાઈન પર કરંટ ઉતારવો એ વિજળી વિભાગની બેદરકારી સામે આવી છે. વીજ વિભાગની બેદરકારીને કારણે કર્મચારી હરીશંકરનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતક કર્મચારી હરીશંકરના પરિવારજનોએ માંગ કરી છે કે, દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, અને અમને ન્યાય આપવામાં આવે.
Published by: kiran mehta
First published: April 18, 2021, 8:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading