લુખ્ખાઓએ યુવકને દોડી દોડીને ધડાધડ ગોળીઓ વરસાવી, ફિલ્મી સીન જેવો ફાયરિંગનો live video

News18 Gujarati
Updated: May 24, 2021, 11:31 PM IST
લુખ્ખાઓએ યુવકને દોડી દોડીને ધડાધડ ગોળીઓ વરસાવી, ફિલ્મી સીન જેવો ફાયરિંગનો live video
સીસીટીવીની તસવીર

કંવર સિંહ ગોળી લાગ્યા બાદ ત્યાંથી ભાગવા લાગ્યો હતો. પરંતુ હુમલાખોરોએ તેનો પીછો કરીને ગોળી મારતા રહ્યા હતા.

  • Share this:
રેવાડીઃ હરિયાણામાં (Haryana) રેવાડી જિલ્લામાં ઘારુહેડા કશબામાં એક યુવકની ગોળી મારીને હત્યા (boy murder) કરવામાં આવી હતી. ઘટના બાદ હુમલાખોરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આખી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં (CCTV footage) કેદ થઈ હતી. પોલીસે (police) સીસીટીવી ફૂટેજને કબ્જે કરીને ઘટના સ્થળે હાજર લોકોની પૂછપરછ કરીને બદમાશોની ધરપકડ કરવાની કોશિશમાં લાગી છે.

મળતી માહિતી પ્રમાણે મૃતક કંવર સિંહ સેક્ટર-4 ઘારુહેડાનો રહેવાશી હતો. અને શનિવારે રાત્રે પોતાના ઘરની પાસે દોસ્તો સાથે બેઠો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પહેલા પાંચ લોકો ગ્રૂપમાં બેઠા હતા. જેમાંથી બે લોકો થોડા સમય પછી ઉઠીને જતા રહ્યા હતા. ત્યારબા બે લોકો આવ્યા અને તેમણે એક પછી એક કંવર સિંહ ઉપર ગોળીઓ ચલાવી હતી.

હુમલાખોરોએ પીછો કરીને મારી ગોળી

કંવર સિંહ ગોળી લાગ્યા બાદ ત્યાંથી ભાગવા લાગ્યો હતો. પરંતુ હુમલાખોરોએ તેનો પીછો કરીને ગોળી મારતા રહ્યા હતા. ઘટનાને અંજામ આપીને હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. ઘટના સ્થળે હાજર લોકોએ કંવર સિંહને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર દમિયાન મોત નીપજ્યું હતું.

આ પણ વાંચોઃ-જામનગરઃ સસ્પેન્ડ પોલીસે ખેલ્યો ખૂની ખેલ, યુવરાજસિંહ જાડેજાને કારની ટક્કર માર્યા બાદ છરીના ઘા મારી કરી હત્યા

આ પણ વાંચોઃ-રાજકોટઃ માથાભારે ધનરાજ બેડલાનો છરી સાથે લુખ્ખાગીરીનો live Video, પોતાની દરેક કારમાં લગાવે છે પોલીસની પ્લેટઆ પણ વાંચોઃ-નવસારીઃ ભયંકર અકસ્માતનો live video, નેશનલ હાઇવે નં.48 પર ટેન્કર સાથે ધડાકાભેર અથડાયો ટેમ્પો, મહિલાનું મોત

આ પણ વાંચોઃ-વાંકાનેરઃ હોલમઢ ગામમાં હત્યાના ગુનામાં જામીન પર બહાર આવેલા રાહુલ આહિરની ફિલ્મી ઢબે આંતરી કરી હત્યા

મૃતક ઉપર નોંધાયા હતા મારપીટના કેસ
પોલીસની શરૂઆતી તપાસમાં સામે આવ્યું છે કે મૃતક ઉપર પણ મારપીટ જેવા કેસો નોંધાયા છે. તે દારૂ વેચવાનું કામ કરતો હતો. પોલીસને આશંકા છે કે દારૂ વેચવા અંગે કોઈ વિવાદ થયો હશે.પરંતુ પોલીસ સીસીટીવી ફૂટેજ અને ઘટના સ્થળે હાજર લોકોની પૂછપરછ કરીને ઘટનાના મૂળ સુધી જવાની કોશિશ કરી રહી છે. ઉલ્લેખનયી છે કે ગુજરાતના જામનગરમાં પણ અંગત અદાવતનો ખાર રાખીને ડિસમીસ પોલીસ કર્મચારીએ પોતાના ભાઈ સાથે મળીને યુવકની હત્યા કરી હતી.
Published by: ankit patel
First published: May 24, 2021, 11:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading