LIVE: કોરોના પર ટોપ ડૉક્ટર્સ સાથે PM મોદીની બેઠક શરૂ, દવા કંપનીઓ સાથે પણ થશે વાત

News18 Gujarati
Updated: April 19, 2021, 6:42 PM IST
LIVE: કોરોના પર ટોપ ડૉક્ટર્સ સાથે PM મોદીની બેઠક શરૂ, દવા કંપનીઓ સાથે પણ થશે વાત
(File pic)

દેશમાં કોરોના વાયરસ (Coronavirus)સંક્રમણથી સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઇ રહી છે

  • Share this:
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ (Coronavirus)સંક્રમણથી સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઇ રહી છે. હોસ્પિટલોમાં દર્દીઓ માટે જગ્યા નથી, દવાઓની અછત છે. ઓક્સિજનની પણ મળી રહ્યો નથી. આવા સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)આ સ્થિતિ પર ચર્ચા માટે સોમવારે દેશના ટોપ ડોક્ટર્સ અને દવા કંપનીઓ સાથે બેઠક કરી રહ્યા છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા શરૂ થયેલી આ બેઠકમાં કોરોના સંક્રમણને લઈને કોઇ પ્રભાવી રણનીતિ બનાવવામાં આવી તેવી સંભાવના છે.

કોરોનાના વધી રહેલા કેસ પર કેન્દ્ર સરકારની સતત નજર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે સ્વાસ્થ્ય સેવા પર નજર રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સોમવારે ભારતમાં કોવિડ-19ના એક દિવસમાં રેકોર્ડ 2,73,810 નવા કેસ સામે આવ્યા પછી કુલ કેસ 1.50 કરોડની પાર પહોંચી ગયા છે. લગભગ 25 લાખ નવા કેસ ફક્ત 15 દિવસની અંદર સામે આવ્યા છે.

આ પણ વાંચો - રાજકોટ : ઓક્સિજનના બાટલા સમજી કરી હતી ચોરી પણ લઇ ગયા નાઇટ્રોજન ગેસના બાટલા



દેશમાં કોવિડ-19ના કુલ 1,50,61,919 કેસ છે. એક દિવસની અંદર 1619 લોકોના મોત થયા છે. આ સાથે જ મૃતકોની સંખ્યા 1,78,769 પર પહોંચી ગઇ છે.
Published by: Ashish Goyal
First published: April 19, 2021, 6:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading