indian army chief: લેફ્ટિનેન્ટ જનરલ મનોજ પાંડે બનશે ભારતીય સેનાની કમાન સંભાળનાર પ્રથમ એન્જીનિયર, UN મિશનોમાં પણ રહ્યું છે યોગદાન

News18 Gujarati
Updated: April 18, 2022, 10:20 PM IST
indian army chief: લેફ્ટિનેન્ટ જનરલ મનોજ પાંડે બનશે ભારતીય સેનાની કમાન સંભાળનાર પ્રથમ એન્જીનિયર, UN મિશનોમાં પણ રહ્યું છે યોગદાન
લેફ્ટિનેન્ટ જનરલ મનોજ પાંડે

Lt Gen manoj pande new indian army chief - આગામી 30 એપ્રિલે લેફ્ટિનેન્ટ જનરલ મનોજ પાંડેને ભારતીય સેનાની કમાન સોંપવામાં આવશે, તે જનરલ મનોજ મુકુંદ નરવણેનું સ્થાન લેશે

  • Share this:
નવી દિલ્હી : લેફ્ટિનેન્ટ જનરલ મનોજ પાંડેને (Lt Gen Manoj Pande)ભારતીય સેનાના નવા પ્રમુખ (indian army chief)નિયુક્ત કરવામાં આવ્યા છે. તે જનરલ મનોજ મુકુંદ નરવણેનું સ્થાન લેશે. આગામી 30 એપ્રિલે લેફ્ટિનેન્ટ જનરલ મનોજ પાંડેને ભારતીય સેનાની કમાન સોંપવામાં આવશે. લેફ્ટિનેન્ટ જનરલ મનોજ પાંડેએ (Lt Gen manoj pande new indian army chief)આ વર્ષે જ એક ફેબ્રુઆરીના રોજ લેફ્ટિનેન્ટ જનરલ સીપી મોહંતીના સ્થાને ભારતીય સેનાના નવા ઉપ પ્રમુખના રુપમાં કાર્યભાર સંભાળ્યો હતો. આ પહેલા તે પૂર્વી સૈન્ય કમાન્ડરમા રુપમાં કાર્યરત હતા.

રક્ષા મંત્રાલયે સોમવારે કહ્યું કે સરકારે લેફ્ટિનેન્ટ જનરલ મનોજ પાંડેને આગામી સેનાધ્યક્ષના રુપમાં નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો છે.

લેફ્ટિનેન્ટ જનરલ પાંડેને ડિસેમ્બર 1982માં બોમ્બે સૈપર્સમાં કમિશન મળ્યું હતું. પોતાની વિશિષ્ઠ કારકિર્દીમાં તેમણે બધા પ્રકારના વિસ્તારમાં પારંપરિક અને સાથે આતંકવાદ વિરોધી અભિયાનમાં ઘણી પ્રતિષ્ઠિત કમાન્ડ અને સ્ટાફ સંબંધી જવાબદારીઓ નિભાવી છે.

આ પણ વાંચો - પીએમ મોદી 21 એપ્રિલે લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે, જાણો કેમ


તેમણે જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન પરાક્રમ દરમિયાન નિયંત્રણ રેખા (એલઓસી) સાથે એક એન્જીનિયર રેજિમેન્ટની કમાન સંભાળી હતી. પશ્ચિમી સેક્ટરમાં એક એન્જીનિયર બ્રિગેડ, એલઓસી સાથે એક પેદલ સેના બ્રિગેડ અને પશ્ચિમી લદ્દાખના ઊંચાઇ વાળા વિસ્તારમાં એક પહાડી ડિવિઝન અને પૂર્વોત્તરમાં એક કોરની કમાન સંભાળી હતી.

આ પણ વાંચો - ભારત પ્રવાસ પહેલા બ્રિટિશ પીએમ બોરિસ જોન્સન પર લાગ્યા આરોપો, જાણો સમગ્ર મામલો અહી

તે સંયુક્ત રાષ્ટ્રના ઘણા મિશનોમાં પણ યોગદાન આપી ચૂક્યા છે. તે જૂન 2020થી મે 2021 સુધી અંડમાન અને નિકોબર કમાનના કમાન્ડર ઇન ચીફ પણ રહ્યા હતા.
Published by: Ashish Goyal
First published: April 18, 2022, 10:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading