Assembly Elections 2020

ASSOCIATED BY

IN PARTNERSHIP WITH

કેકમાં ઝેર ભેળવી પરિવારના ત્રણ સભ્યોએ કરી આત્મહત્યા, કહ્યું- હવે આગામી જન્મ દિવસ મુબારક

News18 Gujarati
Updated: July 30, 2022, 2:42 PM IST
કેકમાં ઝેર ભેળવી પરિવારના ત્રણ સભ્યોએ કરી આત્મહત્યા, કહ્યું- હવે આગામી જન્મ દિવસ મુબારક
થોડાક દિવસો પહેલા લખનઉના જાનકીપુરમ વિસ્તાર ક્ષેત્રમાં રહેતા શૈલેન્દ્ર કુમારે પોતાના પરિવાર સાથે ઝેર ખાઇને આત્મહત્યા કરી હતી

Suicide case - પડોશીએ કહ્યું- બધા ઘરની ગેલેરીમાં જમીન પર તડપી રહ્યા હતા. તેમને ઉઠાવીને હોસ્પિટલ લઇ જવા લાગ્યા તો તે ના પાડવા લાગ્યા હતા. હોસ્પિટલ નથી જવું છોડી દો છોડી દો કહેવા લાગ્યા

  • Share this:
લખનઉ : ઉત્તર પ્રદેશના લખનઉમાં નલકૂપના જેઇ શેલેન્દ્ર કુમારે (nalkoop je shailendra kumar family suicide)પોતાની પત્ની અને પુત્રી સાથે આત્મહત્યા (suicide)કરવાના મામલે વધુ એક ખુલાસો થયો છે. આત્મહત્યા દરમિયાન શૈલેન્દ્રએ ( shailendra kumar)ઘરમાં કેક કાપી હતી અને બધાને ખવડાવી હતી. આટલું જ નહીં કેક ખવડાવતા સમયે જેઇ શૈલેન્દ્ર કુમારે કહ્યું હતું કે હવે બધાને આગામી જન્મ દિવસ મુબારક.

થોડાક દિવસો પહેલા લખનઉના જાનકીપુરમ વિસ્તાર ક્ષેત્રમાં રહેતા શૈલેન્દ્ર કુમારે પોતાના પરિવાર સાથે ઝેર ખાઇને આત્મહત્યા કરી હતી. શૈલેન્દ્ર કુમાર નલકૂપ વિભાગમાં જૂનિયર એન્જીનિયરના પદ પર તૈનાત હતા. તેમના પાડોશી લવ કુશના મતે ઝેર ખાધા પછી જ્યારે અમને લોકોને ખબર પડી તો અમે દરવાજો કુદીને અંદર ગયા હતા. જ્યાં બધા તડપી રહ્યા હતા.

આ પણ વાંચો - ગુમ મહિલાને શોધવામાં ખર્ચ કરી નાખ્યા 1 કરોડ રૂપિયા, તે મહિલા બોયફ્રેન્ડ સાથે મળી આવી

લવ કુશે કહ્યું કે બધા ઘરની ગેલેરીમાં જમીન પર તડપી રહ્યા હતા. જ્યારે અમે તેમને ઉઠાવીને હોસ્પિટલ લઇ જવા લાગ્યા તો તે ના પાડવા લાગ્યા હતા. હોસ્પિટલ નથી જવું છોડી દો છોડી દો કહેવા લાગ્યા હતા. જે સાંભળીને અમે બધા લોકો ચોંકી ગયા હતા કે આખરે કેમ હોસ્પિટલ જવા માંગતા નથી. જોકે અમે હોસ્પિટલ લઇને ગયા હતા જ્યાં તેમના મોત થયા હતા.

જાણકારી પ્રમાણે મૃતક શૈલેન્દ્રએ પોતાના ફોનથી ઓફિસના કોઇ વ્યક્તિને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હવે જીવી શકશે નહીં


જાણકારી પ્રમાણે મૃતક શૈલેન્દ્રએ પોતાના ફોનથી ઓફિસના કોઇ વ્યક્તિને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હવે જીવી શકશે નહીં. અમે કેક મંગાવીને જન્મ દિવસ મનાવવા જઈ રહ્યા છીએ. ઓફિસના વ્યક્તિએ 112 પર ફોન કરીને પોલીસને મોકલી હતી પણ ત્યાં સુધી મોડુ થઇ ગયું હતું.આ પણ વાંચો - પોતાના મિત્રોને પણ સંબંધ બાંધવા માટે દિયર ભાભીને દબાણ કરતો, ભાભીએ ના પાડી તો...

આ મામલે પોલીસને તપાસ દરમિયાન માહિતી સામે આવી કે પરિવારને આત્મહત્યા માટે ઉપસાવવામાં આવ્યા હતા. પોલીસને સુસાઇડ નોટ મળી આવી છે. તેના આધારે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Published by: Ashish Goyal
First published: July 30, 2022, 2:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading