Love Letter from Donation Box: મંદિરની દાનપેટીમાંથી એક પત્ર મળ્યો, લખ્યુ હતુ કે, ‘મા, મારા પ્રેમી સાથે લગ્ન કરાવવામાં મદદ કરજો’

News18 Gujarati
Updated: September 27, 2022, 10:41 AM IST
Love Letter from Donation Box: મંદિરની દાનપેટીમાંથી એક પત્ર મળ્યો, લખ્યુ હતુ કે, ‘મા, મારા પ્રેમી સાથે લગ્ન કરાવવામાં મદદ કરજો’
સામલેશ્વરી માતાજીના મંદિરની દાનપેટીમાઁથી પત્ર મળ્યો હતો.

Love Letter from Donation Box: પશ્ચિમ ઓરિસ્સામાં સામલેશ્વરી માતાજીના મંદિરની દાનપેટીમાંથી એક પ્રેમ પત્ર મળ્યો હતો અને તેમાં લખ્યું હતું કે, ‘મા હું તમારી પાસે આશા સાથે આવી છું. મને પ્રેમી રવિન્દ્ર સાથે લગ્ન કરાવવામાં મદદ કરજો.’

  • Share this:
સાંબલપુરઃ પશ્ચિમ ઓરિસ્સામાં મા સામલેશ્વરી માતાનું ખૂબ મોટું મંદિર આવેલું છે. હજારો માઈભક્તો અહીં આવતા હોય છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. આ વર્ષે કંઈક અલગ રીતે જ એક માઇભક્તે માતાજી સામે પોતાના વાત રજૂ કરી હતી અને તેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

દાનપેટીમાંથી એક ‘પ્રેમ’ પત્ર નીકળ્યો


દાનપેટીમાંથી પૈસાની ગણતરી વખતે કેટલાંક પત્રો પણ મળ્યા હતા. ત્યારે એક પ્રેમિકાએ પ્રેમીના સુખમય જીવન વિશે માતાજીને પ્રાર્થના કરતો એક પત્ર લખ્યો હતો. આ સાથે જ તેણે પત્રમાં લખ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં જ લગ્ન પણ કરવાના છે અને તેણે આગામી જીવન માટે સુખની પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચોઃ જેલમાંથી પત્ર લખીને યુવતીને ખૂની સાથે થયો પ્રેમ

‘મારા પ્રેમી સાથે લગ્ન કરાવવામાં મદદ કરજો’


એવું માનવામાં આવી રહ્યુ છે કે તે પત્ર એક યુવાન છોકરીએ લખ્યો હતો. તેમાં લખ્યું હતું કે, ‘જય મા સામલાઇ, મા મારી પ્રાર્થના સ્વીકારજો. મા હું તમારી પાસે આશા સાથે આવી છું. મને મારા પ્રેમી રવિન્દ્ર સાથે લગ્ન કરાવવામાં મદદ કરજો.’

દાનપેટીમાંથી અન્ય બે પત્રો પણ મળ્યાં


આ ઉપરાંત અન્ય બે પત્રો પણ દાનપેટીમાંથી મળ્યા હતા. એક પત્ર બંગાળીમાં લખ્યો હતો અને અન્ય પત્ર મલયાલમમાં લખ્યો હતો. ત્યારે તેમાં શું લખ્યું છે તે જાણી શકાયું નથી.
Published by: Vivek Chudasma
First published: September 27, 2022, 10:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading