Video: કોરોનાથી બચાવ માટે મશાલ દોડ, ‘ભાગ કોરોના ભાગ’ના સૂત્રોચ્ચાર કરતા ગામના લોકો દોડ્યા

News18 Gujarati
Updated: April 21, 2021, 11:33 PM IST
Video: કોરોનાથી બચાવ માટે મશાલ દોડ, ‘ભાગ કોરોના ભાગ’ના સૂત્રોચ્ચાર કરતા ગામના લોકો દોડ્યા
Viral Video: કોરોનાથી બચાવ માટે મશાલ દોડ, ‘ભાગ કોરોના ભાગ’ના સૂત્રોચ્ચાર કરતા ગામના લોકો દોડ્યા

રાતના અંધારામાં દોડતા લોકોનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો

  • Share this:
આગર માલવા : કોરોના સંક્રમણથી બચાવ માટે દેશના બધા રાજ્યોમાં જાગરુકતા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. લોકોને ડોક્ટરોની સલાહ પર અમલ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. બીજી તરફ ઘણા સ્થાને કોરોનાથી બચવા માટે ધાર્મિક આયોજન થઇ રહ્યા છે તો ક્યાંક અંધશ્રદ્ધા પણ જોવા મળી રહી છે. આ ક્રમમાં મધ્ય પ્રદેશના આગર માલવા જિલ્લાનો એક વીડિયો વાયરલ થયો છે. જ્યાં ગામનો લોકોએ કોરોનાથી બચાવ માટે મશાલ દોડનું આયોજન કર્યું છે. ભાગ કોરોના ભાગનો અવાજ લગાવીને મોટી સંખ્યામાં યુવાઓ મશાલ લઇને દોડતા જોવા મળે છે.

આગર જિલ્લાના ગણેશપુરા ગામમાં રાતના અંધારામાં દોડતા લોકોનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. ગામના લોકોનું માનવું છે કે ગામમાં મહામારી ભગાવવાની આ જૂની અંધશ્રદ્ધા છે. લોકોનો મત છે કે આ અંધશ્રદ્ધાથી કોરોના તેમના ગામમાંથી ચાલ્યો જશે અને લોકોના જીવ બચી જશે.

આ પણ વાંચો - કોરોનાની મહામારીમાં સેવા યજ્ઞ, અમદાવાદના આ વિસ્તારોમાં નમો ટિફિન સેવા શરૂ કરવામાં આવી

ગામના લોકોએ કહ્યું કે તેમના ગામના ઘરડા લોકોએ કહ્યું કે ગામમાં જ્યારે પણ કોઇ મહામારી આવી છે ત્યારે તેનું નામ લઇને રવિવાર અને બુધવારની રાત્રે લોકો મશાલ લઇને દોડે છે. આ મશાલ ગામની બહાર નિર્જન સ્થળ પર ફેંકી દેવામાં આવે છે. જે પછી મહામારીનો પ્રકોપ ગામમાંથી દૂર થઇ જાય છે.


ગણેશપુરાના ગ્રામીણોના મતે કોરોના વાયરસની મહામારીને ગામમાંથી ભગાવવા માટે આ અંધશ્રદ્ધાનો સહારો લીધો છે. રવિવારની રાત્રે ગામના કેટલાક યુવાનો પોતા-પોતાના ઘરોમાંથી હાથમાં મશાલ લઇને નીકળ્યા અને ભાગ કોરોના ભાગનો અવાજ લગાવતા ગામની બહાર સુધી દોડ લગાવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગણેશપુરાના લોકોએ જણાવ્યું કે ગામમાં કોરોનાનો પ્રકોપ છે. છેલ્લા કેટલાક દિવસોથી ગામમાં ઘણા લોકોમાં તાવ અને અન્ય લક્ષણો જોવા મળ્યા છે. કેટલાક લોકોના મોત પણ થયા છે. જેથી બધા ગામના લોકોએ મળીને આ મશાલ દોડનું આયોજન કર્યું હતું.
Published by: Ashish Goyal
First published: April 21, 2021, 11:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading