'ખેતીમાં કંઈ મળતું નથી, હેલિકોપ્ટર ભાડે આપવા છે...' ખેડૂતે બેંક પાસે માંગી 6 કરોડની લોન


Updated: July 8, 2022, 12:08 PM IST
'ખેતીમાં કંઈ મળતું નથી, હેલિકોપ્ટર ભાડે આપવા છે...' ખેડૂતે બેંક પાસે માંગી 6 કરોડની લોન
ગરીબ ખેડૂતે છ કરોડની લોન માંગી

Maharashtra farmer: 'મેં હેલિકોપ્ટર ભાડે આપવાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું છે. આ વ્યવસાયથી મને એક કલાક માટે 60,000 મળી શકે છે. તેથી હું એક ચોપર ખરીદવા માટે બેંક તરફથી લોન ઈચ્છું છું'.

  • Share this:
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)માં ખેતી કામમાં પૂરતી આવક ન થતાં એક ગરીબ ખેડૂતે (Farmer) હેલિકોપ્ટર ખરીદી તેને ભાડે આપવા માટે લોન (Loan)ની અરજી કરી છે. ખેડૂતની અરજીથી બેંક (Bank)ના કર્મચારી પણ આશ્ચર્યમાં મૂકાઇ ગયા છે. કારણ કે બેંકને આ પહેલા આવી કોઈ અરજી મળી ન હતી. સામાન્ય રીતે ખેડૂતો પાક માટે ધીરાણ મેળવતા હોય છે. પરંતુ અહીં તો ખેડૂતે હેલિકોપ્ટર ખરીદવા માટે અરજી કરી છે!

ખેડૂતે અરજીમાં કહ્યું છે કે, 'સાહેબ, હું છેલ્લા 50 વર્ષથી 2 એકરની નાની જમીનમાં ખેતી કરું છું, પરંતુ સાદું જીવન જીવવાની અપેક્ષા પણ પૂરી થઈ નથી. ખેતી માટેની લોન માટે દસ્તાવેજો ભેગા કરવામાં ખૂબ તકલીફ પડે છે. સરકારને મારા ફાર્મમાંથી લાભ મળે છે પરંતુ હું ગુજરાન ચલાવવામાં પણ અસમર્થ છું. તેથી મેં હેલિકોપ્ટર ભાડે આપવાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું છે. આ વ્યવસાયથી મને એક કલાક માટે 60,000 મળી શકે છે. તેથી હું એક ચોપર ખરીદવા માટે બેંક તરફથી લોન ઈચ્છું છું'. મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના નમ્ર ગરીબ ખેડૂત દગડુબા વજીરે સહેજ દુઃખ અને આંખોમાં ખૂબ ચમક સાથે આ વાત કહી છે.

દગડુબા દેવરાવ વજીર છેલ્લા 50 વર્ષથી તેમની વડીલોપાર્જિત જમીન પર ખેતી કરે છે. વજીર ન્યૂઝ18ને કહે છે કે, ”1972ના દુષ્કાળ દરમિયાન મેં મારા પિતાને ગુમાવ્યા હતા. ત્યારે હું માત્ર 9 વર્ષનો હતો અને હું માત્ર એક ખેડૂત બનવાનું વિચારી શકતો હતો, બીજું કઈ નહીં. મેં જુવાર, કપાસ, તુવેર, સોયાબીન ઉગાડ્યા અને પુષ્કળ ઉત્પાદનનું સ્વપ્ન જોયું હતું. ખેતીની જમીન આપણી ધરતી માતા સમાન છે. પરંતુ હાલના સમયમાં ખેતી કરવી પોસાય તેમ નથી.”

દગડુબા વજીરે વધુમાં કહે છે, "મેં 1972થી 2019 દરમિયાન 6 કરોડ 67 લાખના અનાજનું ઉત્પાદન કર્યું છે. આ સરકારનો ફાયદો છે, પણ મને શું મળ્યું? હું આજે પણ એ જ જગ્યાએ છું જ્યાં હું 1972માં હતો"

આ પણ વાંચો: ઝીંગો કૂદીને ખેડૂતની નાકમાં ઘૂસી ગયો હતો, ડોક્ટરે જીવતો બહાર કાઢ્યો!

મુંબઈથી 525 કિલોમીટર દૂર પરભણી જિલ્લાના બોરી ગામમાં તેમની ખેતીની જમીન છે. તેણે 6.67 કરોડની લોન માટે અરજી કરી છે કારણ કે તે હવે હેલિકોપ્ટર લેવાની યોજના ધરાવે છે. દગડુબાએ કટાક્ષ કરતા કહે છે કે, 'ઉદ્યોગપતિઓ ખાનગી હેલિકોપ્ટર ભાડે રાખીને લાખો કમાય છે, મારે હવે આ સરળ ધંધો કેમ ન કરવો જોઈએ?'

તેણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાનિક શાખામાં લોન માટે અરજી કરી હતી. બેંકે અરજી સ્વીકારી છે, જેની નકલ દગડુજી દ્વારા ન્યૂઝ18 સાથે શેર કરવામાં આવી છે. દગડુજીની માંગ હવે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય છે, કારણ કે તે ભારતીય ખેડૂતના જીવનની લાચારી દર્શાવે છે.
Published by: Vinod Zankhaliya
First published: July 8, 2022, 12:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading