મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ, 1 મે સુધી ઇમર્જન્સી સેવાઓને જ પરવાનગી, વધુ આકરા નિયમો સાથે કર્ફ્યૂ થશે લાગુ

News18 Gujarati
Updated: April 22, 2021, 8:19 AM IST
મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ, 1 મે સુધી ઇમર્જન્સી સેવાઓને જ પરવાનગી, વધુ આકરા નિયમો સાથે કર્ફ્યૂ થશે લાગુ
(ફોટો સાભાર- News18 English)

લગ્નમાં ફક્ત 25ને જ પરવાનગી, નવી એસઓપી મુજબ સરકારી કચેરીમાં પણ 15 ટકા સ્ટાફ જ આવી શકશે

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો બૉમ્બ ફૂટ્યો છે તેવામાં સ્થિતિને કાબૂમાં લેવામાં આંશિક લૉકડાઉન લાદવામાં આવ્યું હતું. જોકે, આ સ્થિતિ સતત વણસી રહી હોવાથી હવે નવી એસઓપી બહાર પાડવામાં આવી છે અને આગામી 1 મે સુધી આકરા પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. આગામી સમયમાં સ્થિતિ વધુ ન વણસે તે માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં હવે કોઈ પણ લગ્ન સમારંભ 2 કલાકથી વધુ નહીં ચાલી શકે. આ લગ્નસમારંભમાં વધુમાં વધુ 25 વ્યક્તિને જ પરવાનગી આપવામાં આવશે. આ સાથે જો કોઈ પણ પરિવાર આ નિય તોડશે તો રૂપિયા 50,000નો દંડ ભરાવની તૈયારી રાખવી પડશે.

સરકારી ઓફિસમાં વધુમાં વધુ 15 ટકા સંખ્યા હાજર રહી શકશે જ્યારે ઇમર્જન્સી સેવાઓને લૉકડાઉનની સ્થિતિમાંથી છૂટ મળશે. પ્રાઇવેટ ઑફિસમાં પણ 15 ટકા સ્ટાફ સાથે જ કામ કરી શકાશે.

બુધવારે મહારાષ્ટ્રમાં રેકોર્ડ કોરોના કેસ સામે આવ્યા બાદ રાજ્ય સરકારે નિયમો વધુ કડક બનાવ્યા છે. હવે 22 એપ્રિલથી 1 મે દરમિયાન વધુ કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. બુધવારે ફરી એકવાર દેશના સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય એવા મહારાષ્ટ્રમાં સૌથી પ્રભાવિત કેસ સામે આવ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં 67468 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 568 લોકોએ જીવ ગુમાવ્યો છે. સક્રિય કેસની સંખ્યા 695747 રહી છે.
Published by: Jay Mishra
First published: April 21, 2021, 10:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading