મણિપુરમાં મોટો ઉગ્રવાદી હુમલો, આસામ રાઇફલ કમાન્ડિંગ ઓફિસર અને તેમના પરિવાર સહિત 7 શહીદ
News18 Gujarati Updated: November 13, 2021, 4:55 PM IST
કમાન્ડિંગ ઓફિસર અને તેમના પરિવાર સહિત 7 શહીદ
Major extremist attack in Manipur - કમાન્ડિંગ અધિકારી તેમના પરિવારો અને ક્યુઆરટી સાથે હતા ત્યારે ઉગ્રવાદીઓએ તેમના કાફલા પર હુમલો કર્યો હતો
નવી દિલ્હી : મણિપુર (Manipur)માં આસામ રાઇફલ (Assam Rifles)ના કમાન્ડિંગ ઓફિસર અને તેમના પરિવાર પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો છે. આ હુમલો શનિવારે સવારે 10 વાગ્યે શેખાન-બેહિયાંગ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, 46 આસામ રાઇફલ્સના કમાન્ડિંગ અધિકારી તેમના પરિવારો અને ક્યુઆરટી સાથે હતા ત્યારે ઉગ્રવાદીઓએ તેમના કાફલા પર હુમલો કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં કમાન્ડિંગ ઓફિસર, તેમની પત્ની તથા એક બાળક અને ક્યુઆરટીમાં તૈનાત 4 જવાનો શહીદ થયા હોવાની પણ માહિતી મળી હતી. જોકે, આ અંગે હાલ સેના દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
આ પણ વાંચો: SC on Air Pollution: દિલ્હીમાં મોતની હવા, જરૂર પડે તો બે દિવસનું લોકડાઉન લગાવી દોમણિપુરના મુખ્યમંત્રી નોંગથોમ્બમ બિરેન સિંહે આ હુમલાની પર પોતાનું નિવેદન જારી કર્યું છે. મુખ્યમંત્રી નોંગથોમ્બમ બિરેન સિંહે આ હુમલાની સખત નિંદા કરી હતી.
આ પણ વાંચો: રાજધાની બહાર પહેલી વાર રાજભાષા સંમેલન યોજાયું, Amit Shahએ આપી હાજરી
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આવા કાયરતાપૂર્ણ કૃત્યને છોડવામાં આવશે નહીં. તે ગુનેગારો સામે કાનૂની કાર્યવાહી કરવા માટે પૂરતા પ્રયાસ કરશે. તેમણે કહ્યું કે આ અમાનવીય અને આતંકવાદી કૃત્ય છે.
આ પણ વાંચો: ‘ભીખ મે મીલી આઝાદી’ના નિવેદન પર કંગના રનૌતે કહ્યું- જો કોઈ ખોટું સાબિત કરે તો પદ્મશ્રી પરત આપવા તૈયાર
અંગ્રેજી ન્યૂઝ ચેનલ ઇન્ડિયા ટુડેના જણાવ્યા અનુસાર સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે, 'ક્વિક રિએક્શન ટીમ સાથે અધિકારીના પરિવારના સભ્યો કાફલામાં હતા. જાનહાનિની આશંકા છે. આ અભિયાન હજી પણ ચાલુ છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે."
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ટ્વિટ કરીને મણિપુરની ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું કે મણિપુરના ચુરાચાંદપુરમાં અસમ રાઇફલ્સના વીર જવાનો પર આતંકીઓએ કાયરતાપૂર્વક હુમલો કર્યો તેને લઇને હું ઘણો દુખી છું. તેમણે કહ્યું કે હુમલામાં શહીદ લોકો માટે હું શોક વ્યક્ત કરું છું. દેશે પાંચ શુરવીર જવાનો સહિત સીઓ અને તેમના પરિવારના બે લોકોને ગુમાવી દીધા.
Published by:
Riya Upadhay
First published:
November 13, 2021, 4:48 PM IST